Gondal Market Yard Red Chili Rate Today I ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ સુકાં મરચાંના ભાવ : ગોંડલ માર્કેટયાર્ડમાં લાલ સુકાં મરચાંના એક મણના રૂપિયા 3801 જેટલા બંપર ભાવ મળ્યા છે. જ્યારે ગંજ બજારમાં લાલ મરચાંની આવક 4150 ભારીની રહી હતી.
Red Chili Rate Today
વિવિધ માર્કેટયાર્ડમાં સુકાં લાલ મરચાંના ભાવ જાણો અહિથી.
ગોંડલ માર્કેટમાં લાલ સુકાં મરચાંના ભાવ : 2501 થી 3801 રૂપિયા
રાજકોટ માર્કેટમાં લાલ સુકાં મરચાંના ભાવ : 1500 થી 3900 રૂપિયા
જામનગર માર્કેટમાં લાલ સુકાં મરચાંના ભાવ: 1200 થી 6005 રૂપિયા
સૌરાષ્ટ્ર સહિત મરચાં ઉત્પાદન કરતાં માર્કેટ યાર્ડોમાં આ વર્ષે મરચાંના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે,તેથી ખેડૂતોને તેમના મરચાંના સારા ભાવ મળી રહ્યા છે. જ્યારે બારમાસ માટે મસાલો ભરતી મહિલાઓનું બજેટ વધી રહ્યું છે.
ગોંડલનાં પ્રખ્યાત લાલ સુકાં મરચાં :
ગોંડલ માર્કેટયાર્ડમાં લાલ મરચાં તેના સ્વાદ,તીખાશ અને લાલ ચટ્ટાક રંગને લીધે વિવિધ ફૂડ પેકેટ્સ બનાવતી કંપનીઓ,ફાસ્ટફૂડ સહિતનાં નાસ્તાગૃહો અને પોતાના રસોડમાં બારેમાસના મસાલા ભરવા માટે ગૃહિણીઓ સહિત સમગ્ર ગુજરાત અને ભારતભર માંથી વેપારીઓ ખરીદી માટે આવે છે. ગોંડલનાં લાલ મરચાંની પરદેશમાં પણ ભારે માંગ રહે છે.
ગુજરાતમાં સૌરાષ્ટ્રના ગોંડલ અને આસપાસના વિસ્તારો સહિત રાજકોટ,મોરબી, જામનગર,જામ કંડોરણા અને અમરેલીના વિવિધ વિસ્તારોમાં મરચાંનું વધુ વાવેતર કરી બંપર ઉત્પાદન લેવામાં આવે છે. ગોંડલ પંથકનું લાલ મરચું સમગ્ર ગુજરાત અને છેક પરદેશ સુધી પણ ખ્યાતી પામેલું હોવાથી અમુક માત્રામાં નિકાસ પણ કરવામાં આવે છે. ગોંડલમાં થતું મરચું તેનો સ્વાદ તીખાશ અને લાલ ચટ્ટાક રંગને લીધે આજે ગૃહિણીની પહેલી પસંદ બન્યું છે.
ગોંડલનાં લાલસુકાં મરચાંની જાતો :
ગોંડલના મરચાંના ઉત્પાદનમાં ખેડૂતો દ્વારા ટેક્નોલોજીનો ઉપયોગ,માફક આવતી જમીન અને નર્મદાનાં નીરના વધામણાં થતાં લાલ મરચાંના ઉત્પાદનમાં વધારો થયો છે. આમ પણ ગોંડલના મરચાં છેલ્લા 30 વર્ષથી તેની રેશમ પટ્ટો,ઘોલર જેવી ઉત્તમ જાતો થી મરચાની જરૂરીયાતને પૂરી પાડી રહ્યાં છે. પરંતુ હાલમાં રેશમપટ્ટો અને ઘોલર જેવી જાતો કરતાં પણ સાંસોધિત જાત સાનિયા ખૂબ પ્રચલિત થઈ છે આ સિવાય રેવા અને 702 મરચાંની જાતોનું પણ ખૂબ ચલણ વધ્યું છે.
થરાનું દેશીમરચું :
આ ઉપરાંત ગુજરાતના બનાસકાંઠાના કાંકરેજ દિયોદર અને ભાભર તાલુકાના વિસ્તારોમાં એક સમયે દેશી મરચાનું બંપર ઉત્પાદન થતું હતું. ત્યાં હવે માત્ર કાંકરેજ તાલુકાના થરા પાસે ખારીયા,ટોટાણાનાં બનાસનદીના પટ્ટામાં હાલમાં પણ લાલ ચટ્ટાક દેશી મરચાનું ઉત્પાદન થાય છે. દેશી મરચું તેનો અસલ સ્વાદ અને સુગંધ અને પ્રમાસરની તીખાસના કારણે ખૂબ લોકપ્રિય છે. અને દૂર દૂર થી આ દેશી મરચાંની ખરીદી માટે લોકો થરા માર્કેટમાં આવે છે.
મિત્રો, ગોંડલનાં લાલ સુકાં મરચાંનાં ભાવ વિશેનો આજનો અમારો આ આર્ટીકલ આપને કેવો લાગ્યો તે અમોને જરૂર જણાવશો અમે કોઈ પણ ઉત્પાદન ખરીદવા કે વેચાણ કરવા પ્રચાર કરતા નથી જે ફક્ત આપની જાણકારી માટે રજૂ કરીએ છીએ અને બીજા આવાજ આર્ટીકલ વાંચવા અમારી વેબ સાઇટ જોતા રહેશો. આજનો અમારો આ આર્ટીકલ વાંચવા બદલ આપનો આભાર !