હેલ્થ ટિપ્સ Health

Pumpkin Seeds in Gujarati: કોળાના બીજ ગુણોથી ભરપુર છે, જાણો તેના અજોડ ફાયદાઓ

Pumpkin Seeds in Gujarati
Written by Gujarat Info Hub

Pumpkin Seeds in Gujarati: મિત્રો, ઘણા બધા લોકોએ કોળાનું શાક અથવા ફળ તરીકે ખાધુ હશે પરતું તેમા રહેલા બીજને ફેકી દીધા હશે, પણ હકિકત એ છે કે કોળાના બીજ (Pumpkin Seeds) તમારી સ્વાસ્થય માટે ખુબ જ લાભ કારક છે, જેમાં ભરપુર માત્રામાં વિટામિન A, C, E, કેલ્શિયમ, ફાઇબર, આયર્ન, પોટેશિયમ, ઝિંક વગેરે જેવા ઘણા પોષક તત્ત્વો રહેલા છે. જે પુરુષો માટે ખુબ જ લાભ કારક માનવામાં આવે છે. તો આજે આપણે Pumpkin Seeds in Gujarati વિશે સંપુર્ણ માહિતી મેળવીશું અને તે કઈ રીતે તમારી હેલ્થ માટે લાભકારક નિવડે છે તના વિશે જાણીશુ.

Pumpkin Seeds in Gujarati Benefit 

આજના યુગમાં દરેક વ્યક્તી સાદુ અને સરળ ભોજનને ભુલી બજારના ઝંક ખોરાક ખાવાનો શોખીન બની ગયો છે, પરંતુ જે લોકો હજુ પણ ફળો અને નવા પોષ્ક તત્ત્વો વાળા ખોરાકની શોધખોળમાં છે, તેમના માટે કોળાના બીજ અને કોળાનુ સબજી બેસ્ટ માંની શકાય કેમ કે આ આપણા સ્વાસ્થ્યના ઘણા બધા ફાયદા કરે છે. તો આવો જાણીએ કોળાના બિજ (Pumpkin Seeds) ના ફાયદા.

રોગપ્રતિકારક શક્તિ વધારે છે

હાલમાં આપણે કોરોના જેવી મહામારી જોઈ જેમાં રોગપ્રતિકારક શકિત જેની વધુ છે તે માણસ કોઇપણ બિમારી સામે લડી શકે છે. તો કોળાના બીજ ખાવાથી માં રહેલ વિટામિન E તમારા શરીરમાં રહેલા લોહીના પરીભ્રમણને મજબુત કરે છે, જેથી તમારી રોગપ્રતિકારક શકિત મજબુત બને છે, જેથી તમને  કોઈપણ પ્રકારનો ચેપી રોગ જલ્દીથી થઈ શકે નહી.

હદયને સ્વસ્થ રાખે

આ કોળાનાન બિજમાં મેગ્નેશિયમની માત્રા મોટા પ્રમાણમાં રહેલ છે, જે તમારા હદયને ચોખ્ખુ અને સક્રિય રાખે છે, જેથી તમારી મોટાબ્લીઝમાં વધારો થાય છે અને શરીરમાં રહેલ ખરાબ કોલેસ્ટ્રોલને દુર કરવાનુ કામ કરે છે જેથી સારા કોલેસ્ટ્રોલને વધારી તમારા હાઈ બ્લડ પ્રેશરને પણ કંટ્રોલમાં રાખે છે.

Pumpkin Seeds for heart

ત્વચાને સ્વસ્થ રાખશે 

મિત્રો આપણે ઉપર જોયુ કે કોળાના બિજમાં દરેક વિટામીન મળી રહે છે, તો આ બી માં વિટામીન K,B અને A પણ મળે છે જે તમારી ત્વાચાને સાઈનીંગ અને સ્વસ્થ રાખે છે, ઘણા બધા લોકોને વિટામિન B12 ની ઉણપ સર્જાય છે, જેના લીધે સ્કીન પર કાળા ડાધ, આખ નીચેનો ભાગ કાળો થવો જેવી એલર્જી જોવા મળે છે તો આવી સ્થીતીમાં પુમ્કીન સીડ્સ ખાવાનથી તેમાં રહેલ વિટામીન B ની હાજરી તમારી ત્વચાને લગતી બિમારીઓ સામે લડાવામાં મદદ કરે છે.

હાડકા માટે પણ ફાયદાકારક 

કોળાના બિજમાં કેલ્શિયમ પણ ભરપુર માત્રામાં રહેલ હોય છે જેથી જરીરના હાડકા મજબુત થાય છે, અને સાંધાના દુખાવા જેવી બિમારીથી છુટકારો પાડવામાં મદદ કરે છે.

આંખો માટે પણ ફાયદાકારક 

 આ બી માં  રહેલ વિટામીન A અને E આંખો માટે ખુબ જ ફાયદા કારક છે, જયારે ઝિંક વિટામીન એ ને લિવર સુથી પોહચાડે છે ત્યારે ક્રેમિક રીતે મેલાનિન ઉત્પન્ન થાય છે, જેનાથી આંખોનુ તેજ વધે છે અને આંખોને રક્ષણ આપે છે. 

પુરુષો માટે ફાયદાકારક

દરેક પુરુષના શરિરમાં ઝિકનુ લેવલ વધારે હોવું જરુરી છે, જે આ કોળા બીજ માંથી મળે છે અને જેનાથી મેલ હોર્મોન વધારવાનુ કામ કરે છે અને જો પુરુષોની બોડીમાં ઝિકનું પ્રમાણ ઘટી જાય તો સ્પર્મ ક્વોલિટી ઘટવાનો ડર રહે છે, તો પુરુષોને આ બી ખાવુ જરુરી છે.

જે લોકોને ઉઘ પુરી નથી થતી અથવા ઊઘમાંથી જાગી જાય છે તેઓ ઊંઘતા પહેલા કોળાના બી ખાવાનું શરુ કરી દો જેથી ઊઘ પાછી લાવવામાં મદદ કરે છે.

આ પણ જુઓ :- લીંબુ ભોજન સાથે લેવાથી આ બીમારીઓ થશે દૂર

તો મિત્રો, અહીં Pumpkin Seeds in Gujarati વિશે જાણ્યુ અને તેને ખાવાથી શુ શુ ફાયદા થઈ શકે તેની માહિતી મેળવી, તો હવે જ્યારે પણ કોળા ખાવો ત્યારે તેના બીજ પણ ખાવો જેથી તમારા શરીરને જરુરી પોષક તત્વો મળી રહે. આવી ગુજરાતી હેલ્થ ટીપ્સ માટે અમારી વેબસાઈટ ની મુલાકાત લેતા રહો, આભાર.

નોધ:- આ લેખ માત્ર માહિતી માટે છે. આનો ઉપયોગ કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો.

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment