ગુજરાતી ન્યૂઝ નિબંધ લેખન વ્યક્તિ વિશેષ

નેતાજી જયંતી: હવે 23 જાન્યુઆરીએ નેતાજી સુભાષચંદ્ર બોઝ ની જન્મજયંતિ ને પરાક્રમ દિવસ તરીકે મનાવવામાં આવશે

Written by Gujarat Info Hub

ભારત માતાના પનોતા પુત્ર ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ ના મહાન સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝ ના જન્મ દિવસ 23 જાન્યુયારીના દિવસને ભારત પરાક્રમ દિવસ તરીકે ઉજવે છે . સુભાષચંદ્ર બોઝ નો જન્મ 23 જાન્યુઆરી 1897 ના રોજ પ્રભાવતીદેવીની કૂખે  કાયસ્થ પરિવારમાં ઓરીસ્સાના પાટનગર કટકમાં થયો હતો . તેમના પિતાનીનું નામ જાનકીદાસ બોઝ હતું .તેમને અંગ્રેજોએ રાયબહાદુરનો ખિતાબ આપ્યો હતો. જાનકીદાસ બોઝે  કટકની નગરપાલીકા માં ,ઓરીસ્સાની વિધાનસભામાં તેમની સેવાઓ આપી હતી . તેઓ વ્યવસાયે પ્રસિધ્ધ વકીલ હતા .શરૂઆતમાં સરકારી વકીલ અને પછી પોતાની સ્વતંત્ર પ્રેક્ટીસ કરતા હતા. સુભાસચંદ્ર બોઝ ને 13 ભાઈબહેન હતાં જેમાં 6 બહેનો 7 ભાઈઓ હતા . સુભાસચંદ્ર બોઝ પાંચમા પુત્ર હતા .

તેમનું પ્રાથમિક શિક્ષણ  કટકની પ્રોટેસ્ટંટ પ્રાથમિક શાળાથી શરૂ કર્યું હતું . ત્યારબાદ આગળના અભ્યાસ માટે રેવેનસા શાળામાં દાખલ થયા હતા. તેમના કોલેજના અભ્યાસ દરમ્યાન તેમના આચાર્ય વેણી માધવદાસ અને સ્વામી વિવેકાનંદના વિચારોનો તેમના ઉપર ખૂબ પ્રભાવ પડયો હતો . સુભાષચંદ્ર બોઝ (Subhash Chandra Bose ) દર્શનશાસ્ત્ર જેવા ગહન વિષયમાં  ખૂબ જ્ઞાન ધરાવતા હતા . તેમની ઈચ્છા બંગાળ રેજીમેંટ માં ભરતી થવાની હતી .પરંતુ  આંખોની નબળાઈને લીધે તેઓ તેમાં સફળ થઈ શક્યા નહીં . પરંતુ બી.એ .ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરી . અને સમગ્ર કલકત્તા વિશ્વ વિધાલયમાં બીજા ક્રમે ઉત્તીર્ણ થયા .

Subhash Chandra Bose in Gujaratiસુભાષચંદ્ર બોઝ

સુભાષચંદ્ર બોઝ ના પિતાની ઇચ્છા હતી કે તેઓ આઈ.સી.એસ .પરીક્ષા પાસ કરે .તેથી  સુભાષચંદ્ર બોઝ 15 સપ્ટેમ્બર 1919 ના રોજ આઈ.સી.એસ . પરીક્ષા પાસ કરવા માટે ઈગ્લેંડ ગયા . અને 1920 માં ચોથા નંબરે પરીક્ષા પાસ કરી. પરંતુ તેમના મન ઉપરતો સ્વામી દયાનંદ સરસ્વતી અને મહર્ષિ અરવિંદ ઘોષના વિચારોનો ઉંડો પ્રભાવ હતો . તેઓ આઈ.સી.એસ . બની અંગ્રેજ સરકાર ની ગુલામી વાળી નોકરી કરવા માગતા ના હતા . તેથી તેમણે તેમના મનની વાત કરવા તેમના મોટાભાઇ શરદચંદ્રને પત્ર લખ્યો .  તે સાથેજ સુભાષચંદ્ર બોઝે 22 એપ્રિલ 1921ના રોજ તેમનું રાજીનામું આપી દીધું .

