ગુજરાતી ન્યૂઝ જાણવા જેવું

૨૩ માર્ચ શહિદ દિવસ । વીરાંજલી કાર્યક્રમ અમદાવાદ ( Viranjali Program )

viranjali-program
Written by Gujarat Info Hub

વીરાંજલી કાર્યક્રમ (Viranjali Program ) : 23 માર્ચ શહીદ દિવસે અમદાવાદમાં અને વિવિધ શહેરોમાં યોજાનારા વીરાંજલી કાર્યક્રમમાં શહીદોને અપાશે શ્રદ્ધાંજલી ,શહીદોની આરતી અને ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા દેશભક્તિ ગીતોના સૂરો સાથે ભવ્ય વીરાંજલી . ભારત માતાના પનોતા પુત્રો જેમણે  ભારતની આઝાદીની લડતમાં પ્રાણોની પરવા કર્યા વિના શહાદત વહોરી છે તેવા વીર શહીદોને શહીદ દિવસે શ્રધ્ધાંજલી આપવાનો ભવ્ય કાર્યક્રમ. અમદાવાદ માં  વીરાંજલીકાર્યક્રમ માતૃભૂમી માટે પ્રાણોની આહુતિ આપનાર વીરો માટે આગામી 23 માર્ચના ના શહીદ દિવસે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી અને વીરાંજલી સમિતિ દ્વારા  ભારતની આઝાદીના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણોની આહુતિ આપી  માતૃભૂમીને આઝાદી અપાવનાર  વીર શહીદોને શ્રધ્ધાંજલી આપવાના સંગીતમય ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે . ભારત માતાના વીર સપૂતોએ પોતાના પ્રાણોના બલીદાન  આપી આપણને મહામૂલી આઝાદી અપાવી છે . તો આવો આપણે સૌ સાથે મળી ‘વીરાંજલી ‘ સંગીતમય સફરમાં સહભાગી થઈ આપણા વીર શહીદોને વિનમ્ર શ્રધ્ધાંજલી પાઠવીએ.

23 માર્ચ શહીદ દિવસ

Sahid Divas  શહીદ દિવસ : ભારતની સ્વાતંત્ર્ય ચળવળના આપણા મહાન ક્રાંતિકારી યુવાનો વીર ભગતસિંહ,સુખદેવ થાપર  અને શિવરામ રાજ્યગુરુ અને બીજા નવ યુવાનો પર લાહોરની કૃષ્ણ વર્મા ની કોર્ટમાં કેશ ચલાવીને તેમને નિર્દયતા પુર્વક  ફાંસીની સજા આપવામાં આવી .ફાંસી આપવા માટે 24 માર્ચનો દિવસ નક્કી કરવામાં આવ્યો હોવા છતાં વીર ક્રાંતીકારી ઓને 23 માર્ચની મોડી સાંજે લાહોરની જેલમાં  ફાંસી આપવામાં આવી . અને પંજાબના ફીરોજપુર જિલ્લાના હુસેનીવાળા પાસે  સતલજ નદીના કિનારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા  તે જગ્યાએ તેમનું સ્મારક બનાવવામાં આવ્યું છે . આજે શહીદ દિવસ છે . ભારત માતાના વીર પનોતા પુત્રોને યાદ કરીને સમગ્ર ભારત 23 માર્ચના દિવસે વીર શહીદોને શ્રધ્ધાંજલી પાઠવે છે . ભારતમાં 23 માર્ચનો દિવસ શહીદ દિવસ તરીકે નક્કી કરવામાં આવ્યો છે . ભારતની સ્વતંત્રતા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વીર શહીદો વીર ભગતસિંહ ,સુખદેવ થાપર શિવરામ  રાજગુરુ ની 92 મી પુણ્યતિથિને ‘શહીદ દિવસ’ તરીકે સમગ્ર ભારત તેમને શ્રધ્ધાંજલી પાઠવી શ્રધ્ધા સુમન અર્પણ કરે છે .ત્યારે આપણા ગુજરાતમાં અમદાવાદમાં મહાન શહીદોને યાદ કરીને તેમને શ્રધ્ધા સુમન અર્પણ કરવાનો કાર્યક્રમ રિવરફ્રન્ટ ,પાલડી  અમદાવાદ ખાતે યોજાઇ રહ્યો છે . આવો વીરાંજલી કાર્યક્રમ વિશે વધુ જાણીએ .

