સરકારી યોજનાઓ ખેડૂત સહાય યોજના ગુજરાતી ન્યૂઝ

ટ્રેક્ટર સહાય યોજનાની સબસિડી માટે આજથી અરજી ફોર્મ ભરવાનું શરૂ – Tractor Subsidy in Gujarat 2024

Tractor Subsidy in Gujarat
Written by Gujarat Info Hub

Tractor Subsidy in Gujarat 2022-23 |ટ્રેક્ટર સહાય યોજના |ટેકટર સબસીડી 2023 |Tractor Sahay Yojana 2023 | ટ્રેક્ટર લોન યોજના । ખેતીવાડી સહાય યોજના । 60000 સુધીની સબસિડી

ટ્રેક્ટર સહાય યોજના અંતર્ગત ખેડુતોને ટ્રેક્ટર ખરીદી પર તેની કિંમત પ્રમાણે સબસિડી મળે છે. આ યોજના અંતર્ગત ગુજરાતમાં રહેતા ખેડુતો તેમની ખેતી માટે જરુરી ઓજાર અને સાધનની ખરીદી પર સરકાર દ્વારા કેટલીક સબસીડી મળે છે. ગુજરાત સરકાર ખેડુતોની મદદ માટે આઈ ખેડુત પોર્ટલ ચલાવે છે, જેમાં ખેતીને લગતી નવી પધ્ધતીઓ ને અપનાવી તેમાં આર્થીક રીતે મદદ કરી, ગુજરાત ખેડુતોની માથાદીઠ આવકમાં વધારો કરવાનો ઉદેશ છે. જેમાં અત્યારે બાગાયતી યોજનાઓ માટે ઓનલાઈન અરજી પ્રક્રીયા ચાલુ થઈ ગયેલ છે, અને ટેકટર સબસીડી 2024 માટે ઓનલાઈન અરજીઓ ૨૦ ફેબૌઆરી ૨૦૨૪ થી ચાલુ થઈ ગયેલ છે.

આ અરજીઓ અમદાવાદ ,આણંદ,ખેડા,ગાંધીનગર,છોટા ઉદેપુર,ભરુચ,મહેસાણાઅને વડોદરા જીલ્લાના ટ્રેક્ટર ઘટકનો બાકી લક્ષ્યાંક પૂરો કરવા સારું આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મૂકવામાં આવ્યું છે.

તો આજે આપને ટ્રેકટર સહાય યોજના ના લાભો, કેટલી સબસીડી મળવા પાત્ર થશે, અરજી કેવી રીતે કરવી વગેરેની વિગત આ આર્ટીકલના માધ્યમથી જોઈશું.

Tractor Subsidy in Gujarat 2024

વિભાગક્રુષી અને સહકાર વિભાગ
યોજનાનું નામ ટ્રેકટર સહાય (સબસિડી) યોજના (Tractor Subsidy Scheme)
યોજનાનો હેતું  ખેડુતોને ખેતી કરવા ટ્રેક્ટર પર સહાય આપી ખેતીના ઉત્પાદનમાં વધારો કરવા માટે
લાભાર્થી ગુજરાતના ખેડુત
અરજી કરવાની રીત ઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ25 ફેબ્રુઆરી 2024
સત્તવાર વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/

   

ટ્રેક્ટર સહાય યોજના નો ઉદ્દેશ

ગુજરાત સરકારના ક્રુષી અને સહકાર વિભાગ દ્વારા ટ્રેકટર સહાય યોજના અંતર્ગત ખેડૂતોને ટ્રેકટરની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે, જેથી ખેડુતો પોતાના સાધનો દ્વારા ખેતી સારી રીતે કરી શકે. અત્યારના આધુનિક યુગમાં ખેડુત મજુર વર્ગ ના મળતા હોઈ મશીનરી જેટલો ઉપયોગ કરે અને સારુ ઉતોદન મેળવે તેવા આ યોજનાનો ઉદેશ છે.

