Trending

TRAI New Rules: પેલી ઓક્ટોબરથી આ સુવિધાનો વિનામૂલ્યે ઉપયોગ કરી શકશો, જાણો કેવી રીતે

TRAI New Rules
Written by Gujarat Info Hub

TRAI New Rules From 1st October : જે પણ વાચકોને ખબર નથી કે આ TRAI શું છે તો તમને જણાવી દઈએ કે TRAI એટલે કે Telecom Regulatory Authority Of India એ ભારત દેશની સરકારી તેમજ પ્રાઇવેટ ટેલિકોમ કંપનીઓનું નિયંત્રણ તેમજ સંચાલન પણ કરે છે, તેથી TRAI દ્વારા લાગુ કરેલા નિયમો Jio, Airtel, VI તેમજ BSNL કંપનીઓને પાળવા પડે છે.

TRAI દ્વારા ભારત દેશના સીમ કાર્ડ યુઝર્સ ની સુરક્ષા તેમજ સુવિધા માટે અવાર નવાર નવા નવા નિયમો બનાવવામાં આવે છે અને આ નિયમોનું ટેલિકોમ કંપીઓએ પાલન કરવું પડે છે તો TRAI દ્વારા આપણી જ સુવિધા માટે પેલી ઓક્ટોબરથી એક નવો નિયમ આવી રહ્યો છે તો ચાલો આ નિયમ વિશે જાણકરી મેળવીએ.

TRAI New Rule From 1st October

Telecom Regulatory Authority Of India દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભારતમાં સેવા આપતી ટેલિકોમ કંપનીઓ એ પેલી ઓક્ટોબરથી પોતાની વેબસાઇટ પર એવી સુવિધા ઉપલબ્ધ કરાવવાની રહેશે કે જેથી ગ્રાહક જાણી શકે કે તેના એરિયામાં તે કે કંપનીનું સીમ કાર્ડ વાપરી રહ્યા છે તેનું નેટવર્ક સારું છે કે ખરાબ.

ધારો કે તમે જીઓનું સીમ કાર્ડ વાપરો છો તો એક ઓક્ટોબરથી તમે જીઓની સતાવાર વેબસાઈટ પરથી જાણી શકશો કે તમારા વિસ્તારમાં જીઓ કંપનીનું નેટવર્ક કેવું આવે છે, સારું કે ખરાબ. જો તમે જે કંપનીનું સીમ વાપરી રહ્યા છો તે કંપનીનું નેટવર્ક સારું નથી તો તમે ચેક શકો છો કે તમારા વિસ્તારમાં કઈ કંપની સારું નેટવર્ક આપી રહી છે અને તે કંપનીનું નેટવર્ક વાપરી શકો છો.

કેવી રીતે ચેક કરી શકાશે નેટવર્કની સ્થીતી ?

આ સુવિધા જ્યારથી ઉપલબ્ધ થયા ત્યારથી તમે Jio, Airtel, VI અથવા BSNL માંથી કોઈ પણ કંપનીની નેટવર્કની સ્થિતી જાણવા માટે તે ટેલિકોમ કંપનીની સતાવાર વેબસાઈટ પર તમારે તમારા લોકેશન વિશેની માહિતી અથવા પીન કોડ વગેરે જેવી માહિતી દાખલ કરવી પડશે. આ રીતે તમે જાણી શકશો કે તમારા વિસ્તારમાં કઈ કંપનીનું સૌથી સારું નેટવર્ક આવે છે.

નેટવર્ક પ્રોબ્લેમથી મળશે છુટકારો

ઘણીવાર એવું થાય છે કે આપણે જે કંપનીનું નેટવર્ક વાપરી રહ્યા હોય તેના કરતા અન્ય કંપનીનું નેટવર્ક સારું આવતું હોય પણ આપણે તેનાથી અજાણ હોય છે, પરંતુ હવે આપણે સરળતાથી સતાવાર રીતે જાણી શકશું કે આપણા વિસ્તારમાં ક્યું નેટવર્ક સૌથી સારું છે આ રીતે આપણે બેસ્ટ નેટવર્કની પસંદગી કરી શકશું.

મિત્રો આવી રીતે કામના સમાચારની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો તેમજ આવા કામના સમાચારની વધારે માહિતી જોઈતી હોય તો નીચે ન્યુઝ લખેલું છે ત્યાં ક્લિક કરશો એટલે કામના સમાચાર વિશેની માહિતી મળી જશે, ધન્યવાદ.

Read More: Food Bill Scheme Gujarat: વિદ્યાર્થીઓને ભોજન બિલ માટે ₹15,000 મળી રહ્યા છે, આ રીતે ઘરે બેઠા ઓનલાઇન અરજી કરો

About the author

Gujarat Info Hub

Leave a Comment