વીરાંજલી  (Viranjali Program )

માતૃભૂમી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વીર શહીદોને યાદ કરીને શ્રધ્ધાંજલી આપવાનો કાર્ય ક્રમ ગુજરાતમાં સતત 14 વર્ષ કરતાં વધુ સમય થી શહીદ દિને ભવ્ય રીતે યોજાઇ રહ્યો છે . વીરાંજલી સમિતિ દ્વારા યોજાતા આ કાર્યક્રમમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો દેશભક્તિ ગીતો ,નાટકો અને વ્યાખ્યાનો દ્વારા કાર્યક્રમ ખૂબ લોકપ્રિય બન્યો છે . કાર્યક્રમમાં આપણા લોક લાડીલા મુખ્યમંત્રી અને બીજા ઘણા મહાનુભાવો ઉપસ્થિત રહી વીર શહીદોને શ્રધ્ધા સુમન અર્પણ કરે છે. 23 માર્ચ 2023 નો કાર્યક્રમ અમદાવાદના રિવરફ્રન્ટ માં યોજાઇ રહ્યો છે . જેમાં પ્રથમ વાર સમિતિ દ્વારા શહીદોની આરતીનું આયોજન થયું છે  તે ખૂબ ભવ્યાતિભવ્ય હશે .

રાષ્ટ્ર ભક્તિના આવા સુંદર કાર્યક્રમો સમાજમાં દેશભક્તિ અને રાષ્ટ્રવાદ ના વિચારોને સ્થાપિત કરી આજના બાળકો અને યુવાનોને પ્રેરીત કરશે . આપણા વીર શહીદો અને મહાન દેશ ભક્તોના જીવન સંઘર્ષની ગાથાઓ જાણી આજના બાળકો અને યુવાનોમાં રાષ્ટ્રવાદની ભાવના બળવતર બનશે.  તેથી જ વીરાંજલી  કાર્યક્રમમાં આપણાં  બાળકો અને યુવાનોને વધુમાં વધુ જોડવા જોઈએ. રાષ્ટ્ર ભક્તિના આવા ઉમદા કાર્યકમો યુવાનોમાં રાષ્ટ્રપ્રેમની પ્રેરણા આપી,એક આદર્શ નાગરિકનું  ધડતર કરશે.

વીરાંજલી કાર્યક્રમ વિગત

 

‘વીરાંજલી’

સંગીતમય સફર  23 માર્ચ 2023

ઇવેન્ટ સ્થળ : રિવર ફ્રન્ટ પાલડી ,અમદાવાદ

સમય : સાંજે 8.00 કલાકે

ફ્રી પાસ મેળવવા માટે : 1800-121000-011

વેબસાઈટ :- www.viranjali.com

શહીદ દિવસ  23 માર્ચના શહીદો  વિશે જાણીએ.

વીર શહીદ ભગતસિંહ

ભારતની આઝાદીની ચળવળમાં પોતાના પ્રાણોની આહુતિ આપી શહીદી વહોરનાર  વીર શહીદ ભગતસિંહનો જન્મ 1907 ની 28 સપ્ટેમ્બર ના રોજ લાલપુર પંજાબમાં થયો હતો. નાનપણ થી તેઓ ક્રાંતિકારી વિચારો ધરાવતા હતા . જલીયાવાલા બાગના હત્યાકાંડ વખતે તેઓ પગપાળા લાંબી મુસાફરી કરીને જલીયાવાલા પહોચ્યા હતા આ હત્યાકાંડની તેમના માણસ પર ઘણી અસર પડી હતી . તેઓ ભગતસિંહે  નવજવાન ભારત સભાની સ્થાપના કરી . આ સમયમાં તેમને સુખદેવ,ચંદ્ર શેખર આઝાદ,જતીનદાસ,ભગવતી ચરણ વગેરેનો ભેટો થયો . ભગતસિંહે જગતની મોટી ક્રાંતિઓ માર્કવાદ, સમાજવાદ, અને સોવિયેત સંઘ વિશે ખૂબ વાંચ્યું અને લેખો પણ લખ્યા હતા . જનીનદાસ પાસે બોમ્બ બનાવતાં શીખ્યા. અને 1926 માં દશેરાના દિવસે તેમણે બોમ્બ ફેકયો.  અને ધરપકડ થઈ પરંતુ પુરાવાના લીધે તેમને છોડી મૂકવામાં આવ્યા .