રવિન્દ્રનાથ ટાગોરની સલાહ મુજબ તેઓ ભારત પાછા આવ્યા . અને 20 જુલાઇ 1921 ના રોજ મુંબઇ જઈ મહાત્મા ગાંધી સાથે મુલાકાત કરી . આ મુલાકાત એમની ગાંધીજી સાથેની પહેલી મુલાકાત હતી . ગાંધીજીએ તેમને કલકતા જઈ ચિતરંજનદાસ સાથે સ્વાતંત્રતા માટેની ચળવળ માં જોડાઈ કામ કરવા જણાવ્યું .તે સમયે ગાંધીજી અસહકારનું આંદોલન ચલાવી રહ્યા હતા .અને ચિતરંજનદાસ બંગાળ માં તે માટેનું નેતૃત્વ કરી રહ્યા હતા . પરંતુ 5 ફેબ્રુઆરીએ ચૌરી ચૌરામાં હિંસાનો બનાવ બનતાં ગાંધીએ અસહકારનું આંદોલન સમેટી લીધું .

 ચિતરંજનદાસે સ્વરાજ પાર્ટીની સ્થાપના કરી જેથી . સરકારમાં અંગ્રેજો સામે લડત આપવા તે જરૂરી હતું તેમની પાર્ટીની  કલકત્તાની નગરપાલીકામાં સ્વરાજ પાર્ટીની જીત થઈ . અને સુભાષચંદ્ર બોઝ ને નગરપાલીકના પ્રમુખ બનાવ્યા . નગરપાલીકામાં તેમણે સ્વાતંત્ર્ય સેનાનીના હિતનાં અનેક કાર્યો કર્યાં .

કલકત્તામાં યોજાયેલી એક વિશાળ રેલીની સુભાષચંદ્ર બોઝ રાષ્ટ્રધ્વજ ફરકાવી  આગેવાની  કરી રહ્યા હતા ત્યારે તેમને લાકડીઓનો અસહ્ય માર મારી ઘાયલ કર્યા અને જેલમાં બંધ કરી  દીધા . ત્યારબાદ 1925 માં પણ તેમને કોઈ કારણ આપ્યા વિના મ્યાંમાર ની મંડાલે જેલમાં બંધ કરી  દેવામાં આવ્યા . આમ સુભાસચંદ્ર બોઝે  કુલ 11 વખત જેલ વાસ ભોગવ્યો હતો.

કલકત્તામાં દેશબંધુ ચિતરંજનદાસના મૃત્યુના ખબર તેમને મ્યાંમારની મંડાલે ની જેલમાં હતા ત્યારે મળ્યા હતા. આ સમાચાર તેમણે રેડિયો ઉપર શાંભળ્યા  હતા . જેલમાં તેમની તબિયત ખુબજ બગડી .પરિણામે અંગ્રેજ સરકારે તેમને જેલ માંથી છોડવા પડયા . સુભાષચંદ્ર બોઝ સારવાર માટે ડેલહાઉશી ગયા .  ફરીથી 1930 માં તેમને જેલવાસ થયો . અને બીમારીમાં સપડાયા . ત્યારબાદ 1932 માં પણ ફરીથી જેલવાસ થયો પરંતુ ફરી બીમાર થતાં તેમને જેલમાથી છોડવામાં આવ્યા .દાક્તરો એ તેમને યુરોપ સારવાર લેવાની સલાહ આપતાં તેઓ યુરોપ ગયા .

તેઓ તેમના યુરોપના પ્રવાસ દરમ્યાન ઈટલી ,આયર્લેંડ ,ઓસ્ટ્રીયા ગયા. તેઓ યુરોપમાં સરદાર વલ્લભભાઈ પટેલના ભાઈ વિઠ્ઠલભાઈ પટેલને મળ્યા.  વિઠ્ઠલભાઈ પટેલની બીમારીમાં નેતાજીએ ખૂબ સેવા ચાકરી કરી. પરંતુ બીમારીમાં વિઠ્ઠલભાઈનું અવસાન  થયું . 1934 માં કલકત્તામાં તેમના પિતાજી બીમાર છે તેવા સમાચાર મળતાં તેઓ કલકત્તા પાછા ફર્યા

