તિજોરી કઈ દિશામાં રાખવી?: ઘર હોય કે ઓફિસ, વાસ્તુશાસ્ત્રને ધ્યાનમાં રાખીને દરેક વસ્તુ કે પુજા કરવાની દિશા નું હમેશા ધ્યાન રાખવું જરૂરી છે, કેટલાય લોકો પોતાના પૈસા બચાવા માંગે છે પણ તે ક્યાં ખર્ચાઈ જાય છે તેની ખબર રહેતી નથી તેવામાં વાસ્તુશાસ્ત્રની મદદથી તમે જો તમારી ધન અને ઘર ની દરેક વસ્તુને વાસ્તુશાસ્ત્ર મુજબની દિશામાં રાખો છો તો તમને ઘના બધા લાભ થઈ શકે છે અને ધનલાભ પણ થઈ શકે છે.
ઘણા બધા લોકો તિજોરી કઈ દિશામાં રાખવી?, ઘડિયાળ કઈ દિશામાં રાખવી જોઈએ, દુકાનમાં કે ઘરમાં મંદિર કઈ દિશામાં રાખવું વગેરેની માહિતી વાસ્તુ શાસ્ત્ર મુજબ મેળવવા માગતા હોય છે તો આજે આપણે વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘડિયાળ, તિજોરી, મંદિર વગેરેની દિશા કઈ હોવી જોઈએ તેની માહિતી અહીથી મેળવીશું.
જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર
ઉત્તર દિશા: ઉત્તરને કુબેરની દિશા માનવામાં આવે છે. પરતું વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે આ દિશામાં તમારી તિજોરી રાખો તો તે યોગ્ય નથી માનવામાં આવતું. જો કે, તમે તમારી વ્યવસાયના સ્થળે આ દિશામાં પૈસાનું બંડલ રાખી શકો છો. એવું માનવામાં આવે છે કે ઉત્તરની જગ્યાએ દક્ષિણ દિશામાં તિજોરી રાખવી શુભ છે. આ સિવાય ઉત્તર દિશાને ક્યારેય ખાલી ન રાખવી જોઈએ.
પૂર્વ દિશા: વાસ્તુશાસ્ત્ર અનુસાર, પૂર્વ દિશાના સ્વામી સૂર્યદેવ અને ઈન્દ્રદેવ છે. આ કારણે તમે આ દિશામાં કંઈ ન રાખો તો સારું રહેશે. ઘરમાં આ દિશામાં સફાઈ કર્યા પછી દિવસમાં એકવાર દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે. આ દિશામાં ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની મૂર્તિ રાખવી પણ શુભ રહેશે.
દક્ષિણ દિશાઃ આ દિશા પણ પૃથ્વીની માલિકીની છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં આ દિશામાં પૈસા રાખવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ઘરમાં ધન્યતા રહેશે. જેથી તમે દક્ષિણ દિશા માં તિજોરી રાખો તો તે શુભ માનવામાં આવે છે. જો કે આ દિશામાં ભૂલથી પણ શૌચાલય ન બનાવવું જોઈએ. જો કોઈ ઘરમાં આ દિશામાં શૌચાલય હોય તો તે અશુભ માનવામાં આવે છે.
પશ્ચિમ દિશાઃ વાસ્તુશાસ્ત્ર અનુસાર વરુણને પશ્ચિમ દિશાના દેવતા માનવામાં આવે છે. તેનો શાસક ગ્રહ શનિ છે. આ કારણે આ દિશામાં રસોડું બનાવવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે.
આ પણ જુઓ:– જન્મતારીખ જણાવશે તમારી કારકિર્દી, કયા ક્ષેત્રમાં તમને સારી સફળતા મળશે
ઘરમાં તિજોરી કઈ દિશામાં રાખવી?
વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં તિજોરીની દિશા દક્ષિણ હોય તો તે શુભ માનવામાં આવે છે, સાથે સાથે કબાટ હંમેશા પશ્વિમ દીવાલ સાથે જોડાયેલ હોવું જોઈએ. આ સિવાય તિજોરીને ખાલી રાખવી જોઈએ નહીં અને તિજોરીને ક્યારેય ગંદા હાથથી સ્પર્શ કરવો જોઈએ નહીં. તમે તિજોરીમાંથી પૈસા નિકાળતા સમયે પગમાં જૂતાં હોવા જોઈએ નહીં. આ બાબતોનું ધ્યાન રાખવાથી તમને ધનલાભ થવાની શક્યતાઑ રહે છે.
