જાણવા જેવું

RBI Gold Loan Circulation: હવે ગોલ્ડ પર વધુ રકમની લોન મળશે, જાણો આરબીઆઈએ શું કહ્યું

RBI Gold Loan Circulation
Written by Gujarat Info Hub

RBI Gold Loan Circulation : હાલ મોટાભાગના લોકો કે જેઓ નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન મેળવે છે તેઓના મત મુજબ સૌથી સુરક્ષિત ગોલ્ડ લોન હોય છે પરંતુ હાલ નાણાકીય સંસ્થા દ્વારા ગોલ્ડ લોન આપવામાં ઘણી બેદરકારી કરવામાં આવી રહી છે તેથી આરબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી અને જાણ થયું કે નાણાકીય સંસ્થાઓ ગોલ્ડ લોન આપવામાં ઘણી બેદરકારી કરી રહી છે, તેથી આરબીઆઈ દ્વારા આ નાણાકીય સંસ્થાઓને ચેતવણી આપી છે અને એક સર્ક્યુલેશન પણ જારી કર્યું છે, તો ચાલો આ વિશે વિગતવાર જાણકારી મેળવીએ.

આ બેદરકારીઓ જોવા મળી | RBI Gold Loan Circulation

નાણાકીય સંસ્થાઓ કે જે ગોલ્ડ લોન આપે છે તેઓ દ્વારા ઘણી બધી બેદરકારીઓ કરવામાં આવી રહી છે જે નીચે મુજબ છે.

  • ઘણી બધી નાણાકીય સંસ્થાઓ ગોલ્ડનું યોગ્ય મૂલ્ય કરતી નથી એટલે કે ગ્રાહકની ગેરહાજરીમાં જ ગોલ્ડનું મૂલ્ય નક્કી કરી દેય છે.
  • આ ઉપરાંત કેટલીક સંસ્થાઓ લોન આપવાના બાહ્ય એજન્સીની મદદ મેળવે છે અને આ બાહ્ય એજન્સીઓ ગોલ્ડ લોન આપવામાં સારી રીતે કામ કરતી નથી તેથી ગોલ્ડ લોન આપવામાં બેદરકારી જોવા મળે છે.
  • ઘણી નાણાકીય સંસ્થાઓ ગોલ્ડ પર લોન તો આપે છે પરંતુ ગોલ્ડની કિંમત જેટલી યોગ્ય લોનની રકમ આપતી નથી જેમ કે સમય સાથે ગોલ્ડની કિંમત વધે છે પરંતુ ગોલ્ડ પર લોનની રકમ વધતી નથી એટલે કે ગોલ્ડની કિંમત મુજબ લોન આપવામાં નથી આવતી.
  • જ્યારે કોઈ વ્યક્તિ ગોલ્ડ પર લોન લીધી હોય છે અને તે વ્યક્તિ લોનની રકમ ચૂકવી શકતા નથી તો તેના ગોલ્ડ હરાજી કરવામાં આવે છે પરંતુ આ ગોલ્ડની હરાજીમાં પણ નાણાંકીય સંસ્થા દ્વારા ખુલ્લાપણું રાખવામાં આવતું નથી કે ગોલ્ડ હરાજી ક્યારે અને કયા થઈ તેમજ કઈ કિંમત પર થઈ વગેરે..

આમ ગોલ્ડ લોન આપતી નાણાકીય સંસ્થાઓ દ્વારા આવી બેદરકારી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને જોવા મળી તેથી આ નાણાકીય સંસ્થાઓને કેટલાક સૂચનો આપવામાં આવ્યા.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એ શું કહ્યું ?

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ જે પણ નાણાકીય સંસ્થા ગોલ્ડ લોન આપે છે તે સંસ્થાઓને સૂચનો આપ્યા કે તેઓ પોતાની ગોલ્ડ લોન આપવાની પોલિસી અને પ્રક્રિયા ફરી જુએ અને જો તેમાં કોઈ ખામી જણાય તો તુરંત સુધારાઓ કરે.
ગોલ્ડ લોન પર જે પણ ફેરફારો તે ફેરફારો પર નાણાકીય સંસ્થાને સતત નજર રાખવા જણાવ્યું છે.
ગોલ્ડ લોન માટે કોઈ બાહ્ય એજન્સીની મદદ મેળવે છે તો જે તે એજન્સીના કામ માં સુધારો કરવા માટે સતત તપાસ કરવી.

આરબીઆઇ આપી ચેતવણી

આરબીઆઈ ચેતવણી આપી કે જેનાના કે સંસ્થાઓ ગોલ્ડ લોન આપે છે અને તેઓ ઉપર મુજબની બેદરકારી કરે કે ઉપરના સૂચનોનું પાલન નહીં કરે અથવા ત્રણ મહિનાની અંદર જરૂરી સુધારા નહીં કરે તો તે નાણાકીય સંસ્થા સામે કડક પગલાં લેવામાં આવશે.

જો તમે પણ ગોલ્ડ લોન લ્યો છો કે લેવાનું વિચારી રહ્યા છો તો આ સારા સમાચાર છે કારણ કે સંસ્થાઓ દ્વારા ગોલ્ડ લોન આપવામાં હવે વધારે ખુલ્લાપણું રાખવું પડશે જે ગ્રાહકો માટે ફાયદાકારક છે, આ ઉપરાંત તમને જણાવી દઈએ કે આવા કામના સમાચારની માહિતી મેળવવા માટે નીચે અંગ્રેજીમાં ન્યુઝ લખેલું છે તેના પર ક્લિક કરશો એટલે તે વિશે માહિતી મળી જશે, ધન્યવાદ.

About the author

Gujarat Info Hub

Leave a Comment