કોલ લેટર ડાઉનલોડ ગુજરાતી ન્યૂઝ

TAT Call Letter 2023: આજે TAT પરીક્ષા, તમારો ટાટ કોલ લેટર 2023 ડાઉનલોડ કરો

TAT Call Letter 2023
Written by Gujarat Info Hub

TAT Call Letter 2023: ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TAT પરીક્ષા માટે તારીખ 01/05/2023 ના રોજ જાહેરનામું બહાર પાડયું હતું. ત્યારબાદ લાયકાત ધરાવતા ઉમેદવારો TAT પરીક્ષા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન ફોર્મ તારીખ 2/05/2023 થી 20/05/2023 સુધી ભર્યા હતા અને TAT ની પ્રાથમિક પરીક્ષા તારીખ 4/06/2023 ના રોજ યોજવાની છે, જેથી જે ઉમેદવારોએ શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક માટે ઓનલાઈન ફોર્મ ભરેલ છે,તેઓ પોતાનો TAT કોલ લેટર 2023 ઓજસ પર જઈ ડાઉનલોડ કરી શકે છે.

રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ટાટ ની પરીક્ષા ધોરણ 9 થી 12 માટે માધ્યમિક શિક્ષકો તરીકે ની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ઓનલાઇન જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જેથી TAT હોલ ટિકિટ 2023 તારીખ 29/05/2023 ના બપોરના 2 કલાકથી તારીખ 4/06/2023 ના બપોરના ના 12 કલાક સુધી ઓજસ પરથી પોતાનો TAT Exam કોલ લેટર મેળવી શકશે. આ પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવશે, જેમાં પ્રથમ તબક્કો પ્રાથમિક પરીક્ષા જે MCQ બેઝ રહેશે અને આજે આપણે ટાટ ની પ્રાથમિક પરીક્ષા ના કોલ લેટર અને સિલેબસ વિશે સંપૂર્ણ માહિતી આર્ટિકલ ની મદદથી મેળવીશું.

TAT Call Letter 2023

બોર્ડગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ
આર્ટિકલનું નામGujarat Secondary (Teachers Aptitude Test)
પોસ્ટ ટીચરધોરણ 9 થી 12 સુધી
જાહેરાત ક્રમાંકTAT-S/2023/5436-5476
પ્રાથમિક પરીક્ષા તારીખ04/06/2023
કોલ લેટર તારીખ  29/05/2023 
પરીક્ષા માળખું પ્રાથમિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષા
કેટેગરી  કોલ લેટર
ઓફિસિયલ સાઇટwww.sebexam.org

  રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્યની સરકારી શાળાઓમાં શિક્ષક બનવા માટે ઉમેદવારોની યોગ્યતા ચકાસવા માટે રાજ્ય કક્ષાની શિક્ષક અભિરુચિ કસોટીનું આયોજન કરશે. પરિક્ષા માટે જરૂરી આવશ્યક વિગતો અને અપડેટ્સ તે મુજબ સત્તાવાર વેબસાઇટ પર ઉમેરવામાં આવશે

Gujarat TAT Exam Pattern 2023

ગુજરાતમાં શિક્ષક અભિરુચિ કસોટી માટેની સ્પર્ધાત્મક કસોટી બે તબક્કામાં લેવામાં આવશે 

  • પ્રાથમિક પરીક્ષા
  • મુખ્ય પરીક્ષા

ટાટ પ્રાથમિક પરીક્ષા માળખું

  •  આ પરીક્ષા નુ પેપર માળખું Multiple Choice Questions (MCQ) મુજબનું રહેશે.
  • આ પેપર ની ભાષા ગુજરાતી અને અંગ્રેજીમાં રહેશે
  • પેપર બે ભાગમાં રહેશે જેમાં બંને ભાગના 100-100 માર્ક્સના હશે
  • પ્રાથમિક પરીક્ષા કુલ 200 માર્કની રહેશે
  • પ્રાથમિક પરીક્ષા નો સમય ત્રણ કલાકનો રહેશે
  • આ પરીક્ષામાં દરેક ખોટા પ્રશ્નો ઉપર માઇનસ 0.25 નેગેટિવ માર્ક કિંગ થશે
Section-I: General Studies100 Questions & 100 Mark
Section-II: Special Subject Test100 Questions & 100 Mark
ટોટલ સમય :- 180 minutes

