Upcoming IPO: માત્ર ત્રણ દિવસમાં 73% વળતર જીએમપી ટ્રેન્ડ, ગુજરાતની ડાયમંડ જવેલરી કંપનીનો આગામી IPO ઘણી નાની કંપની IPO પણ રોકાણ કારોને સારું બંપર વળતર આપતા હોય છે. એવી જ ગુજરાતની એક નાની કંપની મોટા સપનાઓ સાથે ભારતીય શેરબજારમાં પ્રવેશી છે. ગ્રે માર્કેટના નિષ્ણાતો કહેવું છે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં આ કંપનીના શેરની અંદાજિત લિસ્ટિંગ કિંમત રૂ. 95 હશે જ્યારે IPOની કિંમત માત્ર રૂ. 55 છે. જો આ અનુમાન સાચુ પડે તો જે કોઈ પણ આ કંપનીના IPOમાં સબ્સ્ક્રાઇબ કરશે તેને લિસ્ટિંગ થતાંની સાથેજ એટલે કે માત્ર ત્રણજ દિવસમાં લગભગ 73% જેટલો નફો થવાની ધારણા છે.
કૌરા ફાઇન ડાયમંડ જવેલરી કંપની વિશે માહિતી :
કૌરા ફાઇન ડાયમંડ જવેલરી કંપનીની સ્થાપના માર્ચ 2022 માં કરવામાં આવી હતી. કમલેશ કેશવલાલ લોઢિયા આ કંપનીના પ્રમોટર છે. કંપનીની ઓફિસ ગુજરાત રાજ્યના અમદાવાદ માં આવેલી છે. આ કંપની કૌરા ફાઈન ડાયમંડ જવેલરી લિમિટેડ મૂળભૂત રીતે સોના અને ડાયમંડ જવેલરી નો હોલસેલ વેપાર કરે છે. કોર્પોરેટ જગતમાં બિઝનેસની ભાષામાં તેને B2B બિઝનેસ મોડલ કહેવામાં આવે છે. આ કંપની ગુજરાત અને ઓરિસ્સા રાજ્યોમાં સોના અને ડાયમંડ આભૂષણોનો હોલસેલ બિઝનેસ કરે છે.
કૌરા ફાઇન ડાયમંડ જવેલરી કંપની લીમીટેડની નાણાકિય માહિતી :
કૌરા ફાઇન ડાયમંડ જવેલરી કંપની લીમીટેડની નાણાકિય સ્થિતિની વાત કરવામાં આવેતો કંપની 31 માર્ચ 2023ની છેલ્લી તારીખ સુધીમાં, આ કંપની પાસે રૂ. 3 કરોડથી વધુની સંપત્તિ હતી. કંપનીની આવક રૂ. 5.56 કરોડ હતી. નેટવર્થ રૂ. 2.69 કરોડ, રિઝર્વ અને સરપ્લસ રૂ. 2.21 કરોડ, બેન્ક લોન અને કંપનીની અન્ય ઉધાર રૂ. 51.80 હતી અને કંપનીનો કર પછીનો નફો રૂ. 13.41 લાખ રૂપિયાનો હતો.
કૌરા ફાઈન ડાયમંડ જવેલરીનો IPO ખુલવાની બંધ અને લિસ્ટિંગ થવાની તારીખો :
IPO ખુલવાની તારીખ | 6 માર્ચ 2024 |
IPO ની અંતિમ તારીખ | 11 માર્ચ 2024 |
ફાળવણી કરવાની તારીખ | 12 માર્ચ 2024 |
રિફંડની તારીખ | 13 માર્ચ 2024 |
બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં કંપનીના લિસ્ટિંગની તારીખ 14 માર્ચ જાહેર કરવામાં આવી છે.
કૌરા ફાઈન ડાયમંડ જવેલરી IPO ઈન્વેસ્ટમેન્ટ અને GMP ટ્રેન્ડ :
ફેસ વેલ્યૂ | રૂપિયા 10 પ્રતિ શેર |
શેર દીઠ કિમત | શેર દીઠ કિમત રૂપિયા 55 |
લોટ સાઇઝ | 2000 શેર |
IPO રોકાણ | 110000 રૂપિયા |
GMP ટ્રેન્ડ | 72.73 ટકા |
ગ્રે માર્કેટના નિષ્ણાતોનું માનીએતો, બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં આ કંપનીની અંદાજિત લિસ્ટિંગ કિંમત ₹95 હશે. જ્યારે કંપની દ્વારા આઈપીઓની કિંમત ₹55 પ્રતિ શેર જાહેર કરવામાં આવી છે. બીજી તરફ, દિલીપ દાવડા – SEBI રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ-મુંબઈ કહે છે કે આ IPO ટાળવો જોઈએ.
મિત્રો કોઈપણ નાણાકિય રોકાણ માટેનો નિર્ણય લેતા પહેલા મહેરબાની કરીને તમારા નાણાકીયઅને ધંધાદારી સલાહકારની સલાહ લો અને હંમેશા ધ્યાનમાં રાખો કે જ્યારે તમે શેરબજારમાં રોકાણ કરો છો, ત્યારે સમગ્ર જોખમ હંમેશા તમારું જ હોય છે. અમે કોઈ પણ રોકાણ માટે સલાહ આપતા નથી.