પ્રેમ અને એમીલી સેંકલ સાથે લગ્ન

સુભાષચંદ્ર બોઝ જ્યારે બીમારીમાં તેમની સારવાર કરવા ઓસ્ટ્રીયા ગયા ત્યારે તેમને તેમના ઓસ્ટ્રીયાના આ સમયના રહેવાસ દરમ્યાન એક અંગ્રેજી ટાઈપિસ્ટની જરુરીયાત રહેતી હતી .તેમના મિત્રની મદદ થી એમીલી સેંકલ નામની મહિલા તેમના પરિચય માં આવી . એમીલી સેંકલ તેમના ટાઇપીંગનું કામ સંભાળતી હતી સુભાસચંદ્ર બોઝ અને એમીલી સેંકલ ના લાંબા સહવાસને લીધે. તેમને એક બીજા સાથે પ્રેમ થયો . અહીના જર્મન નાઝી ના કડક કાયદાઓ હતા . સુભાસચંદ્ર બોઝ અને એમીલી એ  હિન્દુ સાસ્ત્રોક્ત વિધીથી લગ્ન કરી લીધાં . આ સહવાસ થી  એમીલી એ  પુત્રી ને જન્મ આપ્યો . સુભાસચંદ્ર બોઝ જ્યારે તેમની દીકરીને જોવા ગયા ત્યારે તે માત્ર એકાદ મહિનાની હતી .સુભાષ બાબુએ જ એનું નામ અનીતા પાડયું હતું. બીજા વિશ્વ યુદ્ધ પછી એમીલીએ  તાર વિભાગમાં નોકરી કરીને તેમનું ગુજરાન ચલાવ્યું .1948 માં સુભાસચંદ્ર બોઝ ના મોટાભાઇ શરદચંદ્ર વિયેના ગયા ત્યારે અનીતાએ તેમનો ખૂબ ભાવ પૂર્વક આદર સત્કાર કર્યો હતો . હાલમાં અનીતા જીવીત છે . અને તે ક્યારેક ભારત પણ આવે છે. અનિતાએ પોતાના પિતાજી પર લખેલું એક પુસ્તક તેમને તે વખતના આપણા  રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ને પોતાના હાથેજ અર્પણ કર્યું હતું .

કોંગ્રેસ ના અધ્યક્ષ અને રાજીનામું

1938 માં કોંગ્રેસ ના 51 મા અધિવેશનમાં ગાંધીજી એ સુભાષચંદ્ર બોઝને અધ્યક્ષ માટે પસંદ કર્યા . સુભાષચંદ્રબોઝ  અધ્યક્ષ બન્યા પછી  તેમણે સર વિશ્વેસરૈયા ના અધ્યક્ષ પદે એક વિજ્ઞાન પરીષદની સ્થાપના કરી. તેમજ જવાહરલાલ નહેરૂના અધ્યક્ષ સ્થાને  યોજના આયોગની સ્થાપના કરી. સુભાષચંદ્ર બોઝે તેમના અધ્યક્ષ પદ હેઠળ અનેક મહત્વનાં કાર્યો કર્યા . યુરોપમાં બીજા વિશ્વયુધ્ધ દરમ્યાન સુભાષચંદ્ર બોઝ ઇચ્છતા હતા કે ઈગ્લેંડની આ મુશ્કેલીનો લાભ ઉઠાવવા સ્વતંત્રતા માટેની ચળવળ ને વધુ સક્રીય બનાવવી જોઈએ. પરંતુ ગાંધીજી આ બાબતે સહમત થતા ન હતા.તેઓ હમેશા સુભાષચંદ્ર બોઝ ની આ કાર્ય પધ્ધતિ થી નારાજ રહેતા હતા.

1939 ના કાંગ્રેસ અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝને અધ્યક્ષ પદે ચાલુ રાખવા માટે રવિન્દ્રનાથ ટાગોરે ગાંધીજીને પત્ર લખી ભલામણ કરી હતી .આ ઉપરાંત પ્રફુલ્લચંદ્ર રાય અને મેઘનાદ સાહા જેવા વૈજ્ઞાનિક પણ ઇચ્છતા હતાકેસુભાષચંદ્ર બોઝ કાંગ્રેસ ના અધ્યક્ષ સ્થાને રહે .પરંતુ ગાંધીજી ઇચ્છતા હતા કે સુભાષચંદ્ર બોઝ કાંગ્રેસના પ્રમુખ પદે ચાલુ ના રહે. એટલેજ ગાંધીજી એ પટ્ટાભી સીતારામૈયાને  પ્રમુખ પદના ઉમેદવાર તરીકે ઊભા રાખ્યા .અને ઘણાં વર્ષો પછી કાંગ્રેસ અધ્યક્ષ માટે ચૂંટણી થઈ . અને સુભાસચંદ્ર બોઝ 203 મતોથી વિજયી થયા. ગાંધીએ સીતારામૈયાની હારને પોતાની હાર બતાવી . અને કોંગ્રેસના કારોબારીના 14 સભ્યો માંથી 12 સભ્યોએ રાજીનામાં આપ્યાં .