 મુખ્ય પરીક્ષા

  •  મુખ્ય પરીક્ષામાં કુલ બે પેપર રહેશે
  • બંને પેપરો નું માળખું ડિસ્ક્રિપ્ટીવ એટલે વર્ણાત્મક રહેશે
  • પેપર 1 ભાષા મુજબનું અને પેપર 2 પસંદ કરેલ વિષય મુજબનું રહેશે
  • પેપર 1 નો સમય 150 મિનિટનો રહેશે
  •  પેપર 2 નો સમય 180 મિનિટનો રહેશે
Language Ability (English Medium/ Hindi Medium/ Gujarati Medium)100 marks150 minutes
Subject Specific & Pedagogy100 marks180 minutes

TAT કોલ લેટર 2023 ડાઉનલોડ કેવી રીતે કરવો ?

 અમે અહીં ગુજરાત TAT કોલ લેટર 2023 ડાઉનલોડ કરવા માટેના સરળ સ્ટેપ મૂક્યા છે, જેને તમે ફોલોવ કરી સત્તાવાર વેબસાઈટ પર જઈ અને તમારો TAT Call Letter 2023 તારીખ 29/05/2023 ના રોજ બપોરના 2 વાગ્યા બાદ ડાઉનલોડ કરી શકશો.

  • સૌપ્રથમ ઓજસ વેબસાઈટ ની મુલાકાત લો
  •  ત્યારબાદ નોટિસ બોર્ડ પર ” TAT Call Letter 2023 ” ની લીંક દેખાશે તેના પર ક્લિક કરો.
  •  ત્યારબાદ નવા પેજમાં તમારો રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ નાખો 
  • ત્યારબાદ પ્રિન્ટ કોલ લેટર બટન પર ક્લિક કરી કરો
  •  હવે તમારી સ્ક્રીન સામે TAT કોલ લેટર 2023 દેખાશે
  •  ભવિષ્યના ઉપયોગ માટે આ કોલ લેટર ને ડાઉનલોડ કરી અને પ્રિન્ટ નિકાળી રાખો.

મિત્રો TAT Exam 2023 ની પ્રાથમિક પરીક્ષા તારીખ 4/06/2023 ના રોજ યોજાવાની છે, જેના કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવા તેની તેમની સંપૂર્ણ વિગત તમે અહીથી મેળવી. જે ઉમેદવારો પ્રિલિમનરી પરીક્ષા માં ઉત્તીર્ણ થશે તેઑ મુખ્ય પરીક્ષા આપી શકશે.

અહી જુઓ :- Gujarat TAT Exam Pattern & Syllabus

TAT Call Letter 2023 ની સાથે જો તમે Tat નો સિલેબસ વિષે પણ સંપૂર્ણ માહિતી મેળવવા માગતા હોવ તો અમારી ઉપર આપેલ લિન્ક પર ક્લિક કરી મેળવી શકો છો, જો કોલ લેટર ડાઉનલોડ કર્યા બાદ નામ માં કે કોલ લેટરમાં બીજી કઈ ભૂલ હોય તો તમે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર નો સંપર્ક કરી શકો છો.

FAQ’s

TAT ની પરીક્ષા કેટલા તબક્કા માં યોજાશે ?

ગુજરાત TAT ની પરીક્ષા બે તબક્કા માં લેવાશે જેમાં પ્રથમ પ્ર્લીમનરી પરીક્ષા અને ત્યારબાદ મુખ્ય લેખીત પરીક્ષા

TAT કોલ લેટર 2023 ક્યારથી ડાઉનલોડ કરી શકાશે ?

TAT કોલ લેટર 2023 તારીખ 29 મે 2023 ના રોજ બપોરના 2 વાગ્યા પછી ડાઉનલોડ કરી શકાશે.

TAT Call Letter 2023 Download કરવા સત્તાવાર સાઇટ કઈ છે ?

તમે ojas.gujarat.gov.in પરથી TAT Exam Call Letter 2023 ડાઉનલોડ કરી શકશો.

શિક્ષક અભિરુચિત કસોટી (માધ્યમિક) ની પ્રાથમિક પરીક્ષા કેટલા માર્કની રહેશે ?

શિક્ષક અભિરુચિત કસોટી (માધ્યમિક) ની પ્રિલિમનરી પરીક્ષા 200 માર્કની રહેશે.

About the author

Gujarat Info Hub

Leave a Comment