ભક્તિ ગુજરાતી ન્યૂઝ

Sarangpur Live Darshan: સાળંગપુર હનુમાનજી મંદિર લાઈવ દર્શન, ૐ નામો હનુમંતે

Sarangpur Live Darshan Today
Written by Gujarat Info Hub

Sarangpur Live Darshan: આપણે જાણીએ છીએ કે શનિવાર એ હનુમાનજી દાદા નો દિવસ છે જે દિવસે તમામ દર્શનાર્થીઓ ખાસ કરીને ગુજરાતમાં હનુમાનજી ના સાળંગપુર મદિર ખાતે ભક્તો ની લાંબી લાઈનો જોવા મળે છે અને અહી આવનાર ભક્તોને દર્શન માત્રથી તેમના જીવનના તમામ કષ્ટો દૂર થઈ જાય છે. તો જે મિત્રો આ મંદિરના દર્શન કરી શકતા નથી તેઓ સાળંગપુર હનુમાનજી મંદિર લાઈવ દર્શન પણ હવે નિહાળી શકશે. જેના માટે અહી અમે તમારી સામે લાઈવ લિન્ક સેર કરીશું જેથી તમે ઘરે બેઠા સાળંગપુર કષ્ટ્ભંજ્ન દાદા ના live દર્શન કરી શકો છો.

Sarangpur Live Darshan Timing

સવારનો દર્શન સમય સવારે 6 થી 2
સાંજનો દર્શન સમય બપોરના 4 થી રાત્રે 9 વાગ્યા સુધી
પ્રાસાદનો સમયબપોરના 1 થી 3
પૂજાનો સમયસવારના 8 થી 9
ઓફિશિયલ સાઇટ https://www.salangpurhanumanji.org/

હનુમાન મંદિર, સાળંગપુર ગુજરાતના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનાં સાળંગપુર ગામામાં આવેલું કષ્ટભંજન દેવ હનુમાનનું મંદિર છે, તે સાળંગપુરના હનુમાન તરીકે પણ પ્રસિદ્ધ છે. આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદીના તાબામાં આવે છે. સાળંગપુર ભાવનગરથી માત્ર ૮૨ કી.મી. દુર આવેલુ હોય, કાર કે બસ દ્વારા સરળતાથી પહોંચી શકાય છે. ખાસ કરીને શનિવારે આ મંદિરે દર્શનાર્થીઓની ખુબજ ભીડ હોય છે.

સારંગપુર હનુમાનજી મંદિરનો ઈતિહાસ

મંદિરના ઈષ્ટદેવ કષ્ટભંજન હનુમાનદાદાની મૂર્તિની સ્થાપના સ્વામિનારાયણ સંપ્રદાયનાં ગોપાળાનંદ સ્વામીએ કરી હતી. ગામના દરબાર વાઘા ખાચરને વ્યવહાર મંદ હતો ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત ગોપાળાનંદ સ્વામીએ આ હનુમાનજીની પ્રતિષ્ઠા કરી હતી. વાઘા ખાચરના આગ્રહથી ગોપાળાનંદ સ્વામી સાળંગપુરમાં વિક્રમ સંવત ૧૯૦૪માં આવ્યા. ગામનો સૌથી મોટો પાળિયો હતો તેમાંથી બોટાદના કાના કડિયાને ગોપાળાનંદ સ્વામીએ મૂર્તિ બનાવવાનું કહ્યું. ગોપાળાનંદ સ્વામીએ ૨૦૦ સ્વામીનારાયણ સંતો અને ૨૫ બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં યજ્ઞ કરાવી આ સંવત ૧૯૦૫ની આસો વદ પાંચમના દિવસે હનુમાનજીની નવી મૂર્તિની પ્રાણપ્ર્તિષ્ઠા કરાવી હતી. હાલમાં જે નવા પ્રકારનું મંદિરનું બાંધકામ છે તે શાસ્ત્રીજી મહારાજે કરાવ્યું હતું. તેઓ લગભગ ઇ.સ. ૧૮૮૦ની આજુબાજુ મહંત પદ પર રહ્યા હતા

Sarangpur Live Aarti Time

સારંગપુર હનુમાનજી મંદિર દર્શન માટે સવારે 6 થી 1 વાગ્યા સુધી અને સાંજે 4 થી 9 વાગ્યા સુધીનો છે અને ભક્તો ભગવાનના પ્રસાદનો લાભ બપોરે 1 થી 3 વચ્ચે લઈ શકે છે. અને સારંગપુર હનુમાનજી મંદિર લાઈવ આરતી સમય નીચે મુજબ છે.

સારંગપુર મંદિર આરતી સમય

મંગળ આરતી સમય5:30 am
ખાસ શણગાર આરતી (દર મંગળવાર અને શનિવાર)7:00 am
રાજભોગ10:30 am to 11:00 am
સાંજની આરતીસૂર્યોદય ના 30 મિનિટ પહેલા

આ પણ જુઓ:- અંબાજી મંદિર દર્શન સમય 2023

Sarangpur Live Darshan Today

જે ભક્તો ઘરે બેઠા સાળંગપુર કષ્ટભંજન દેવના લાઈવ દર્શન કરવા માંગતા હોય તેઓ નીચે આપેલ અમારી લિન્ક પર જઇ સાળંગપુર હનુમાનજી મંદિરની લાઈવ આરતી અને દર્શન નિહાળી શકે છે જેના માટે તમારે Youtube તથા ઓફીસીયલ વેબસાઇટની Sarangpur Live Darshan ની લીંક આપેલી છે. જેના પરથી તમે દરરોજ લાઇવ દર્શન કરી શકશો.

સાળંગપુર લાઈવ દર્શન Youtubeઅહી ક્લિક કરો
દાદા લાઈવ દર્શન Official Siteઅહી ક્લિક કરો
હનુમાન ચાલીસા PDF ડાઉનલોડ કરવાઅહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો
મિત્રો, ગુજરાતનાં તમામ મદિરોનો દર્શન સમય અને આરતી સમય ની વધુ માહિતી માટે તમે નીચે આપેલ લેખ પણ જોઈ શકો છો.

આ જુઓ:- દ્વારકાધીશ મંદિર દર્શન સમય અને દ્વારકા મંદિર નો ઈતિહાસ




Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment