વ્યક્તિ વિશેષ નિબંધ લેખન

વીર સાવરકર નું જીવનચરિત્ર | Vinayak Damodar Savarkar

વીર સાવરકર
Written by Gujarat Info Hub

વીર સાવરકર Veer Savarkar નું નામ વિનાયક દામોદર સાવરકર હતું : રાષ્ટ્રવાદના ભીષ્મ પિતા, ભારતની સ્વાતંત્ર્ય ચળવળના  અગ્રીમ યોદ્ધા ક્રાંતિકારી વિચારક, લેખક વીર સાવરકર ( Veer Krantikari Savarkar) નો જન્મ 28 મે 1883 નાં રોજ નાસિક પાસેના દેવલાલી જિલ્લાના ભગોર નામના ગામમાં એક બ્રાહમણ પરિવારમાં  થયો હતો. તેમના પિતાનું નામ દામોદર સાવરકર અને માતાનું નામ રાધાબાઈ અનેતેમના પત્નીનું નામ યમુનાબાઈ હતું. તેમને બે ભાઈ અને એક બહેન પણ હતી.  આમ તેઓ ચાર ભાઈ બહેન હતાં . ભારતની સ્વતંત્રતા માટેની ચળવળમાં તેમનું નામ ભારતના ક્રાંતિકારી તરીકે સુવર્ણ અક્ષરે અંકિત છે . 26 ફેબ્રુઆરી 2023 વીર સાવરકરની પુણ્યતિથી(સ્મૃતિ દિન) એ કોટી કોટી વંદન.

રાષ્ટ્રવાદ ની પ્રેરણા

તેમના મોટાભાઈ ગણેશ તેમના આદર્શ હતા વીર સાવરકર Veer Savarkar ના જીવનમાં ગણેશનો ખુબ પ્રભાવ પડયો હતો. આઠમા ધોરણમાં હતા ત્યારેજ તેમણે એક લેખ લખ્યો હતો . લોક માન્ય તિલક દ્વારા શરૂ કરવામાં આવેલ શિવાજી જયંતિ અને ગણેશ ઉત્સવ થકી લોકમાન્ય તિલક મહારાજના વિચારોએ પણ તેમના ઘડતરમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો . દામોદર ચાફેકર ના કોર્ટ સમક્ષ કરેલા નિવેદન જેમાં તેમણે રેન્ડ ની હત્યાની જવાબદારી લીધી હતી . એક હાથમાં ભગવદ ગીતા અને બીજા હાથમાં ફાંસીનું દોરડું લઈ વંદે માતરમ ના નારા સાથે હસ્તે મોઢે ફાંસીને માંચડે ચઢનાર ચાફેકરનો આ લેખ કેસરી અખબાર (જે લોક માન્ય તિળક દ્વારા ચલાવવામાં આવતું હતું )માં વાંચીને તેમણે પણ દેશ માટે પોતાનું જીવન ન્યોછાવર કરવાના શપથ લીધા. તેમણે યુવાનોને ભેગા કરી આઝાદી ની ચળવળ માટે શરીરને મજબૂત અને વજ્ર જેવુ બનાવવા રોજ કસરતના દાવ પણ કરતા.

વીર સાવરકર સ્વાતંત્ર્ય સેનાની Vir Savarkar svatantry senani

 ભારતના ક્રાંતિકારી Veer Savarkar  નું પ્રાથમિક શિક્ષણ તેમના ગામ નજીક નાસિક માં જ પૂરું થયું . અને ત્યારબાદ આગળ કોલેજના અભ્યાસ માટે  પુણેની ફર્ગુશન  કોલેજમાં દાખલ થયા હતા. પરંતુ તેમની સ્વાતંત્ર ચળવળ અને ભારતને સંપૂર્ણ સ્વાતંત્ર્ય  આપવાના તેમના  વિચારો અને અંગ્રેજ સરકાર સામેનાં તેમનાં ઉગ્ર ભાષાણો ને લઈ બ્રીટીશ સરકારે તેમની બી.એ. ની સ્નાતકની ઉપાધિ પાછી લઈ લીધી હતી.

