ખેડૂત સહાય યોજના સરકારી યોજનાઓ

ખેડૂતોને મોબાઈલ ખરીદી પર 6000 સહાય માટે અરજી ફોર્મ આજથી શરૂ | I Khedut Mobile Sahay Yojana 2023

Khedut Mobile Sahay Yojana 2024
Written by Gujarat Info Hub

Khedut Mobile Sahay Yojana 2023 | Khedut Smartphone Scheme | ખેડૂત મોબાઈલ સહાય યોજના | ખેડૂત સહાય યોજના 2023 | ikhedut Portal 2023-24 | આઇ ખેડૂત પોર્ટલ યોજના 2023

મિત્રો ગુજરાત સરકાર ના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાં અગાઉ આપણે બાગાયતી યોજનાઓ, પશુપાલન યોજનાઓ ની માહિતી જોઈ ચૂક્યા છીએ અને આજે આપણે ખેડૂત મોબાઈલ સહાય યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.

અત્યારના આધુનિક યુગમાં સામાન્ય વ્યક્તિ પાસે ડિજિટલ સેવા નું જ્ઞાન ન હોય તેવું ન બને, પરંતુ ખેડૂત મિત્રો અવનવી ખેતી પદ્ધતિ અને બદલાતા વાતાવરણ અને પાક ને લગતા રોગો ની વિગતો ઓનલાઈન મેળવી શકે, તે બાબતને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા પર સબસીડી યોજના જાહેર કરવામાં આવી છે. તેથી ખેડૂત મિત્રો કોઈપણ સ્ટોર પરથી સ્માર્ટ મોબાઈલ ખરીદી આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી તે સ્માર્ટ ફોન ના 40% કે 6000 રૂપિયા આ બંનેમાંથી જે ઓછા હશે તે રકમ ખેડૂતોને સબસીડી તરીકે Khedut Mobile Sahay Yojana 2023 અંતર્ગત મળશે.

તો આજે આપણે ખેડૂત સ્માર્ટફોન સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર રહેશે અને તેનો લાભ કેવી રીતે મેળવવું તેની સંપૂર્ણ વિગત આ આર્ટિકલ ના માધ્યમથી મેળવશો

Khedut Mobile Sahay Yojana 2023

આજના ડિજિટલ યુગમાં ભારત અને દુનિયાભરમાં દરેક સેવા ડિજિટલ થવા પામે છે.. ત્યારે ડિજિટલ ટેકનોલોજી દ્વારા ખેતી પદ્ધતિ, હવામાન અંગે ની આગાહી, વરસાદની આગાહી, સરકારી યોજનાઓ ની માહિતી, પાકને થતા રોગો વિશેની માહિતી અને ઓનલાઈન હેલ્પ કેર સેન્ટર વગેરેની માહિતી ઓનલાઇન મળતી થઈ ગઈ છે તો આ માહિતી ખેડૂતો સુધી પહોંચતી થાય તે બાબતને ધ્યાનમાં લઇ સરકાર દ્વારા ગુજરાત ફાર્મર ફ્રી સ્માર્ટફોન સ્કીમ 2023 ને લોન્ચ કરવામાં આવી છે

ખેડૂત મોબાઈલ સહાય યોજના અંતર્ગત ખેડૂતો મોબાઈલ ખરીદે અને ડિજિટલ સર્વિસ નો વધુમાં વધુ લાભ લે તે અત્યંત જરૂરી છે જેથી ખેડૂત ઓનલાઈન તાજા બજાર ભાવ, જમીનની ઓનલાઈન 7/12  અને અન્ય સરકારી યોજનાઓ વિશેની માહિતી ઓનલાઇન મેળવી શકે.

ખેડૂત મોબાઇલ યોજના માટેની પાત્રતા

ગુજરાત રાજ્યના જે ખેડૂતો Khedut Mobile Sahay Yojana 2023 અંતર્ગત સ્માર્ટફોન ખરીદી કરવામાં આવે છે તેઓ નીચે મુજબની પાત્રતા ધરાવતા હોવા  જરૂરી છે.

 •  ખેડૂત ગુજરાતમાં જમીન ધરાવતો હોવો જોઈએ
 •  એક ખેડૂત ખાતેદાર એક જ વાર સહાય નો લાભ મેળવી શકશે.
 •  જો 8-A માં એક કરતાં વધુ ખેડૂતો ના નામ હોય કે સંયુક્ત ખાતુ હોય તો તેમનો પૈકી એક જ ખાતેદાર આ યોજનાનું લાભ મેળવી શકશે
 •  આ યોજના અંતર્ગત ખેડૂતોને ખાલી સ્માર્ટ ફોન ખરીદી પર લાભ મળશે ના કે અન્ય એસેસરીઝ જેવી કે ઈયર ફોન, મેમરી કાર્ડ, સીમકાર્ડ વગરનો સમાવેશ થઈ શકશે નહીં.

ખેડૂત સહાય યોજના 2023 અંતર્ગત મળતા લાભો

 • ખેડૂત મોબાઈલ સહાય યોજનામાં અગાઉ ખેડૂતો પોતાના મોબાઈલ ખરીદી પર 10% સહાય મળતી હતી જે હવે 40% સુધી કરવામાં આવી છે.
 • જે ખેડૂત સ્માર્ટફોનની  ખરીદી કરે છે તેની કિંમતના 15000 સુધીની સહાય મળશે, તેનાથી વધુ રકમ પર સહાય મળશે નહીં.
 • સ્માર્ટફોનની ખરીદ કિંમતના 40% સુધી અથવા 6000 રૂપિયા બંનેમાંથી જેની રકમ ઓછી હશે તે ખેડૂતને મળવા પાત્ર થશે

આ પણ જુઓ :- ટ્રેક્ટર સહાય યોજના અંતર્ગત મેળવો 60000 સુધીની ટેકટર સબસિડી

ખેડૂત સ્માર્ટફોન સહાય માટે જરૂરી ડૉક્યુમેન્ટ

 જે ખેડૂત મિત્રો ખેડૂત મોબાઈલ સહાય યોજનામાં આઇ ખેડૂત પોર્ટલ પર જઈ ઓનલાઇન અરજી કરવાના છે તેઓએ નીચે મુજબના જરૂરી ડોક્યુમેન્ટ ની નકલ જોડવાની રહેશે

 •  આધાર કાર્ડ ની નકલ 
 •  બેંક ખાતાની નકલ
 •  મોબાઇલનું IMEI નંબર
 •  7 12 8 ની નકલો 
 •  સ્માર્ટફોન ખરીદી જ્યાંથી કરી હોય તે દુકાનદાર પાસેથી જીએસટી નંબર ધરાવતું અસલ બિલ રજુ કરવાનું રહેશે

Apply Online for Ikhedut portal 2023 yojana

 • સૌપ્રથમ આઇ ખેડૂત પોર્ટલ તમારા મોબાઇલ કે કોમ્પ્યુટરમાં ખોલો.
 • હવે હોમપેજ પર “યોજનાઓ ” તેવો ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો.
 • ત્યારબાદ નવું પેજ ખુલશે જેમાં ખેતીવાડીની યોજનાઓ પર ક્લિક કરો.
 •  હવે નવા પેજમાં બીજા ક્રમ નંબર પર સ્માર્ટફોન ની ખરીદી પર સહાય નામની યોજના દેખાશે તેના પર ક્લિક કરો.
 •  ત્યારબાદ સ્માર્ટફોન ની ખરીદી પર સહાય યોજના ની સામે “અરજી કરો” ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરી.
 • જો તમે અગાઉ કોઈ  ખેતીવાડી યોજનાઓ માટે આઈ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” ઓપ્શન પસંદ કરી આગળ વધો.
 • હવે તમારો આધાર કાર્ડ અને મોબાઇલ નંબર નાખવાનો તમારી અરજી ફોર્મ ભરી શકો.
 • પરંતુ જો તમે આઈ ખેડૂત પોર્ટલ પર રજિસ્ટર યુઝર નથી તો “ના” વિકલ્પ પસંદ કરો
 • હવે નીચે મુજબનું ઓનલાઈન ફોર્મ ખુલશે જેમાં તમારી પર્સનલ માહિતી નાખવાની રહેશે.
 • હવે આગળ ના પેજ માં તમારા જમીનની માહિતી અને બીજી બધી માંગેલી માહિતી નાખી તમારું ફોર્મ એકવાર ચકાશી લો.
 • જો તમારી ખેડૂત સહાય યોજના નું ફોર્મ બરાબર છે તો તમે તમારી અરજી સબમિટ કરી શકો છો.
 • Khedut Mobile Sahay Yojana 2023 નું અરજી ફોર્મ પ્રિન્ટ નિકાળી જરૂરી ડૉક્યુમેન્ટ જોડી નજીકની ખેતીવાડી કચેરી ખાતે તમારુ ફોર્મ જમા કરવાનું રહેશે.

ગુજરાત સરકાર કૃષિ અને સહકાર વિભાગ દ્વારા Khedut Mobile Sahay Yojana 2023 ની ઓનાલાઇન અરજી તારીખ 16/09/2023 થી સ્વીકારવામાં આવશે અને તેની છેલ્લી તારીખ હજુ સુધી જાહેર થઈ નથી, તો જલ્દીથી તમાર બધા ડૉક્યુમેન્ટ એકઠા કરો અને ખેડૂત મોબાઈલ સહાય યોજના માં અરજી કરો. આઈ ખેડૂત પોર્ટલ પર ચાલતી અન્ય ખેડૂત માટેની યોજનાઓ માટે નીચે મુજબ છે.

આ પણ જુઓ :- બાગાયતી સબસિડી યોજનાઓ માટે ઓનલાઈન અરજી શરૂ

ખેડૂત સહાય યોજના પ્રશ્નોત્તરી

Khedut Mobile Sahay Yojana 2023 માં કેટલી સહાય મળે છે ?

ખેડૂત સહાય યોજના માં ખેડૂતને મોબાઈલની ખરીદ પર રૂપિયા 6000 સુધીની સહાય મળે છે?

ખેડૂત સહાય યોજના 2023 માં કઈ કઈ યોજનાનો સમાવેશ થાય છે ?

આઈ ખેડૂત પોર્ટલ પર ખેતિવાડીને લગતી 52 યોજનાઓ નો સમાવેશ થાય છે.

ખેડૂત મોબાઈલ સહાય યોજના માં કેટલી સબસિડી મળે છે ?

ખેડૂત સહાય યોજના અંતર્ગત ખેડૂતને મોબાઇલની ખરીદી પર 40% સબસિડી મળે છે પણ મોબાઈલ ની કિમત વધુ હોય અને સબસિડી 6000 થી વધુ હોય તો તેને 6000 રૂપિયા સહાય મળશે.

ગુજરાત ખેડૂત સહાય યોજના માટે સત્તાવાર સાઇટ કઈ છે ?

ખેડૂતો માટે અલગ અલગ પ્રકારની યોજનાઓ માટેની સત્તાવાર સાઈટ https://ikhedut.gujarat.gov.in/ ..

Spread the love

About the author

Gujarat Info Hub

4 Comments

Leave a Comment