ઘરમાં મંદિર કઈ દિશામાં રાખવું?
ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં કે ઈશાન (ઉત્તર-પૂર્વ)ખૂણામાં રાખવું જોઈએ. વાસ્તુની માન્યતા મુજબ ઈશ્વરીય શક્તિ ઈશાન ખૂણામાંથી પ્રવેશ કરે છે અને નૈઋત્ય(દક્ષિણ-પશ્ચિમ) ખૂણામાંથી બહાર નિકળશે છે. જો આ શક્ય ન હોય તો પશ્ચિમ દિશામાં બનાવવું જોઈએ, પરંતુ દક્ષિણ દિશામાં મંદિર બનાવવાથી બચવું જોઈએ.
તદઉપરાંત વાસ્તુ અનુસાર પૂજા સ્થળનો દરવાજો પૂર્વ દિશા તરફ હોવો જોઈએ. સાથે જ પૂજા કરનારનું મુખ પૂર્વ દિશામાં રાખવું શ્રેષ્ઠ માનવામાં આવે છે.
ઘડિયાળ કઈ દિશામાં રાખવી જોઈએ ?
વાસ્તુ અનુસાર સત્વ ઉર્જાનો પ્રવાહ પૂર્વ અને ઉત્તર દિશામાં વધુ હોય છે જેથી ઘરમાં ઘડિયાળ હંમેશા પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવી જોઈએ. દિવાલ પર લોલકની ઘડિયાળ લગાવવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.
આ પણ જુઓ:– જો ઘરમાં સુખ-શાંતિ જોઈતી હોય તો આ દિશામાં કરો પૂજા, લાભ થશે.
વાસ્તુશાસ્ત્ર મુજબ ઈશાન ખૂણામાં પૂજા ઘર, બોરિંગ પાણીની ટાંકી બનાવવી શુભ માનવામાં આવે છે. જ્યારે દક્ષિણપૂર્વ કોણ તરફ રસોડું કે ઈલેક્ટ્રોનિક સાધનો વગેરે રાખવું યોગ્ય છે. એવી જ રીતે વાયુ કોણ તરફ ગેસ્ટ રૂમ જ્યારે દક્ષિણપશ્ચિમ કોણ દિશામાં ટીવી, રેડિયો અને સ્પોર્ટ્સ સામાન વગેરેને રાખવું શુભ છે.
પ્રશ્નોત્તરી
વાસ્તુ મુજબ તિજોરી કઈ દિશામાં રાખવી?
વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં તિજોરીની દિશા દક્ષિણ હોય તો તે શુભ માનવામાં આવે છે, સાથે સાથે કબાટ હંમેશા પશ્વિમ દીવાલ સાથે જોડાયેલ હોવું જોઈએ.
કઈ દિશામાં માથું રાખીને સૂવું જોઈએ?
વાસ્તુ મુજબ પૂર્વ દિશા તરફ માથું રાખીને સૂવું જોઈએ. તદઉપરાંત ઉત્તર-પૂર્વ, પશ્ચિમ દિશા પણ યોગ્ય છે. અમુક ખાસ સંજોગામાં દક્ષિણ દિશા ચાલે, પણ ઉત્તર દિશા તો કોઈપણ સંજોગોમાં ન ચાલે.
રસોઈ બનાવતી વખતે મુખ કઈ દિશામાં હોવું જોઈએ?
રસોઈ બનાવતી વખતે મુખ પૂર્વ તરફ હોવું જોઈએ અને તમારો ગેસ સ્ટવ પૂર્વ દિશામાં રાખવો જોઈએ.
દુકાનમાં મંદિર કઈ દિશામાં રાખવું?
વાસ્તુશાસ્ત્ર અનુસાર દુકાનમાં મંદિર ઇશાન ખૂણા માં હોવું જોઈએ.
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘડિયાળ ની દિશા કઈ હોવી જોઈએ?
વાસ્તુ અનુસાર ઘરમાં ઘડિયાળ હંમેશા પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવી જોઈએ. ઘડિયાળ ક્યારેય દક્ષિણ દિશામાં ના હોવી જોઇએ.