 1857 નો  સ્વાતંત્ર સંગ્રામ ના ઇતિહાસ  ઉપર તેમણે મરાઠી માં લખેલા પુસ્તક ને કારણે અંગ્રેજ સરકારમાં ખળભળાટ મચી ગયો હતો. આ પુસ્તક ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેમજ ભારતમાં છાપવાની સુવિધા પણ ન હતી . તેમના આ પુસ્તક 1857 ના સ્વાતંત્ર્ય યુધ્ધનો ઇતિહાસ ઈગ્લેંડના તેમના અભ્યાસકાળ દરમ્યાન ના મિત્રો દ્વારા અંગ્રેજી અનુવાદ કરવામાં આવ્યો હતો . અંગ્રેજ સરકાર પુસ્તકને અટકાવી ના શકે તે માટે તેનું નામ પબ્લીક પેપર જેવુ બનાવટી નામ આપી દીધું હતું .

વિનાયક દામોદર સાવરકરે સ્થાપેલી સંસ્થાઓ

વીર સાવરકરે સ્થાપેલી મિત્ર મેલા અને અભિનવ ભારત સંસ્થાઓ યુવાનોમાં રાષ્ટ્ર પ્રેમ અને ભારતને સંપૂર્ણ સ્વાતંત્ર્ય માટે પ્રયત્ન શીલ સંસ્થાઓ હતી . ખૂબ લોકપ્રિય બની હતી . આ સંસ્થાઓ વિદેશી સામાનની હોળી ,સ્વદેશી ચળવળ ,આપતીના સમયે લોકોની મદદ તહેવારોની વિશિષ્ઠ રીતે ઉજવણી વગેરે કામ કરતી હતી .એટલેજ તેમની સંસ્થા અભિનવ ભારત સાથે મદનલાલ ધીંગરા જોડાઈ ગયા હતા લોકમાન્ય બાલગંગાધર તિળક રમૂજમાં સાવરકરની છાવણી કહેતા . અભિનવ ભારતની એક શાખા વિદેશોમાં જઈને ગદર પાર્ટી તરીકે ઓળખાઈ .

વિદેશની ધરતી પર સ્વાતંત્ર્ય સેનાની

વીર સાવરકર  Veer savarkar બેરીસ્ટર ની ડીગ્રી મેળવવા માટે 1906 માં ઈગ્લેંડ ગયા . ત્યાં જઈને તેમણે ભારતને સંપૂર્ણ સ્વાતંત્ર્ય અપાવવા માટે વિધાર્થીઓ ને એક કર્યા અને ફ્રી ઈન્ડિયા નામની સંસ્થાની સ્થાપના કરી . આ સમયગાળામાં તેમને ઈગ્લેંડમાં તેમને શ્યામજી કૃષ્ણ વર્મા , વિરેન્દ્ર ચટ્ટોપાધ્યાય,લાલા હરદયાળ ,સરદારસિંહ રાણા ,મેડમ ભીખાઈજી કામા,મદનલાલ ધીંગરા વગેરે ક્રાંતિકારીઓના સંપર્કમાં આવ્યા હતા . તેમણે શિવાજી ,મહારાણા પ્રતાપ ,ગુરુ ગોવિંદસિંહ અને ગુરુ નાનકદેવ ની જન્મ જયંતિઓ ભારતીય રીત પ્રમાણે ઉજવાતા .અને યુવાનો સાથે મળી રાષ્ટવાદી પ્રવૃતિઓ કરતા

આંદામાન ની સેલ્યુલર જેલમાં

ઈગ્લેંડમાં તેમના મિત્ર મદનલાલ ધીંગરા એ લોર્ડ કર્ઝનની હત્યાનો પ્રયાસ અને ત્યારબાદ કર્ઝન  વાયલીની ગોળી મારી હત્યા કરતાં વીર સાવરકર  પણ ઈન્ડિયા હાઉસ સાથે જોડાણ ધરાવે છે . એમ માની બ્રીટીશ સરકારે તેમણે વાયલીની હત્યાકેશમાં જોડી દીધા હતા . મદનલાલ ધિંગરાને ફાંસીની સજા થઈ અને વીર સાવરકરે ને કોર્ટે 50 વર્ષની આજીવન કારાવાસ અને દેશનિકાલની સજા કરી તેમને આંદામાનની જેલમાં મોકલવા માં આવ્યા હતા. પરંતુ જ્યારે  વીર સાવરકરને ઈગ્લેંડથી લઈને આવતું જહાજ ફ્રાન્સના માર્સેલ્સ બંદરે પહોચ્યું ત્યારે વીર સાવરકરે કુદરતી હાજતના બહાને નાશી જવાનું વિચાર્યું અને તેમણે સંડાસ ની બારીનો કાચ તોડી સમુદ્ર માં ઝંપલાવ્યું પરંતુ તેઓ પકડાઈ ગયા .  

