આજના માર્કેટયાર્ડ ભાવ જાણવા જેવું

Kapasna Bajar Bhav : કપાસના ભાવમાં વધારો થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ,જાણો વિવિધ ગંજ બજારોના કપાસના ભાવ

kapasna Bajar Bhav
Written by Gujarat Info Hub

Kapasna Bajar Bhav : ગુજરાતનાં વિવિધ માર્કેટ યાર્ડોમાં કપાસની આવકો સારા પ્રમાણમાં જોવા મળી હતી અને કપાસના ભાવ રૂપિયા એક મણના 1800 ની ઊંચી સપાટીએ 1 માર્ચના રોજ  સારા માલના  ઊંચા ભાવ જોવા મળ્યા હતા. છેલ્લા પંદર દિવસમાં કપાસના ભાવ 1500 થી 1700 સુધીના સારા ભાવ ખેડૂતોને ગુજરાતનાં જુદાં જુદાં માર્કેટયાર્ડોમાં મળી રહ્યા છે.

કપાસ ભાવ ધારણા :

અગાઉના વર્ષોમાં ખેડૂતોને મળેલા બંપર કપાસના ભાવો મેળવવાની આશામાં હજુ પણ ઘણા ખેડૂતો પોતાનો માલ સંઘરીને બેઠા છે. મોટા ભાગના ખેડૂતોએ પોતાનો કપાસનો માલ વેચી દીધેલ છે. તેમ છતાં હજી પણ સારા ભાવ થતાં ગુજરાતનાં માર્કેટયાર્ડોમાં માલની આવકો જળવાઈ રહેલી જોવા મળે છે. કપાસના આંતરરાષ્ટ્રીય બજારમાં હાલ બજારોમાં થોડીક તેજી જોવા મળી રહેલ છે. કપાસના નવા માલ માં રૂપિયા 120 થી 150 નો વધારો જોવા મળે છે. વધશેકે ઘટશે તે અંગે અટકળો કરવી ઉચિત નથી પરંતુ જાણકારોના મત મુજબ ચૂંટણીનો સમય હોવાના લીધે કપાસના સારા ભાવો જળવાઈ રહેવાની ધારણા છે.

Kapasna Bajar Bhav

(ગુજરાતનાં માર્કેટયાર્ડોમાં કપાસના ભાવ ):

બોટાદ માર્કેટયાર્ડમાં માં શનિવારનો ભાવ સારા માલના રૂપિયા 1631 મળ્યા હતા જ્યારે માલની આવકની વાત કરવામાં આવેતો 21000 મણ કરતાં વધુની માલ આવક જોવા મળી હતી.

વિજાપુર માર્કેટયાર્ડમાં કપાસના ઊંચામાં 1620 રૂપિયા ભાવ ખેડૂતોને મળ્યો હતો. જ્યારે માલની આવક 450 મન જેટલી રહેવા પામી હતી.

સૌરાષ્ટ્રના રાજકોટ માર્કેટયાર્ડમાં 10000 મણ કપાસની આવક રહેવા પામી હતી જ્યારે ખેડૂતોને કપાસના ઊંચામાં 1600 રૂપિયાનો ભાવ મળ્યો હતો.

ગુજરાતનાં કપાસનાં પીઠાંમાં કપાસના ભાવો :

ગંજ બજારનું નામકપાસના ભાવ (ઊંચામાં)
ગોંડલ માર્કેટયાર્ડ1416
રાજકોટ માર્કેટયાર્ડ1600
અમરેલી માર્કેટયાર્ડ1574
વિસનગર માર્કેટયાર્ડ1630
થરા માર્કેટયાર્ડ1380
બાબરા માર્કેટયાર્ડ 1612
હીમતનગર માર્કેટયાર્ડ 1605
જામનગર માર્કેટયાર્ડ 1555
જેતપુર માર્કેટયાર્ડ 1686
કડી માર્કેટયાર્ડ 1605
મોરબી માર્કેટયાર્ડ 1590
સિધ્ધપુર માર્કેટયાર્ડ 1531
આ પણ વાંચો : માત્ર 30 રૂપિયાના નજીવા ખર્ચમાં રોઝ, ભૂંડ અને રેઢિયાળ ઢોરને દૂર રાખવાનો જબરજસ્ત આઈડિયા

મિત્રો, ગુજરાતનાં વિવિધ ગંજ બજારોમાં હાલમાં ખેડૂતોને કપાસના સરેરાશ ભાવ 1500 થી 1600 રૂપિયાના ભાવ મળી રહ્યા છે. કપાસના ભાવો વધવા કે ઘટવા બાબતે અમે કોઈ આગાહી કરતા નથી. અમોને વિવિધ સ્રોત તરફથી મળતી બજાર ભાવ અંગેની માહિતી આપને ઉપયોગી થાય તે માટે અહી રજૂ કરી રહ્યા છીએ. અમારો આ આર્ટીકલ વાંચવા બદલ આપનો ખૂબખૂબ આભાર !

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment