નોકરી & રોજગાર

GSSSB Recruitment 2024: GSSSB ની વિવિધ 4304 જગ્યાઓ માટે ભરતી, આજથી જ અરજી પ્રક્રિયા શરૂ  

GSSSB Recruitment 2024
Written by Gujarat Info Hub

GSSSB Recruitment 2024 :  ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ હેઠળના (ગ્રુપ : A તથા ગ્રુપ: B ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Gujarat Subordinate Services Class ꠰꠰꠰ ) (Group A –and Grup B) (Combined Competitive Examination ) માટે નીચે દર્શાવેલ  જગ્યાઓ માટે  સીધી ભરતી થી જગ્યાઓ ભરવા માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસે થી ઓજસ વેબસાઈટ ઉપર ઓનલાઇન અરજી  મંગાવવામાં આવેલ છે. ઓજસ વેબસાઇટ પર અરજી કરવાની કરવાની પ્રક્રિયા આજથી જ એટલે કે તારીખ 04/01/2024 બપોરના 14.00 કલાક થી તારીખ 31/01/2024 સમય : 23.59 સુધી ઉમેદવારો તેમની અરજી ઓનલાઈન કરી શકશે.

અરજી કરતાં પહેલાં ઉમેદવારોએ ગૌણ સેવા પસંદગી મંડળ નું નોટીફીકેશન કાળજી પૂર્વક વાંચી  પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની વિગતો ઓનલાઈન ભરવાની રહેશે. ખોટી વિગત ભરવાને લીધે અરજી રદ ના થાય તે માટે વિગતો કાળજી પૂર્વક ભરવાની રહેશે. ઉમેદવારોએ પોતાની અરજી અને લાયકાત,જાતિ  વગેરના પ્રમાણપત્રો મંડળને હાલ મોકલવાના નથી પરંતુ પોતાની પાસે સાચવી ને રાખવાના રહેશે. ઉમેદવારોએ મંડળની વેબ સાઈટ પણ જોતાં રહેવું જેથી મંડળ તરફથી આપનાર સૂચનાઓ મળતી રહે. મંડળ દ્વારા ઉમેદવારોને મોબાઈલ દ્વારા પણ સૂચનાઓ આપવામાં આવતું હોઈ ઉમેદવારો તેમનો ચાલુ હોય તેવો મોબાઈલ નંબર અરજી વખતે દર્શાવે તે ખૂબ જરૂરી છે.

GSSSB Recruitment 2024

બોર્ડગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
પોસ્ટજુનિયર ક્લાર્ક, ક્લાર્ક અને અન્ય
કુલ જગ્યાઓ4300
અરજી કરવાની શરૂઆત04/01/2024
અરજી કરવાની છેલ્લી તારીખ31/01/2024
સત્તાવાર સાઈટhttps://gsssb.gujarat.gov.in/

પરીક્ષા પધ્ધતિ

જાહેરવહીવટ વિભાગના જાહેરનામા (૧) ૧૮/૦૫/૨૦૨૩ ના જાહેરનામા ક્રમાંક GS/2023/15/015/K તેમજ (૨) ૨૮/૧૨/૨૦૨૩ ના જાહેરનામા ક્રમાંક GS /2023/31/0125/K થી મંજૂર કરવામાં આવેલ પરીક્ષા પધ્ધતિના નિયમો અનુસાર પરીક્ષા 2 (બે ) તબક્કામાં લેવામાં આવશે.

Reasoning40 Marks
Quantitive aptitude30 Marks
English15 Marks
Gujarati15 Marks
Total100 Marks

તબક્કો : 1 પ્રાથમિક પરીક્ષા (Group A –and Grup B માટે સંયુક્ત પરીક્ષા )CBRT પધ્ધતિ આવશે જે ગ્રુપ એ મુખ્ય પરીક્ષા માટેના ઉમેદવારોને પસંદ કરવા માટે (Group A –and Grup B હેઠળના તમામ સંવર્ગો માટે પ્રાથમિક પરીક્ષા MCQ –પ્રકારના પ્રશ્નો ધરાવતી Computaer Based Response Test (CBRT ) પધ્ધતિ થી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે . પરીક્ષા 100 ગુણ ની અને સમય એક કલાકનો રહેશે . અરજી ફી સાથે અરજી કરનાર તમામ ને કામ ચલાઉ ધોરણે પ્રિલિમિનરી પરીક્ષામાં બેસવા દેવામાં આવશે .  

પોસ્ટનું નામ

GSSSB Recruitment 2024 માટે વિવિધ ૨૦ પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે જેમાં બે ગ્રુપ પાડેલ છે જેની સંપુર્ણ વિગત તમે નિચેથી મેળવી શકશો.

