Unjha market yard na bhav ꠰ ઊંઝા માર્કેટ યાર્ડના ભાવ : મિત્રો, ઊંઝા માર્કેટ યાર્ડ સમગ્ર એશિયામાં મોખરાનું સ્થાન ધરાવે છે. સમગ્ર ભારતમાં જીરું,વરીયાળી,અજમો,સુંવા,ધાણા,મેથી અને ઈસબગુલ જેવા મસાલા પાકો તેમજ તલ અને કઠોળ વર્ગના પાકોના વેપાર માટેનું અગત્યનું માર્કેટ યાર્ડ છે. ઊંઝા ગંજ બજારમાંથી જીરુંની મોટા પાયે નિકાસ કરવામાં આવે છે.
ઊંઝા ગંજ બજારમાં તાજેતરમાં જીરું અને વરીયાળી,સુંવા,ધાણા અને અજમા જેવા પાકોની નવી આવકો શરૂ થઈ રહી છે. આજરોજ નવી વરીયાળી માર્કેટ યાર્ડમાં વેચાણ માટે 3445 ગુણીની આવકો થવા પામી હતી. ઊંઝા ગંજ બજારમાં વરીયાળીની બંપર આવકો વચ્ચે નવી વરીયાળીના એક મણના ભાવ રૂપિયા 6000 રહેવા પામ્યા હતા.
આજના ઊંઝા માર્કેટ યાર્ડના ભાવ : અન્ય જાણશીઓના ભાવની વાત કરવામાં આવેતો જીરૂના ભાવ 5500 રૂપિયાથી સારા જીરાના ભાવ 7500 રહેવા પામ્યા હતા. જ્યારે ગંજ બજારમાં જીરાની 7216 ગુણીની આવકો રહેવા પામી છે.
Unjha market yard na bhav | ઊંઝા ગંજ બજારના આજના ભાવ :
તા : 02/02/2024 વાર: શુક્રવાર
ખેત પેદાશ નું નામ | નીચોભાવ | ઊંચો ભાવ | આવક ગુણી |
જીરું | 5500 | 7500 | 7216 |
વરીયાળી | 1151 | 6000 | 3445 |
ઈસબગુલ | 3170 | 3825 | 4338 |
રાયડો | 855 | 1001 | 179 |
તલ | 2351 | 2860 | 292 |
મેથી | 1113 | 1113 | 51 |
સુંવા | 1875 | 2381 | 81 |
અજમો | 1811 | 3111 | 478 |
ઊંઝા વિશે આ પણ જાણો :
ઊંઝા ગંજ બજાર પાલનપુર અમદાવાદ હાઇવે પર આવેલું નાનકડું શહેર છે. ઊંઝાનું માર્કેટયાર્ડ જીરું સહિતના મસાલા પાકો,તેલીબિયાં અને કઠોળ પાકો માટેનું પ્રસિધ્ધ માર્કેટ યાર્ડ છે. ઊંઝા ગંજ બજારમાંથી સમગ્ર વિશ્વમાં જીરાની નિકાસ કરવામાં આવે છે. જીરા અને અન્ય મહત્વનાં ઉત્પાદનો ને લીધે અહી વિવિધ પ્રોસેસીંગ યુનિટો અને ફાર્મસી પણ અહી આવેલી છે.
ઉંઝામાં વિશ્વ પ્રસિધ્ધ ઉમિયા માતાનું મંદિર આવેલું છે.જે સમગ્ર વિશ્વમાં વસતા કડવા પાટીદારોની કુળદેવી છે. ઉંઝામાં ખેતીવાડીને લાગતાં યંત્રો જેવાં કે થ્રેસર અને ટ્રેઇલર જેવાં સાધનો બનાવવાના ઉદ્યોગ પણ છે. અનેક મસાલા ફેક્ટરીઓ અને ઈસબગુલ ફેક્ટરી પણ આવેલી છે.
મિત્રો,આજનો આ આર્ટીકલ આપને કેવો લાગ્યો તે અમને કોમેંટમાં જણાવશો અને આવા બીજા આર્ટીકલ વાંચવા માટે અમારી વેબસાઇટ જોતા રહેશો, આપનો ખૂબખૂબ આભાર !