રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2023: રાજકોટ મહાનગરપાલિકાની ફિલ્ડ વર્કર ની વિવિધ જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો કેટેગરી વાઇઝ ઓનલાઈન અરજી કરી શાક છે . જે માટે ઉમેદવારે www.rmc.gov.in પર તા. 12/10/2023 થી તા. 26/10/2023 સુધીમાં લૉગિન કરી અરજી કરવાની રહેશે. તેમજ ઓનલાઇન ફી, અરજી કરવાની રીત, જરૂરી ડૉક્યુમેન્ટ વગેરેની સંપૂર્ણ માહિતી આ આર્ટિકલના માધ્યમથી મેળવીશું.
રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2023
સંસ્થા | રાજકોટ મહાનગરપાલિકા |
પોસ્ટનું નામ | ફિલ્ડ વર્કર |
કુલ જગ્યા | 27 |
અરજી છેલ્લી તારીખ | 26/10/2023 |
અરજી પ્રકાર | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઈટ | rmc.gov.in |
શૈક્ષણિક લાયકાત
રાજકોટ મહાનગરપાલિકા ભરતી ની ફિલ્ડ વર્કરની પોસ્ટ માટે SSC પાસ અને માન્ય સંસ્થામાથી સેનેટરી ઇન્સ્પેક્ટર કોર્ષ પાસ/ સરકાર માન્ય ITI માથી HSI ટ્રેડ પાસ કરેલ હોવા જરૂરી છે.
ઉમેદવારોએ કોમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન ધરાવતા હોવાનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
ઉમેદવાર ગુજરાતી અને હિન્દીનું પર્યાપ્ત જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
પગાર ધોરણ
આ ફિલ્ડ વર્કર ની પોસ્ટ માટે પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ. 16624/- અને પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈને સાતમાં પગારપંચ મુજબ પે મેટ્રિક્સ રૂ. 14800-47100/- સુધીનું પગાર ધોરણ રહેશે.
વયમર્યાદા
આ ભરતી માટે ઉમેદવારની વયમર્યાદા 18 થી 33 વર્ષ સુધીની રહેશે. તેમજ કેટેગરી પ્રમાણે અને મહિલાઓ ઉમેદવારો માટે ઉમરમાં છૂટછાટ રહેશે જે માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
કુલ પોસ્ટ
રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2023 માટે કુલ 27 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે જેની કેટગરી પ્રમાણે માહિતી નીચે મુજબ છે.
પરીક્ષા ફી
બિનઅનામત અને બિનઅનામત મહિલા ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે રૂ. 500/- અને અન્ય કેટેગરી (માજી સૈનિક સહિત) ના ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે રૂ. 250/- માત્ર ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન માધ્યમથી ભરવાની રહેશે.
આ પણ વાંચો:- ગુજરાત મેટ્રોમાં ભરતી 2023, કુલ 82 જગ્યાઓ માટે અરજી કરો અહીથી
અરજી કરવાની રીત
જે ઉમેદવારો રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2023 માટે અરજી કરવા માંગે છે તેઓ તારીખ 26/10/2023 સુધી નીચેના પાગલા ફોલો કરી અરજી કરી શકે છે.
- સૌ પ્રથમ સત્તાવાર સાઈટ www.rmc.gov.in પર જાઓ.
- ત્યારબાદ હોમપેજ પર તમને “Recruitment” મેનૂ દેખાશે તેને પસંદ કરો.
- હવે તમારી સામે ફિલ્ડ વર્કર ની જાહેરાત દેખાશે.
- તમારે “Apply Online” બટન પર ક્લિક કરો.
- તમારી સામે અરજી ફોર્મ ખુલશે જેમાં તમારી પર્સનલ માહિત, શૈક્ષણિક માહિતી વગેરે દાખલ કરો.
- ત્યારબાદ તમારી અનુભવની માહિત અને તમારા ફોટા અને સાઇન અપલોડ કરો.
- સંપૂર્ણ માહિતી ભર્યા બાદ તમારું ફોર્મ ચકાશી અને સબમીટ કરો.
અરજી કર્યા બાદ ઓનલાઈન ફી ભરવાની માહિતી
- પ્રથમ અરજદારે ઓન લાઇન અરજીમાં પોતાની સંપુર્ણ વિગત સેવ કરવાની રહેશે. આમ કરવાથી અરજદારની અરજીનો રેફરન્સ નંબર જનરેટ થશે જે અરજદારે યાદ રાખવાનો રહેશે.
- રેફરન્સ નંબરનો ઉપયોગ કરી અરજદારે પોતાનો સ્કેન કરેલ ફોટોગ્રાફ તેમજ સીગ્નેચર અપલોડ કરવાનો રહેશે.
- ઉમેદવારે અરજી સેવ કર્યા બાદ તેને કનફર્મ કરવાની રહેશે. ત્યાર બાદ જ અરજી માન્ય ગણાશે અને ઓનલાઈન પેમેંટ કરી શકશે
- રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર ફી પેમેંટમાં જઈ, તમારો એપ્લીકેશન નંબર, જન્મ તારીખ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ સર્ચ પર ક્લીક કરવુ. જેથી ફી પેમેન્ટ ગેટ- વે પરથી માત્ર ઓનલાઈન પેમેંટ કરી શકશે. અને ઓન લાઈન પેમેંટ થયા બાદ તુરત્ત એપ્લીકેશનની પ્રીન્ટ કાઢી શકાશે.
આવી રીતે તમે રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2023 ની ઓનલાઇન અરજી કરી શકો છો. જો તમે અરજીની કરવામાં કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો કોમેન્ટ કરી જણાવી શકો છો અને ઓનલાઈન અરજી કરવા તમે આમારી નીચે આપેલ લિન્ક ની મદદ મેળવી શકો છો.
અગત્યની લિન્ક
ઓનલાઈન અરજી કરવા | અહીં ક્લિક કરો |
ઓફિશિયલ જાહેરાત જોવા | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |
અમારી વોટસએપ ચેનલમાં જોડાવા | અહીં ક્લિક કરો |