ટ્રેક્ટર સહાય યોજના 2024 ની પાત્રતા

Tractor Sahay Yojana Subsidy માટે જે ખેડુત મિત્રો અરજી કરવા માંગે છે, તેઓ ઓનલાઈન અરજી કરતા પેહલા તેઓ યોજનાની પાત્રતા ધરાવે છે કે નહી તે ચકાસવું જરૂરી છે. જે નીચે મુજબ છે.

 • સૌ પ્રથમ અરજી કરનાર ખેડુત્ત ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
 • જે ખેડુત પોતાની જમીન અથવા વન અધિકાર મુજબ જમીન ખેડ્તો હોત તો તેમને લાભ મળવાપાત્ર થશે.
 • ટ્રેક્ટર સબસિડી યોજનામાં ઓનલાઈન અરજી કરવા માટે આઈ ખેડુત પોર્ટલ પરથી ફોર્મ ભરવું જરુરી છે.
 • ક્રૂષી વિભાગ દ્વારા નક્કી કરાયેલ માન્ય વિક્રેતા પાસેથી ટ્રેકટર ખરીદનાર ખેડુતને આ યોજનાનો લાભ મળશે.

Tractor Sahay Yojana 2024 માટે જરુરી ડોક્યુમેન્ટ 

અત્યારે નાના ટ્રેક્ટરો માટે ઓનલાઈન અરજી ફોર્મ ચાલુ થઈ ગયેલ છે, અને મોટા ટ્રેકટર માટે અરજી ફોર્મ 1 મે 2023 ના રોજ ચાલુ થશે. તો આઈ ખેડુત પોર્ટલ પર અરજી ફોર્મ ભરતા પહેલા નીચે મુજબના દસ્તાવેજ જોડવાના રહેશે.

 • અરજદારની આધારકાર્ડની નકલ
 • જો અરજદાર SC કે ST જાતીનો હોય તો સક્ષમ અધિકારીનું જાતીનું પ્રમાણપત્ર રજુ કરવું જરુરી છે.
 • રેશન કાર્ડની નકલ
 • જો ખેડુત ટ્રાઈબલ વિસ્તારનો હોય અને જંગલ ની જમીન મળેલ હોય તો તેને મળેલ જમીનનો પુરાવા રજુ કરવાના રહેશે.
 • જો ખેડૂત દિવ્યાંગ હોય તો તે અંગેનું પ્રમાણપત્ર 
 • ૭/૧૨ અને ૮અ ના ઉતારા
 • જો જમીનમાં એકથી વધુ ખાતેદાર હોય તો અન્ય ખાતેદારોનું સંમતીપત્ર આપવું જરુરી છે.
 • બેંક ખાતા ના પાસબુકની નકલ

આ પણ જુઓ :- દેશી ગાય સહાય યોજના અંતર્ગત મેળવો 900 રુપીયા દર મહિને

ટ્રેક્ટર સહાય યોજના અંતર્ગત મળવાપાત્ર લોન – Tractor Subsidy Count

 • ટ્રેકટર સહાય યોજના અંતર્ગત 40 P.T.O હોર્સ પાવર ટ્રેકટર માટે 25% અથવા ૪૫૦૦૦ રુપિયા સબસિડી મળશે, બન્નેમાંથી જે ઓછી રકમ હશે તે મળશે.
 • 40 થી 60 P.T.O હોર્સ પાવર સુધી કુલ ખર્ચના ૫૦ ટકા  અથવા ૬૦,૦૦૦ બન્ને માંથી જે રકમ ઓછી હશે તે મળવાપાત્ર રહેશે.
 • મિની ટ્રેક્ટર માટે ૪૦ ટકા અથવા ૪૫૦૦૦ અને SC,ST કેટેગરીના ખેડુતો માટે કુલ ખર્ચના ૫૦ ટકા અથવા ૬૦ હજાર બન્નેમાંથી ઓછી રકમ સબસિડી તરીકે મળવાપાત્ર થશે.
 • ૨૦ થી ૪૦ P.T.O હોર્સ પાવર ટ્રેકટર માટે કુલ ખર્ચના ૨૫ ટકા અથવા ૧ લાખ અને SC,ST કેટેગરીના ખેડુતો માટે કુલ ખર્ચના ૩૫ ટકા અથવા ૧.૨૫ લાખ સબસિડી મળવાપાત્ર થશે.

ટેકટર સબસીડી 2024 માટે ઓનલાઈન અરજી Online Application

Tractor subsidy in Gujarat 2022-23 ની જે ખેડુત મિત્રો રાહ જોઈને બેઠા હતા તેમને જણાવી દઈએ કે ટેકટર સબસીડી 2024 માટે ઓનલાઈન અરજી પ્રક્રીયા ચાલુ થઈ ગયેલ છે, જેની છેલ્લી તારીખ 25 ફેબ્રુઆરી 2024 છે, તો જલ્દીથી નીચેના સ્ટેપ ફોલોવ કરી Tractor Subsidy nu Online Form ભરો.

 • સૌ પ્રથમ ખેડુતો માટેનું પોર્ટલ ikhedut Portal પર જાઓ.
 • હવે ત્યાં “વિવિધ યોજનાઓ માટે અરજી કરો” તેવો ઓપશન દેખાશે તેના પર ક્લિક કરો.
 • હવે તમારી સામે અલગ અલગ યોજનાઓ દેખાશે જેમાં “બાગાયત ની યોજનાઓ” પર ક્લિક કરો.
 • હવે બાગાયતની યોજનાનું પેજ્માં ૨૫ નંબર પર “ટ્રેકટર (૨૦ PTO HP સુધી)” પર ક્લિક કરો.
 • હવે ટેકટર સબસીડી 2024 યોજનાનુ ફોર્મ ભરવા  માટે “અરજી કરો” બટન પર ક્લિક કરો.
 • જો તમે અગાઉ બીજી કોઈ યોજનાઓ માટે પોર્ટલ પર રજીસ્ટર છો તો હા અને નથી કરેલ તો ના કરવાનું રહેશે.
 • જો રજીસ્ટ્રર ના કરેલ હોય તો રજીસ્ટ્રશન પ્રોસેસ પુર્ણ કરો અને ત્યારબાદ ખેડુતે આપેલ માહિતી ભરવાની રહેશે.
 • ત્યારબાદ જરુરી ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજીને સબમીત કરો અને સેવ બટન પર ક્લિક કરો.
 • હવે અરજી સબમીટ કરતા તમને એક “Application Number” મળશે જેને સેવ કરી રાખવો.
 • ત્યારબાદ ટેકટર સબસીડી 2024 નું અરજી ફોર્મ ની પ્રિન્ટ નિકાળી સેવ કરી રાખવી.

ટ્રેક્ટર સહાય યોજના માટે અરજી કરવાની મહત્વની તારીખ

મિત્રો, tractor subsidy yojana ઓનલાઈન અરજી આજથી ૨૦ ફેબ્રુઆરીથી ચાલુ થઈ ગયેલ છે, પરંતુ આ અરજી ખાલી 20 PTO હોર્સ પાવર સુધીના ટ્રેકટર માટે જ છે. જેની અપડેટ તમે અમારી વેબસાઈટ થી મેળવી શકશો, અત્યારની ચાલૂ ટ્રેકટર સબસિડી યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૪ છે.

આ પણ જુઓ :- I-Khedut Portal Gujarat – ખેડુતો માટે બાગાયતી સબસિડી યોજનાઓ માટે અરજી શરૂ

Tractor Subsidy Gujarat – FAQ’s 

ટ્રેક્ટર સહાય યોજના માં કેટલી સબસિડી મળે છે ?

આ યોજનામાં ટેકટર સબસિડી માટે કુલ કિમતના ૫૦ ટકા અથવા ૬૦ હજાર બન્ને માંથી જે ઓછી હશે તે મળશે.

Tractor Subsidy in Gujarat માટે ઓનલાઈન અરજી કયાં કરવી ?

ટેકટર સબસિડી યોજના માટે તમે આઈ ખેડુત પોર્ટલ (i Khedut Portal) પર જઈ ઓનલાઈન અરજી કરી શકો છો.

ટ્રેક્ટર સહાય યોજના માટે અરજીની છેલ્લી તારીખ કઈ છે?

ટેકટર સબસિડી સહાય યોજના માં અરજી કરવાની અંતીમ તારીખ ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૪ છે.

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment