Automobile

જો તમે સસ્તી ઈલેક્ટ્રીક કાર લેવાનું વિચારી રહ્યા છો તો, બેસ્ટ છે આ કાર

ઈલેક્ટ્રીક કાર
Written by Gujarat Info Hub

ઈલેક્ટ્રીક કાર : ટાટા મોટર્સ ભારતની અગ્રગણ્ય કાર ઉત્પાદક કંપનીઓમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. ટાટા મોંઘી વૈભવી કાર થી લઈ ગરીબ મધમવર્ગને પોષાય તેવી ઓછી કિમતની સસ્તી કાર પણ બનાવે છે. પેટ્રોલ,ડીઝલ અને ત્યારબાદ સી.એન.જી. ની અવનવી શ્રેણીઓ બજાર માં આવ્યા બાદ હાલમાં ઇલેક્ટ્રીક કારોનું ચલણ ખૂબ વધ્યું છે. મોંઘા બળતણ ખર્ચને કારણે ઘણા લોકો આજકાલ ઇલેક્ટ્રીક કારને પસંદ કરી રહ્યા છે. સામાન્ય રીતે ઇલેક્ટ્રીક કાર તેના વર્ગની પેટ્રોલ કારની સરખામણી એ થોડી મોંઘી છે. ત્યારે ગરીબ મધ્યમ વર્ગના લોકોને ખરીદવી મુશ્કેલ પડે છે. ત્યારે ટાટા એ પ્રમાણમાં ઓછી કિમતની નાની ઇલેક્ટ્રીક કાર પણ બજારમાં મૂકી છે. હા તો અમે વાત કરી રહ્યા છીએ TATA TIAGO EV ની ટાટા એ આ કાર પાંચ સીટર ઇલેક્ટ્રીક વેરીયન્ટ માં બનાવી છે. તે પ્રમાણમાં ખૂબ સસ્તી કાર છે.

TATA TIAGO EV Car

ટાટા ઓટોમોબાઈલ ક્ષેત્રે ભારતમાં ખૂબ નામના મેળવી છે. ટાટા એ ગરીબ અને તવંગર સૌને પોસાય તેવી કાર બનાવવા ટાટા મોટર્સ સૌની જાણીતી છે.  TATA TIAGO EV Car  પાંચ સીટની નાની કાર પણ જબજસ્ત કાર છે. સસ્તી કિમતમાં સારું માઇલેજ પણ આપતી હોઈ સૌને પસંદ પડે તેવી કાર છે.

ઇલેક્ટ્રીક મોટર

TATA એ TIAGO EV  માં બે ઇલેક્ટ્રીક મોટર ફીટ કરેલી છે. તે  ૭૩.૫ bhp પાવર ઉત્પાદન કરી શકે છે.  તેની અન્ય વિશેષતા એ છે તે સારું માઇલેજ આપે છે.

બેટરી

કાર ખરીદતાં પહેલાં ગ્રાહકને કારની એવરેજ જાણવાની વધુ જિજ્ઞાસા હોય છે. ઇલેક્ટ્રીક કારમાં બેટરી ચાર્જીગ મહત્વનું હોઈ ગ્રાહકને બેટરી કેટલી ચાલશે અને ચાર્જ થતાં કેટલો સમય લાગશે તે છે. તો આપને જણાવી દઈએ કે આ કારમાં કંપનીએ લિથિયમ આયર્ન બેટરી ફીટ કરી છે. તેની ક્ષમતા ૨૯.૩ kwh જેટલી છે. કંપનીનું કહેવું છે કે તે ૫૮ મિનિટમાં ૮૦ ટકા જેટલી ચાર્જ થઈ જાય છે. એટલેકે ચાર્જિગ સમય પણ ઓછો લે છે. હવે માઇલેજ ની વાત કરીએ તો TATA TIAGO EV Car  એક વખતના ચાર્જીગ માં ૩૧૫ કિમી એવરેજ આપતી કાર છે .

કિમત

કિમતની વાત કરીએ ઇલેક્ટ્રીક કારો પ્રમાણમાં મોંઘી હોય છે. પરંતુ ટાટા એ તેની એક્સ શો રૂમ કિમત ૮ લાખ રૂપિયા નક્કી કરેલી છે. એટલે જ આટલા ઓછા બજેટમાં સારું માઇલેજ આપતી કાર ગરીબ મધ્યમ વર્ગને પોષાય  તેવી પાંચ સીટર હોઈ નાના પરિવાર કે નોકરીયાત માટે એક સારી કાર છે.

આ જુઓ:- આ ઈલેક્ટ્રોનિક સ્કૂટરને માર્કેટમાં ધુમ મચાવા માટે લોન્ચ કરવામાં આવ્યું હતું, તે પેટ્રોલ અને બેટરી બંને પર ચાલે છે, કિંમત જાણીને તમને આશ્ચર્ય થશે.

મિત્રો જો તમે આ ઇલેક્ટ્રીક કાર ખરીદવા માગો છો કે વધુ જાણવા માગો છો તો ટાટા કાર ના નજીકના શો રૂમની મુલાકાત લઈ આ કારની વધુ માહિતી અને કિમત વિશે મેળવી શકો છો. અમારો આર્ટીકલ વાંચવા બદલ આપનો આભાર !

About the author

Gujarat Info Hub

Leave a Comment