Oyster Mushroom Farming: જમીન વગર પણ તમે આ પ્રકારના શાકભાજીની ખેતી કરીને વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી શકો છો. શહેરો અને ખાસ કરીને ગામડામાં મહિલાઓ ઘરે નવરાશના સમયમાં આ ખેતી કરીને સારી કમાણી કરી શકે. અને એક સારી પ્રવૃતિ કરી આત્મનિર્ભર બની શકે છે. શહેરો કરતાં ગ્રામીણ મહિલાઓ આ વ્યવસાય સારી રીતે કરી શકે છે.
Oyster Mushroom Farming
આજે અમે આપને મશરૂમની ખેતી વિશે વાત કરવાના છીએ. આજકાલ ફાઇવ સ્ટાર અને વૈભવશાળી રેસ્ટોરન્ટમાં તેમજ ઘરેલુ શાકભાજીમાં મશરૂમનો સૂપ અને શાકભાજીને ખૂબ મહત્વ આપવામાં આવે છે. લોકોમાં તેની ખૂબ માંગ પણ છે. મશરૂમના વ્યંજનોનું ચલણ ખૂબ વધતું જાય છે. તેથી મોટી હોટેલ થી માંડી નાના રેસ્ટોરન્ટ સુધી મશરૂમની ખૂબ માગ રહે છે. તેથીજ મશરૂમ ની ખેતી કરીને તમે પણ વર્ષે લાખો રૂપિયા કમાઈ શકો છો.
પોષક તત્વોની વાત કરવામાં આવે તો મશરૂમ પોષક તત્વો થી ભરપૂર છે. તેમાં ખૂબ સારી માત્રામાં પ્રોટીન છે. સોડીયમ પણ છે.અને તેમાં ખનીજ તત્વો ઉપરાંત વિટામીન બી,સી અને વિટામીન કે પણ છે. એમીનો એસીડ અને કાર્બોહાડેટ્સ પણ ભરપૂર હોવા છતાં તેમાં ચરબીનું પ્રમાણ ઓછું છે. પરંતુ ફેટી એસીડની માત્ર વધુ છે. કેટલાક જાણકારોનું માનીએ તો હ્રદય રોગીઓ માટે અનુકૂળ ખોરાક છે. આમ 100 કે 200 ગ્રામ મશરૂમ નો ખોરાકમાં ઉપયોગ કરવાથી વ્યક્તિને મોટા ભાગની ખોરાકની જરૂર પુરી થઈ જાય છે. મશરૂમની ઘણી જાતો હોય છે. અહી અમે તમને ઓઈસ્ટર મશરૂમની ખેતી વિશે જણાવીશું.
ઓઈસ્ટર મશરૂમની ખેતી માટે જરૂરી સાધન સામગ્રી :
- બંધ ઓરડો (બારી બારણાં હોવાં જોઈએ તેમાં બારીઓ પર ખસ ટટ્ટીલગાવવી અને છતને ગરમીથી બચાવવા કંતાન વગેરેનો ઉપયોગ કરવો.
- ઘઉંનું થ્રેસરમાં કાઢેલું પરાળ
- બિયારણ
- પ્લાસ્ટિકની 100 ગેજ ની 30 સેમી પહોળી 50 સેમી લંબાઈની થેલીઓ
- ચપ્પુ
- પાણીની ઝારી
- લાકડાના ઘોડા
- થર્મોમીટર
ઓઈસ્ટર મશરૂમ ઉગાડવાની પધ્ધતિ :
મશરૂમ 20 થી 30 ડીગ્રી તાપમાનમાં ખૂબ સારું ઉત્પાદન આપે છે. એટલા માટે ઓરડાનું તાપમાન 20 થી 30 ડીગ્રી રાખવું તેમજ ઓરડામાં ભેજ 80 ટકા જાળવવો.સૌપ્રથમ પરાળને ઠંડા પાણીમાં 4 થી 8 કલાક અથવા 80 ડીગ્રી ગરમ પાણીમાં પલાળી રાખો ત્યારબાદ પરાળ માંથી પાણીને સંપૂર્ણ નિતારી દો હવે થેલીમાં પરાળનો 5 સેમી થર કરી તેમાં બીજ ને ભભરાવી દો. હવે હલવા હાથે દબાવતા રહો. એવી રીતે બીજો થર ભરો થેલીમાં 5 થી 6 કિલો જેટલું પરાળ ભરાશે. હવે થેલીનું મોઢિયું બરાબર બાંધીદો. ત્યારબાદ ટાંકણી કે સોય વડે થેલીમાં હવાની અવાર જવર માટે 20 કે 25 જેટલાં સોય વડે કાણાં પાડી દો. થીલીઓને અંધારા વાળા તૈયાર કરેલા રૂમમાં લાકડાના બનાવેલા ઘોડાઓ પર ગોઠવી દો.
હવે તમારે રૂમનો ભેજ અને તાપમાન ઉપર જણાવ્યા મુજબ જાળવી રાખવાનું છે. 20 થી 25 દિવસમાં આ થેલીઓમાં તમને સફેદ તાંતણા દેખાશે. હવે થેલીની ને ચપ્પુ વડે હળવેથી કાપી પરાળને ખુલ્લુ કરી દેવાનું છે. અઠવાડીયા પછી રાઈના દાણા જેવડાં મશરૂમ દેખાવા માંડશે, અને સાતેક દિવસમાં તો તે કાપવા લાયક પણ થઈ જશે .
ઓઈસ્ટર મશરૂમની ખેતીના લાભ :
ઓઈસ્ટર મશરૂમની ખેતી કરવા માટે કોઈ મોટો ખર્ચ કરવો પડતો નથી. તેમજ પાણી નો ઉપયોગ પણ જમીનની ખેતીની સરખામણીએ નહીવત તેમજ બજારમાં ઓઈસ્ટર મશરૂમના ઘણા સારા ભાવ ઉપજે છે. ઓઈસ્ટર મશરૂમનો બજારભાવ કિલોના રૂપિયા 140 ની આસપાસ અને વધુ મળી શકે છે. મશરૂમ ઓછા સમયમાં તૈયાર થાય છે. પુરુષો ઉપરાંત મહિલાઓ પણ પોતાના નવરાશના સમય નો સદઉપયોગ કરીને સારી કમાણી કરી શકે છે.
આ પણ વાંચો: Business Idea: 40000 ના આ મશીનથી મહિને કમાઓ 30000 રૂપિયા, સરકાર પણ આપે છે સહાય
મિત્રો,આજનો અમારો આ Oyster Mushroom Farming આર્ટીકલ આપને કેવો લાગ્યો તે અમને કોમેંટમાં અચૂક જણાવશો.તેમજ આવા બીજા આર્ટીકલ વાંચવા માટે અમારી વેબ સાઈટ નિયમિત જોતા રહેશો. આજનો આ આર્ટીકલ વાંચવા બદલ આપનો ખૂબખૂબ આભાર !