પ્રધાનમંત્રી બાળ પુરસ્કાર 2023 માટે પસંદગી પામ્યો ગુજરાતનો શૌર્યજીત રણજીત કુમાર ખૈરે નેશનલ ગેમ 2022 (National Games 2022) માં મલ્લખંભ માં ઉત્કૃઠ દેખાવ કરવા બદલ રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2023 (Pradhan Mantri Bal Puraskar 2023) માટે પસંદગી પામ્યો છે . દિલ્હીના વિજ્ઞાન ભવનમાં મહામહીમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ભારતનાં 11 બાળકો આ એવોર્ડ મેળવશે .
બીજા દિવસે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બાળકોને તેમની આ વિશિષ્ઠ સિધ્ધી માટે અભિનંદન પાઠવી ,બાળકો સાથે સંવાદ કરશે. આ પ્રસંગે કેન્દ્રિય મહિલા અને બાલ વિકાસ મંત્રી સુશ્રી સ્મૃતિ ઝૂબિન ઈરાની MOS મહેન્દ્રભાઇ મુંજપરા પણ ઉપસ્થિત રહેશે.
ગુજરાતના સૌર્યજીત રણજીત ખૈરે મલ્લખંભ માં એવાં અનેક કરતબ કર્યા કે જોનારા સૌ આશ્ચર્ય ચકિત થઈ ગયા . મલ્લખંભ એટલે લાકડાના એક ઊચા સુવાળા થાંભલા પર ચડી કસરતના અમુક દાવ કરવાની રમત. National Games 2022 રાષ્ટ્રીય રમત 2022 માટે જ્યારે શૌર્યજીત પ્રેક્ટિસ કરી રહ્યો હતો .ત્યારે તેના પિતાજીનું અવસાન થયું હતું, પરંતુ આ હિંમતવાન બાળક શૌર્યજીત હિમત હાર્યા વગર મલ્લખંભ માટેની પ્રેક્ટીસ કરતો રહ્યો . જ્યારે તેને રાષ્ટ્રીય રમત National Games 2022 માં મલ્લખંભની રમત શરૂ કરી, ત્યારે આટલી નાની ઉમરમાં તેણે કરેલા મલ્લખંભ પરના કસરતના દાવ જોઈને સૌ મંત્ર મુગ્ધ બન્યા. સૌર્યજીતે રમતમાં ઉત્કૃઠ દેખાવ કરી બ્રોન્ઝ મેડલ મેળવ્યો . અને ગુજરાતને ગૌરવ અપાવ્યું.
ભારતીય પરંપરાગત રમતો માત્ર શારીરીક કસરત જ નહી ,પરતું માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ મહત્વ ધરાવે છે .જેનું વર્ણન આપણા શાસ્ત્રો માં પણ કરેલું છે . આજના સમયમાં દેખા દેખી થી આધુનિક રમતોનું ચલણ વધતાં ભારતીય પરંપરા ગત રમતો તરફ આકર્ષણ ઓછું થતું જાય છે .ત્યારે બાળક સૌર્યજીતે ભારતીય પરંપરાગત રમત મલ્લખંભ માં અદ્ભુત કૌશલ્ય પ્રાપ્ત કર્યું, તેનાથી આપણા વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ ખૂબ પ્રભાવિત થયા. અને ટ્વીટ કરીને સૌર્યજીતને બિરદાવ્યો હતો . તેમણે ટ્વીટમાં લખ્યું “વોટ સ્ટાર સૌર્યજીત ઈઝ ‘’
પ્રધાનમંત્રી બાળ પુરસ્કાર 2023 – Pradhan Mantri Rashtriya Bal Puraskar 2023
આપણે સૌ જાણીએ છીએ કે બાળકોમાં અદ્ભુત શક્તિઓ નો સ્રોત પડેલો હોય છે .જો બાળકમાં પડેલી આ શક્તિને ઓળખીને તેને બહાર લાવવામાં આવે તો, બાળકો પણ કોઈ પણ ક્ષેત્રમાં પાછાં પડે નહીં . બાળકો એ જ તો આપણા દેશની શાન અને આવતી કાલ છે . તેથીજ ભારત સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા આવાં તેજસ્વી બાળકો, જે ઇનોવેશન (નવાચાર ) શૈક્ષણિક ,સામાજીક સેવા ,રમત ગમત અને કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં પોતાની મહત્વપૂર્ણ સિધ્ધી પ્રાપ્ત કરે છે .ત્યારે આવાં બાળકોને બીરદાવી તેમને આગળ વધારવાના પ્રોત્સાહન સ્વરૂપે પ્રધાનમંત્રી બાળ પુરુસ્કાર 2023 ( Bal Shakti Puraskar 2023 ) અંતર્ગત પ્રોત્સાહિત કરવામાં આવે છે .જેને બાળ શક્તિ પુરુસ્કાર પણ કહેવામાં આવે છે .