1928 માં સાયમન કમીશનનો વિરોધ કરતી રેલી પર બ્રીટીશ સૈનિકો દ્વારા લાલલજપત રાય પર બેફામ લાઠીચાર્જ કરવામાં આવતાં લાલા લજપતરાયનું પાછળથી અવસાન થતાં ભગતસિંહ ખૂબ ક્રોધિત થયા હતા . તેમણે એ અંગ્રેજ અધિકારીની હત્યા કરવાનું નક્કી કર્યું . અને 17 ડિસેમ્બરના દિવસે મી.સોંડર્સ આવતાં જ રાજગુરુએ તેને ગોળી મારી દીધી હતી .

8 એપ્રિલ 1929 ના દિવસે તેમણે કેન્દ્રીય ધારાસભામાં બોમ્બ ફેકયો અને નાશી જવાના બદલે ત્યાં ઊભા રહી ધરપકડ વહોરી લીધી હતી . તેમણે તે વખતે કહ્યું હતુકે આ બોમ્બ ધડાકો બહેરી અંગ્રેજ સરકારના કાન ખોલવા માટે છે . પાછળથી તેમના પર કેશ ચાલ્યો અને તેમના પર નિર્દયતા પુર્વક ફાંસીની સજા કરવામાં આવી .

વીર શહીદ રાજ્યગુરુ

વીર શહીદ શિવરામ હરી  રાજ્યગુરુનો જન્મ  24 ઓગસ્ટ 1908 ના રોજ મહારાષ્ટ્રના પૂના નજીકના ખેદ ગામમાં એક બ્રાહમણ  પરિવારમાં થયો હતો . હાલમાં આ ગામ રાજગુરુનગર  તરીકે ઓળખાય છે . ભગતસિંહ અને સુખદેવના સાથી અને મહાન ક્રાંતિકારી હતા . લાલા લજપતરાય નો બદલો લેવા તેમણે જી.પી. સોંડસે પર ગોળી ચલાવી હતી .

વીર શહીદ સુખદેવ થાપર

વીર શહીદ સુખદેવ થાપર પંજાબના લુધીયાણા માં 15 મે 1907 માં થાપર  માતા રલ્લીદેવી અને પિતા રામલાલ થાપર ને ત્યાં  જન્મ્યા હતા.   નાનપણ થી જ ભારતની આઝાદીના ક્રાંતીકારી લડવૈયા હતા. તેમના બલીદાન દિવસની યાદમાં ભારત શહીદ દિવસના રોજ તેમને યાદ કરીને શ્રધ્ધા સુમન અર્પણ કરે છે. પંજાબ પ્રાંતની જવાબદારી તેઓ શંભાળતા હતા . ભગતસિંહ ,રાજયગુરુ સાથે મળીને અનેક ક્રાંતિકારી પ્રવૃતિઓ કરી હતી . 1929 ની જેલ ભૂખ હડતાળ તેમજ 1929 ના લાહોર ષડયંત્ર કેશના મુખ્ય આરોપી હતા . 23 માર્ચ 1931 ના રોજ ત્રણેય શહીદોને નિર્દય પણે ફાંસી આપવામાં આવી હતી .

આ પણ વાંચો :- શહીદ દિવસ 23 માર્ચ ના રોજ કેમ ઉજવવામાં આવે છે

23 માર્ચ 2023  શહીદ દિવસે ગુજરાત ઇંફો હબ પરિવાર વીર શહીદોને વિનમ્ર શ્રધ્ધાંજલી પાઠવે છે .

About the author

Gujarat Info Hub

Leave a Comment