School transportation Scheme I શાળા પરિવહન યોજના : રાજયમાં પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણ પછી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓ ધોરણ 9 થી 12 નો અભ્યાસ પૂર્ણ કરે અને રાજયમાં ડ્રોપ આઉટ રેટને દૂર કરી શકાય તે માટે સરકાર દ્વારા વિદ્યાર્થીના હિતમાં સમયાંતરે વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવે છે.
School Transportation Scheme
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં નવી ત્રણ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. જેમાં નમો લક્ષ્મી,નમો સરસ્વતી અને આજરોજ લોન્ચ કરેલી શાળા પરિવહન યોજના ધોરણ 12 સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગુણવત્તા સભર શિક્ષણની સાથે તેઓ સલામત અને સરળતા થી પોતાના રહેઠાણ થી શાળા સુધી આવાગમન કરી શકે તે માટે શાળા પરિવહન યોજના શરૂ કરવામાં આવી છે.
અહી અમે યોજનાનો લાભ લેવાની પાત્રતા વિશે જણાવી રહ્યા છીએ. તે મુજબ ગુજરાતની સરકારી માધ્યમિક શાળાઓ અને અનુદાનિત માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. તદ અનુસાર પોતાના રહેઠાણ થી તેમની શાળાનું અંતર 5 કિમી અથવા તેનાથી વધુ હશે તેવી શાળામાં ભણતા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે.
સરકાર દ્વારા શિક્ષણના સાર્વત્રિકરણને સુનિશ્ચિત કરવા માટે શાળા પરિવહન યોજના શરૂ કરવામાં આવી છે. તેનાથી વિદ્યાર્થીઓ સરળતા પૂર્વક અને સુરક્ષિત રીતે શાળા સુધી આવાગમન કરી શકેશે અને પોતે ધોરણ 12 સુધી પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકે તે હેતુસર આ નવી યોજના લોન્ચ કરવામાં આવી છે.
શાળા પરિવહન મેળવવાની પાત્રતા :
વિદ્યાર્થી ધોરણ 9 થી 12 ની સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા અથવા અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માં અભ્યાસ કરતા હોવા જોઈએ. વિદ્યાર્થીના રહેઠાણથી શાળાનું અંતર 5 કિમીની ત્રિજ્યાર્થી દૂર હોવું જોઈએ.
યોજનના લાભ :
વિદ્યાર્થી દીઠ માસિક રૂપિયા 600 પ્રમાણે વર્ષ ના રૂપિયા 6000 ની જોગવાઈ કરવામાં આવી છે.
યોજનાની શરતો :
આ યોજના અંતર્ગત વિદ્યાર્થીએ પોતાના રહેઠાણ થી પ્રથમ નજીકની શાળામાં પ્રવેશ લીધેલ હોવો જોઈએ. તેમજ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કોઈ યોજનાનું ડુપ્લીકેશન થવું જોઈએ નહી. તેમજ
સર્વ શિક્ષા અભિયાન અને સરકારની ગાઈડ લાઇન અને અગાઉની સૂચનાઓ મુજબ અમલીકરણ કરવાનું રહેશે
આ પણ વાંચો : Namo Lakshmi Yojana: હવે શાળાઓની વિધાર્થીનીઓને મળશે કુલ 50000 ની સહાય, જાણો નમો લક્ષ્મી યોજનાની સંપુર્ણ માહિતી