આંદામાનની સેલ્યુલર જેલમાં તેમની છાતી પર જેલની તારીખ વાળું ભારેખમ લોઢાનું પતરું લગાવવામાં આવ્યું .અને અનેક યાતનાનો સામનો તેમણે જેલમાં કરવો પડેલો .

હિન્દુ મહાસભાની સ્થાપના

ભારતના લોકોની વીર સાવરકર ને છોડવા માટેની ઉગ્ર માગને લઈ તેમને ભારતમાં યરવડા જેલમાં રાખવામાં આવેલા . પાછળથી તેમને શરતોને આધીન છોડવામાં આવેલા .તેમને જેલની બહાર આવતાં જ તિલક મહારાજ દ્વારા સ્થાપવામાં આવેલી સ્વરાજ પાર્ટીમાં  જોડાયા .અને તેમણે હિન્દુ મહાસભા નામની એક રાજકીય પાર્ટીની સ્થાપના કરી .

ગાંધીજીની હત્યા કરનાર નથુરામ ગોડસે પણ હિન્દુ મહાસભાના સભ્ય હતા . તેથી ગાંધીજીની  હત્યા કેશમાં  વિનાયક દામોદર સાવરકર ની પણ ઘરપકડ કરવામાં આવેલી અને કોર્ટમાં કેશ ચાલેલો .પરંતુ તેમના વિરુધ્ધમાં કોઈ પુરાવા ના મળતાં સુપ્રીમ કોર્ટે તેમને નિર્દોષ છોડી મૂક્યા હતા .  

વીર સાવરકર નું અવસાન

1966 ના વર્ષમાં તેમણે સતત ઉપવાસ કરતા રહેવાથી અને આ સમય દરમ્યાન અન્ન જળ અને જીવન રક્ષક દવાઓ નો પણ ત્યાગ કરી ઇચ્છા મૃત્યુ થી 26 ફેબ્રુઆરીએ તેમનું અવસાન થયું . ત્યારે તેમની ઉંમર 83 વર્ષની હતી . ભારત માતાના પનોતા પુત્ર પ્રખર સ્વાતંત્ર્ય સેનાની અને રાષ્ટ્રવાદના પ્રણેતા તરીકે તેઓ હમેશાં અમર રહેશે . 26 ફેબ્રુઆરી 2023 વીર સાવરકરની પુણ્યતિથી(સ્મૃતિ દિન ) 26 February 2023 Veer savarkar Punya Tithi (smrutidin )એ કોટી કોટી નમન

પૂર્વ વડાપ્રધાન સ્વ અટલ બિહારી બાજપાઈજી  ના શબ્દોમાં …

  “      સાવરકર  માને  તેજ    સાવરકર  માને  ત્યાગ    સાવરકર  માને     તપ

         સાવરકર   માને   તર્ક   સાવરકર     માને   તિતિક્ષા   સાવરકર માને  તીર

          સાવરકર માને તલવાર ………. “

                       મિત્રો અમારો આ વીર સાવરકર વિશે નિબંધ Veer savarkar Vishe nibandh અથવા  ભારતના ક્રાંતિકારી Bharatna krantikari અથવા ભારતના ક્રાંતિકારી નિબંધ  આપને કેવો લાગ્યો તે કોમેંટમાં જરૂર થી જણાવશો . આઝાદીના શહીદો અને ગુજરાતના ક્રાંતિકારી Gujaratna Krantikari અથવા વીર સાવરકર વિશે Veer savarkar vishe વાંચવા માટે અમારી વેબ સાઇટ નિયમિત જોતા રહેશો .

About the author

Gujarat Info Hub

Leave a Comment