Vermicompost: આજના આધિનુક યુગમાં ખેડુતો ખેતી કરી પાકનો સારો ભાવ ના મળતા હતાશ થઈ જાય છે અને ખેતી છોડવાનું નક્કિ કરે છે. ત્યારે પરંપરાગત ખેતીથી આજના જમાનમાં દરેક કોઈ કંટાળી ગયું છે ત્યારે અમે અહીં અમારી વેબસાઈટ પર ખેડુત ભાઈઓ માટે નવી ખેતી પધ્ધતીઓ અને ડેરી ફાર્મીગને લઈને નવી ટેકનીક લાવતા રહયા છિએ જેની મદદથી ખેડુત ભાઈઓ થોડા રૂઠિચુસ્ત ખેતી પધ્ધતીઓ બદલીને નવી પધ્ધતીથી સારી એવી આવક ભેગી કરી શકે છે
તો આજે આપણે એક શિક્ષિકા મહિલા વિશે વાત કરવાના છીએ જેમને નોકરી સાથે ખેતીને લગતો વ્યવસાય કરીને ૭૦ લાખ રૂપિયાની કમાણી કરી છે, તો ખેડુત મિત્રો આમારા આ લેખ સાથે બન્યા રહો અને તમે પણ જો આ નવી પધ્ધતીથી ખેતી કરશો તો સારી એવી લાખોમાં કમાણી કરી શકો છો.
Vermicompost Farming Techniques in Gujarati
દિલ્હીના ગ્રામણી વિસ્તારમાં રહેતી આ મહિલા ખેતીના લગતા વ્યવસાયથી ૭૦ લાખથી વધુ રુપિયાની કરી ચુકી છે. જ્યારે કે એક સરકારી શિક્ષિકાછે અને સાથે સાથે ખાલી ટાઈમમાં આ વ્યવસાય કરે છે. આજે તેની સાથે ૨૦ લોકો નોકરી પર કામ પણ કરે છે તો ચાલો જાણીએ આ વ્યવસાય શુ છે અને તમે પણ આ વ્યવસાય ચાલુ કરીને કમાણી કેવી રીતે ચાલુ કરી શકો છો
કયો બિઝનેસ કરીને મહિલા 70 લાખ રૂપિયા કમાય છે?
આ બિઝનેશ વાત કરીએ તો તે વર્મી કમ્પોસ્ટ બનાવવાનો બિઝનેસ છે. જેમાં ગાયના છાણમાંથી વર્મી કમ્પોસ્ટ ખાતર બને છે. આ ધંધામાં ઘણા બધા પૈસા રોકણ કરવાની જરૂર રહેતી નથી. તમારે ખાલી તેની વર્મી કમ્પોસ્ટ બનાવવાની પધ્ધતી વિશે જ્ઞાન ધરાવતા હોવા જોઈએ અને પાછળથી તેનું માર્કેટીગની પધ્ધતી જાણતા હોવા જરુરી છે.
ખેડુત મિત્રો તમે પણ આ ધંધોન શરુ કરી શકો છો કેમ કે આ બહેને ત્રણ વર્ષ આગાઉ જ આ ધંધાની શરૂઆત કરી હતી અને તેના પછી તેમણે આ વ્યવસયાને લગતી તમામ વસ્તુઓ શીખી ને આજે તે કઈ જ્ગ્યાએ પોહચ્યા છે તે તમે બધા જાણો છો ત્યારે જ તેમનુ ઉદાહરણ તમારી સામે રજુ કર્યુ છે.
ખેડુત મિત્રો આપણે જાણીએ છીએ કે કોઈપણ ધંધો ચાલુ કરવા માટે તેની શરુઆત નાના પાયેથી થાય છે જેમ જેમ તેમા તમે શિખતા જાઓ અને તમને મોતા ઓર્ડર મળતા જાય તેમ તમે ધંધામાં મોટુ રોકાણ કરી ધંધાને વિસ્તારીત કરી શકો છો. તો ચાલો જાણી વર્મી કમ્પોસ્ટ વ્યવસાય કેવી રીતે ચાલુ કરવો અને તેમાંથી તમે કેવી રીતે કમાણી કરી શકો તેના વિશે સંપુર્ણ માહિતી વિશે અહિથી જોઈએ.
વર્મી કમ્પોસ્ટનો વ્યવસાય કેવી રીતે કરવો
ખેડુત મિત્રો આ ધંધો ચાલુ કરવા માટે ૧ વીઘા જમીનની જરુર પડશે જેમાં તમે વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવનો વ્યવસાય શરૂ કરી શકો છો. ત્યારબાદ જો તમારી પાસે ગાય હોય તો સૌથી સારૂ નહિતર તમારે ગાયનું છાણ ખરીદવું પડશે. આ છણ વધુમાં વધુ ૧૫ થી ૨૦ દિવસની વચ્ચેનુ હોવુ જોઈએ. જો છાણ વધારે જુનુ હશે તો કામ નહી આવે, અને ગાયનું છાણ તમને ૮૦૦ રુપિયે ટ્રોલી ખરિદી શકો છો.
ત્યારબાદ તમારે આ છાણમાંથી ખાતર બનાવવા માટે અળસિયાની જરુર પડશે જેનિઓ ભાવ ૩૦૦ રુપિયા કિલો છે. પછી તમારે કાચબાની જરુર પડશે જે ઇક ફિટ પર એક કિલોગ્રામ મુજબ ખરીદો. હવે તમારે ૩૦ ફુટ લાબો અને ૪ ફુટ પોહોળો સિમેન્ટ અથવા પ્લાસ્ટીક્નો કુવો બનાવો પડશે જેમાં ગાયનું છાણ નાખો. ત્યારબદ છાણ ઠંડું પડે પછી તમે અળછિયા છોડી દો. હવે તેને સ્ટ્રોથી ઢાકી દો અને પાણીનો છંટકાવ કરો. એક મહીના પછી તમારુ વર્મી કમ્પોસ્ટ ખાતર તૈયાર થઈ જશે.
જો તમે બજારમાં આ વર્મી કમ્પોસ્ટ ખાતર વેચશો તો તમને ઉચા ભાવ મળશે અને તમે વધુ સારો નફો કમાઈ શકો છો. મિત્રો આ ખાતર તમે તમારા ખેતરમાં પણ વાપરી શકો છો અને આ વ્યવસાય શરૂ કરવા માટે વધુ ખર્ચ પણ થતો નથી.