Group – A  

ક્રમ(સંવર્ગ વર્ગ :3 )ખાતાના વડાની કચેરી
હેડ ક્લાર્કવિવિધ ખાતાના વડા
સીનિયર ક્લાર્કવિવિધ ખાતાના વડા
3ઓફિસ આસીસ્ટંટસચિવાલય તથા ગુજરાત સેવા આયોગ
કલેક્ટર કચેરી ના ક્લાર્કકલેક્ટર કચેરીઓ
કાર્યાલય અધિક્ષકમત્સ્યોધોગ નીકચેરી
કચેરી અધિક્ષકખેતી નિયામકની કચેરી
સબ રાજીસ્ટ્રાર ગ્રેડ :૧નોધણી નિરીક્ષકની કચેરી (મહેસૂલ વિભાગ )
સબ રજીસ્ટ્રાર ગ્રેડ :૨નોધણી નિરીક્ષકની કચેરી (મહેસૂલ વિભાગ )
સ્ટેમ્પ નિરીક્ષકસુપ્રિટેન્ડન્ટની ઓફ સ્ટેમ્પ ની કચેરી
૧૦સમાજ કલ્યાણ નિરીક્ષકનિયામક શ્રી વિકસતી  જાતિ કલ્યાણ
૧૧મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીનિયામક શ્રી વિકસતી  જાતિ કલ્યાણ
૧૨સમાજ કલ્યાણ નિરીક્ષકનિયામક શ્રી અનુસુચિત જાતિ કલ્યાણ
૧૩ગૃહ માતાનિયામક શ્રી સમાજ સુરક્ષા
૧૪ગૃહ પતિનિયામક શ્રી સમાજ સુરક્ષા
૧૫મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારીનિયામક શ્રી આદિજાતિ વિકાસ
૧૬મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીનિયામક શ્રી અનુસુચિત જાતિ કલ્યાણ
૧૭ડેપો મેનેજરગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા લી .
૧૮જુનિયર આસીસ્ટંટનિયામક શ્રી મુદ્રણ અને લેખન

Group – B

ક્રમ(સંવર્ગ વર્ગ :3 )ખાતાના વડાની કચેરી
જુનિયર ક્લાર્કવિવિધ ખાતાના વડા
આસીસ્ટંટ /આસીસ્ટંટ ડેપો મેનેજરગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા લી .

પરીક્ષા ફી

  • બિન અનામત વર્ગ ના ઉમેદવારો માટે ૫૦૦ રૂ પરીક્ષા ફી ભરવાની રહેશે
  • અનામત વર્ગ ના ઉમેદવારો માટે ૪૦૦ રૂ પરીક્ષા ફી ભરવાની રહેશે
  • પરીક્ષામાં ઉપસ્થિત ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે
  • પરીક્ષા ફી ઓનલાઈન માધ્યમથી ભરવાની રહેશે અને જે ઉમેદવારો પરીક્ષામાં હાજર નહી રહે તેને પરીક્ષા ફી પરત નહી મળે.

શૈક્ષણિક લાયકાત

જે ઉમેદવારો ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી માટે અરજી કરવા માંગે છે તેઓ પાસે માન્ય બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી સંબંધિત ક્ષેત્રમાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ.

GSSSB ભરતી માટે અરજી કેવી રીતે કરવી?

GSSSB Bharti 2024 માટે જે ઉમેદવારો અરજી કરવા માંગે છે તેઓ ઓજસ સાઈટ પર જઈ તમે નીચે આપેલ સ્ટેપ ફોલોવ કરી અરજી કરી શકો છે.

  • સૌ પ્રથમ ojas.gujarat.gov.in પર જાઓ.
  • ત્યારબાદ “Online Application” પર જઈ “Apply” બટન પર ક્લિક કરો.
  • હવે તમે તમારે જાહેરત પસંદા કરો, ત્યારબાદ જે ભરતી માટે અરજી કરવા માંગો છો તે પસંદ કરો.
  • ત્યારબાદ અરજી ફોર્મ ભરો અને જરુરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ત્યારબાદ તમારુ ફોર્મ સબમીટ કરી, પ્રિંટ નિકાળી રાખો.

મિત્રો આ GSSSB Recruitment 2024 માટે તમારે ઓનલાઈન અરજી ફિ ભરવી ફરજીયાત છે, જે તમને પરત મળવાપાત્ર રહેશે.

GSSSB Recruitment Notification Link

સતાવાર જાહેરાત જોવા માટેઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
મંડળની સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment