વરસાદ આગાહી: અરબી સમુદ્રમાં ઓપરેશન ના લીધે તારીખ 8 જૂન ના રોજ વિપુલ જો નામનું ચક્રવાત બન્યું હતું જે ધીરે ધીરે ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે તે ગુજરાતના પશ્ચિમ ભાગના દરિયા કાંઠે તારીખ 14 થી 15 જૂન સુધીમાં ત્રાટકી શકે છે જેના પગલે તંત્ર એક્સલમાં આવી ગયું છે તો વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ તારીખ 15 અને 16 જૂનમાં ગુજરાતના પશ્ચિમ ભાગના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે જેની સંપૂર્ણ માહિતી આપણે આજે આર્ટીકલ ની મદદથી મેળવીશું.
આ જીલ્લામાં ભારે વરસાદી આગાહી
ગુજરાતમાં તારીખ 15 અને 16 જુનના રોજ ભારે પવન સાથે વરસાદ પડી શકે છે, જેથી રાજ્યના અલગ અલગ જિલ્લાઓને ઝોન પ્રમાણે એલર્ટ આપવામાં આવે છે. જેમાં સૌથી વધુ વરસાદ (અતિભારે) ને રેડ અલર્ટ, એનાથી થોડો ઓછો પરંતુ ભારે વરસાદ પડવાની સંભાવના ને ઓરેન્જ ઝોન અને યલો ઝોન એટલે વરસાદ પડવાની સંભાવના જ્યારે ગ્રીન ઝોન વાળા વિસ્તારમાં વરસાદ પડી શકે ના પણ પડી શકે તો આવો જોઈએ કયા વિસ્તારને રેડ અલર્ટ અને ગ્રીન અલર્ટ જાહેર કરવામાં આવેલ છે
15 જૂનની વરસાદ આગાહી
તારીખ 14 જૂનથી લઈને 15 જૂન સુધી નીચે મુજબનો વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં અલગ અલગ જિલ્લાઓ માટે અલર્ટ આપવામાં આવેલ છે. આ તારીખ માં હવામાન વિભાગની વરસાદી આગાહી મુજબ રેડ અલર્ટ નથી પરંતુ ઓરેન્જ ઝોન જાહેર કરાયેલ છે.
ઓરેન્જ ઝોન
જે જિલ્લાઓમાં તારીખ 14 અને 15 જૂન ના રોજ ઓરેન્જ ઝોન જાહેર કરવામાં આવેલ છે તે જિલ્લાઓમાં ભારે થી અતી ભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે. જેમનું નું લિસ્ટ નીચે મુજબ છે
- કચ્છ
- મોરબી
- રાજકોટ
- જુનાગઢ
- પોરબંદર
- દેવભૂમિ
- દ્વારકા
- જામનગર
ઉપરોક્ત જીલ્લામાં તારીખ 14 જૂનના રાતના 8 કલાકથી 15 જૂનના રાતના 8 કલાક સુધી ઓરેન્જ ઝોન જાહેર કરેલ છે જેથી ભારે વરસાદ પાડવાની સંભાવના છે, જ્યારે 16 જૂન ની વરસાદી આગાહી નીચે મુજબ છે.
આ જુઓ:- બિપોરજોય વાવાઝોડાને લઈ ગુજરાત પર વધ્યો ખતરો
16 જૂન ની વરસાદ આગાહી
તારીખ 15 જૂનના રાતના 08:30 કલાક થી 16 જૂનના 08:30 કલાક સુધી નીચે મુજબનું જિલ્લાઓમાં અલગ અલગ ઝોન મુજબ અલર્ટ આપવામાં આવેલ છે.
રેડ અલર્ટ
15 જૂન અને 16 જૂનના રોજ નીચે મુજબના જિલ્લાઓમાં રેડ અલર્ટ આપવામાં આવે છે જેથી તે વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે જેથી વિસ્તારના લોકોને સાવધાની અને નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ઉચાણ વાળા વિસ્તારોમાં સ્થળાંતર કરવાની અપીલ કરવામાં આવેલ છે જાહેર કરાયેલ જિલ્લાઓના નામ નીચે મુજબ છે
- જામનગર દેવભૂમિ
- દ્વારકા
- કચ્છ
ઓરેન્જ ઝોન
તારીખ 15 અને 16 જૂનના રોજ નીચે મુજબના જિલ્લા ઓરેન્જ ઝોન જાહેર કરવામાં આવે છે જેથી આ જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે
- મોરબી
- રાજકોટ
- જૂનાગઢ
- પોરબંદર
યલ્લો ઝોન
તારીખ 16 જૂન માટે નીચે મુજબના જિલ્લાઓમાં યલો અલર્ટ જાહેર કરવામાં આવેલ છે એટલે કે આ જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે
- બનાસકાંઠા
- પાટણ
- સુરેન્દ્રનગર
- બોટાદ
- અમરેલી
- ગીર
- સોમનાથ
- ભાવનગર
- અમદાવાદ
- ગાંધીનગર
- મહેસાણા
- સાબરકાંઠા
આ જીલ્લામાં ભારે પવનની આગાહી
હવામાન વિભાગ દ્વારા વરસાદ આગાહી સાથે સાથે ભારે પવનની આગાહી પણ જાહેર કરવામાં આવી છે જે મુજબ રાજ્યના કેટલાક જીલ્લોમાં 125 થી 135 કી.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂકાઈ શકે છે જેની માહિતી નીચે મુજબ છે
ઉપરોક્ત હવામાન વિભાગનો ચાર્ટ જોતાં કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં પવનની ગતિ 15 જૂનના રોજ 125 થી 135 કી.મી પ્રતિ કલાકની રહેશે. જેથી આ જીલ્લોમાં રેડ અલર્ટ જાહેર કરાયેલ છે. મોરબી જિલ્લામાં પણ પવનની ગતિ 100 થી 120 કિ.મી પ્રતિ કલાકની રહેશે. જ્યારે પોરબંદર અને રાજકોટ માં પવનની ઝડપ 80 થી 100 કી.મી પ્રતિ કલાકની રહેશે અને બીજા જીલ્લોમાં પવનની ઝડપ 30 થી 60 કિમી પ્રતિ કલાકની રહેશે.
આ જુઓ :- બંદર ઉપર લગાવતા સિગ્નલ નો અર્થ: જાણો કયા નંબરનું સિગ્નલ ક્યારે લગાવવામાં આવે છે
તો મિત્રો, તારીખ 15 જૂન ના રોજ બિપોર્જોય વાવાઝોડું ગુજરાતનાં પશ્વિમ ભાગના દરિયા કાઠે ત્રાટક્શે જેની સૌથી વધુ અસર કચ્છ, દેવભૂમિ દ્વારકા , જામનગર, પોરબંદર અને મોરબી જિલ્લાને થવાની સંભાવના છે જેથી જલ્દીથી તમારા મિત્રો અને સગાસબંધીઓ જાણ કરી, વાવાઝોડા પૂર્વે તૈયારી કરી રાખે અને તાજા ન્યૂઝ પ્રમાણે કચ્છ ના કેટલાક દરિયા કિનારાના ગામના લોકોને સ્થળાંતર પણ કરવામાં આવી રહ્યા છે.
અગત્યની લિન્ક
વાવાઝોડાનું લાઈવ સ્ટેટ્સ જોવા માટે | અહીં ક્લિક કરો |
બંદર ઉપર લગાવતા સિગ્નલ નો અર્થ જાણવા | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |
Google News પર જોડાવા માટે | અહીં ક્લિક કરો |