રાષ્ટ્રીય બાળ પુરસ્કાર રજીસ્ટ્રેશન – Bal Shakti Puraskar 2023 application
ભારતનાં 5 વર્ષથીમોતાં 18 વર્ષ કરતાં નાની ઉમર ધરાવતાં બાળકો જયારે ઇનોવેશન,બહાદુરી શૈક્ષણિક, સામાજીક સેવા ,રમત ગમત અને કલા અને સાંસ્કૃતિક ના ક્ષેત્રે પોતાની મહત્વપૂર્ણ સિધ્ધી પ્રાપ્ત કરે છે ત્યારે આવાં બાળકો પ્રધાનમંત્રી બાળ પુરુસ્કાર (Pradhan Mantri Bal Puraskar) મેળવવા માટે ઓનલાઈન અરજી કરીને પોતાનું રજીસ્ટ્રેશન કરવાનું હોય છે . આ રજીસ્ટ્રેશન માટેની નિયત સમય મર્યાદા પહેલાં અને તે માટેની નિયત વિગતો પૂર્ણ થતી હોયતો તેઓ ઓન લાઇન અરજી કરી શકે છે . આ વર્ષે અરજી કરવાની સમય મર્યાદા હતી 31 ઓક્ટોબર 2022
પ્રધાનમંત્રી બાલ પુરુસ્કાર રકમ – Rashtriya Bal Puraskar Winning Prize
પ્રધાન મંત્રી બાલ પુરુસ્કાર માં એક મેડલ ,પ્રમાણપત્ર અને રૂપિયા 100000 (એક લાખ)ની રકમ આપવામાં આવે છે .
પ્રધાનમંત્રી બાળ પુરસ્કાર 2023 મેળવનાર બાળકો – Winner list of CHILDREN PMRBP
પ્રધાનમંત્રી બાળ પુરસ્કાર જુદાં જુદાં 6 ક્ષેત્રો માટે આપવામાં આવે છે . જે નીચે મુજબનાં 6 ક્ષેત્રોમાં 11 રાજયોનાં 11 બાળકોને મળ્યો .
- કળા અને સંસ્કૃતિ : 4
- બહાદુરી :1
- ઇનોવેશન (નવાચાર ) : 2
- સમાજ સેવા : 1
- રમત ગમત : 3
Pradhan Mantri Rashtriya Bal Puraskar 2023 winners list
અ .નં | નામ | શ્રેણી | રાજ્ય |
1 | Aditya Suresh | Arts and Culture | Kerala |
2 | Kolagatla Alana Meenakshi | Sports | Andhra Pradesh |
3 | Shauryjit khaire | Sports | Gujarat |
4 | Aditya Pratap Singh Chauhan | Innovation | Chhattisgarh |
5 | Anoushka Jolly | Social Service | Delhi |
6 | Hanaya Nisar | Sports | Jammu and Kashmir |
7 | M. Gaurvi Reddy | Arts and Culture | Telangana |
8 | Rishi Shiv parsanna | Innovation | Karnataka |
9 | Rohan Ramchandra Bahir | Bravery | Maharashtra |
10 | Sambhab Mishra | Arts and Culture | Odisha |
11 | Shreya Bhattacharjee | Arts and Culture | Assam |