કોંગ્રેસના ત્રિપુરા અધિવેશનમાં અતિશય તાવ હોવા છતાં સુભાષચંદ્ર બોઝ હાજર રહ્યા હતા .તેઓ ઇચ્છતા હતા કે કોંગ્રેસના અધ્યક્ષ સ્થાને યોગ્ય ઉમેદવાર મળી રહે . પરંતુ ગાંધીજી  1939 ના ત્રિપુરા ના  કોંગ્રેસ અધિવેશનમાં ગેર હાજર રહ્યા હતા.  છેવટે સુભાષચંદ્રબોઝે કંટાળીને 29 એપ્રિલ 1939 ના રોજ અધ્યક્ષ પદે  થી તેમનું રાજીનામું આપ્યું .

ફોરવર્ડ બ્લોકની રચના

1939 ની ત્રીજી મે નારોજ સુભાસચંદ્ર બોઝે  ફોરવર્ડ બ્લોકની રચના કરી. અને ફોરવર્ડ બ્લોક એ સ્વતંત્ર પાર્ટી બની ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ અને સ્વતંત્રતા ચળવળમાં વધુ સક્રીય બની . અંગ્રેજ સરકારે સુભાષચંદ્ર બોઝ  સહિત ઘણા કાર્યકર્તાઓને જેલમાં પુરીદીધા . સુભાષચંદ્ર બોઝે જેલમાં  આમરણાંત ઉપવાસ શરૂ કર્યા . એટલે અંગ્રેજ સરકારે તેમને જેલમાંથી છોડી મુક્યા પરંતુ તેમને તેમના ઘરમાંજ નજર કેદ રાખવામાં આવ્યા. 16 જાન્યુઆરી 1941 ના દિવસે સુભાષચંદ્ર બોઝ  વેશ પલટો કરીને ઘરમાંથી  નીકળી ગયા . તેઓ પેશાવર અને ત્યાં થી કાબુલ અને બાદમાં જર્મની દૂતાવાસની મદદ થી મોસ્કો થઈ જર્મની રાજધાની બર્લિન પહોચ્યા . બર્લિનમાં તેમણે આઝાદહિન્દ રેડીયો ની સ્થાપના કરી . તેઓ એડોલ્ફ હિટલરને પણ મળ્યા . પછી સબમરીનમાં બેસીને ઇંડોનેશિયા .પહોંચ્યા .

આઝાદ હિન્દ ફોજની રચના અને આઝાદ હિન્દ ફોજ નાં સૂત્રો

 સિંગાપુરમાં તેમણે રાસબિહારી બોઝને મળીને સ્વતંત્રતા પરિષદની કમાન શંભાળી અને .આઝાદ હિન્દ ફોજની સ્થાપના કરનાર રાસબિહારી બોઝે આઝાદ હિન્દ ફોજનું સુકાન નેતાજીને સોપ્યું . તેમણે ઝાંસીકી રાની નામની મહિલા સેનાની ટુકડીઓ પણ બનાવી . અને સુભાષચંદ્ર બોઝે  આ સમયે નારો આપ્યો જે આઝાદ હિંદ ફોજનાં સૂત્રો ‘તું મુઝે ખૂન દો  મૈ તુમ્હે આઝાદી દૂંગા ‘ અને ચલો દિલ્હી એ સૈન્ય ને જુસ્સો પૂરો પાડયો તેમણે જાપાનની સેનાની મદદથી હિન્દ પર આક્રમણ કર્યું . તે વખતે તેમને સૈન્યને હાકલ કરતાં કહ્યું ‘ચલો દિલ્હી ‘  તેમની સેનાએ સૌ પ્રથમ આંદામાન નિકોબાર જીતી લીધાં . ત્યારબાદ ઇંફાલ અને કોહિમા પર આક્રમણ કર્યું પરંતુ પરંતુ અંગ્રેજ સેનાની વધતી તાકાત સામે તેમને પાછા પડવું પડયુ .

અંતિમ વિદાય

18 ઓગસ્ટ 1945 ના દિવસે સુભાષચંદ્ર બોઝ વિમાન મુસાફરી કરી રહ્યા હતા .તેમનું વિમાન મંચૂરીયા તરફ જઈ રહ્યું હતું .ત્યારે  વિમાન દુર્ઘટના થઈ અને તેમાં તેઓ હતા, તેવું કહેવાય છે .પરંતુ ત્યારબાદ તેઓ ક્યારેય દેખાયાનથી . 23 ઓગસ્ટ 1945 ના રોજ ટોકિયો રેડિયોએ આ અંગેની ખબર આપી હતી . ભારત માતાના પનોતા પુત્ર અને પ્રખર સ્વાતંત્ર્ય સેનાનીને હ્રદય પૂર્વક શ્રધ્ધાંજલી .  

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment