કપાસના આજના ભાવ : ગુજરાતની મોટા ભાગની બજારોમાં કપાસની આવક સારા પ્રમાણમાં જોવા મળી રહી છે ત્યારે કપાસના આ સિઝનનો સૌથી ઉચો ભાવ રૂ. ૧૬૭૧ પ્રતિ મણ સિધ્ધપુર માર્કેટયાર્ડમાં ખેડૂતોને મળતા ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા હતા. સુધીનો રહ્યો છે. હવે જોવાનુંએ રહ્યુ કે શુ રાજ્યમાં હજુ પણ કાપસના ભાવ વધશે. ગુજરાતની તમામ માર્કેટોમાં કપાસના ભાવ વધતા જઈ રહ્યા છે. જો કપાસના ૨ મહિના પહેલાના ભાવની સાથે આજે સરખામણી કરીએ તો આજે માર્કેટમાં તેનો ભાવ ૫૦૦ રુપીયા જેટલો વધ્યો છે.
આંતરરાષ્ટ્રીય બજારોમાં કપાસના ભાવો વધતાં છેલ્લા બે માસથી કપાસના ભાવમાં ઉતરો ઉતર વધારો થઈ રહ્યો છે. માર્કેટયાર્ડના વિશેષજ્ઞો નું કહેવું છે કે આવનારા દિવસોમાં કપાસનો ભાવ હજુ પણ વધારો જોવા મળી શકે છે. તેમના અંદાજ મુજબ ગુજરાતની માર્કેટયાર્ડોમાં આગામી મહીનામાં 1800 આસપાસ રહેવાની ધારણા કરી છે. જ્યારે કેટલાક સારા કપાસનો ભાવ 1900 રુપિયા પ્રતિ મણ આસપાસ રહી શકે છે.
અગાઉના વર્ષોમાં માર્કેટમાં કપાસના સારા ભાવ મળતાં ખેડુતો હજુ ગત વર્ષમાં મળેલા સારા ભાવની આશાએ પોતાનો માલ સંઘરી રહ્યા છે. હવે જોવાનુ રહ્યુ કે આગળ જતા હજું કેટલા ભાવ વધી શકે છે.
કપાસના આજના ભાવ
ગુજરાતનાં કપાસનાં પીઠામાં જોવા મળેલા કપાસના ભાવ અહી આપના માટે રજૂ કરી રહ્યા છીએ.
માર્કેટયાર્ડનું નામ | કપાસના ભાવ |
વિસનગર માર્કેટ યાર્ડ | 1645 |
પાટણ માર્કેટ યાર્ડ | 1639 |
થરાં માર્કેટ યાર્ડ | 1660 |
સિધ્ધપુર માર્કેટ યાર્ડ | 1671 |
અમરેલી માર્કેટ યાર્ડ | 1614 |
બગસરા માર્કેટ યાર્ડ | 1625 |
ભાવનગર માર્કેટ યાર્ડ | 1600 |
બોડેલી માર્કેટ યાર્ડ | 1530 |
રાજકોટ માર્કેટ યાર્ડ | 1601 |
મોરબી માર્કેટ યાર્ડ | 1576 |
હીમતનગર માર્કેટ યાર્ડ | 1640 |
જામનગર માર્કેટ યાર્ડ | 1640 |
લીબડી માર્કેટ યાર્ડ | 1646 |
હાપા માર્કેટ યાર્ડ | 1640 |
ગોંડલ માર્કેટ યાર્ડ | 1601 |
આ જુઓ:- School Transportation Scheme: શાળા પરિવહન યોજના અને તેના લાભ વિશે જાણો અહીથી