નોકરી & રોજગાર

TET Exam Date 2023: શિક્ષક યોગ્યતા કસોટી ટેટે ૧ અને ટેટ ૨ ની પરીક્ષા તારીખ જાહેર

Gujarat-TET-EXAM
Written by Gujarat Info Hub

Gujarat TET Exam Date 2023: મિત્રો ગુજરાત શિક્ષક યોગ્યતા કસોટી ટેટ 1 અને ટેટ 2 ની પરીક્ષા તારીખ જાહેર થઈ છે. વધું માં Gujarat TET 2 ની ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પણ લંબાવવામાં આવી છે. શિક્ષકની ભરતી માટે આ યોગ્યતા કસોટી ફરજીયાત પાસ કરેલ હોવી જરૂરી છે. તો જે મિત્રો ટેટ વન અને ટેટ ટુ ની પરીક્ષાનું ટાઈમ ટેબલ ની રાહ જોઈને બેઠા હતા તેમને જણાવી દઈએ કે આ બંને પરીક્ષા એપ્રિલ મહિનામાં યોજવાની છે.

TET-1 ના ઓનલાઇન અરજી પત્રકો ભરવાની પ્રકિર્યા પૂર્ણ થઈ ગઈ છે અને TET-2 ના અરજી ફોર્મ તમે તારીખ 20/03/2023 થી લઈને 29/03/2023 સુધી ભરી શકશો. ટેટ ટુ માટે ફી ભરવાનો સમયગાળો પણ 20 માર્ચ થી 29 માર્ચ સુધીનો છે.

TET Exam Date 2023

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા TET 1 & 2 ની પરીક્ષા તારીખે જાહેર થતા, જે લોકો પોતાના અરજી ફોર્મ ભરી દિધા છે તેમને તૈયારી ચાલુ કરી દેવી જોઈએ કેમ કે વર્ષ ૨૦૧૮ પછી ટેટ ની પરીક્ષા હવે લેવામાં આવે છે તો પહેલા ટ્રાયલ માં પરીક્ષા પાસ કરી શિક્ષક બનો તેવી અમારી શુભકામનાઓ.

TET Exam Date 2023

રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી કુબેર ડિડોર દ્વારા ટેટ ની પરીક્ષા તારીખ અંગે ટિવ્ટ કરેલ છે અને તમે State Examination Board ની સતાવાર વેબસાઈટ પર જઈને પણ Gujarat TET Exam Date 2023 જોઈ શકો છો.

TET-I પરીક્ષા તારીખ 

મિત્રો, TET-1 ની પરીક્ષા તારીખ ૧૬/૦૪/૨૦૨૩ ના રોજ લેવામાં આવવાની છે જેના કોલ લેટર એપ્રિલ મહિનાના પહેલા અઠવાડીયાથી ઓનલાઈન ડાઉનલોડ કરી શકશો. આ ટેટ ૧ ની કસોટી માં અંદાજે ૮૭ હજાર વિધાર્થીઓ પરીક્ષા પેપર આપશે. ટેટ ૧ એ ધોરણ ૧ થી ૫ ના શિક્ષકની નોકરી માટેની પરીક્ષા છે.

TET-II પરીક્ષા તારીખ

મિત્રો, TET-2 ની પરીક્ષા ૬ થી ૮ માટેના શિક્ષકની નોકરી મેળવાવા માગતા ઉમેદવારો માટેની યોગ્યતા કસોટી છે. જે તારીખ ૨૩/૦૪/૨૦૨૩ ના રોજ યોજવામાં આવશે. જેમાં કુલ ૨ લાખ ૭૫ હજાર ઉમેદવારો પરીક્ષા આપશે. ટેટ ૨ ની પરીક્ષા ના કોલ લેટર તમે એપ્રિલ મહિના ના બીજા અઠવાડીયા થી ઓનલાઈન ડાઉનલોડ કરી શકશો. ટેટ ૨ ના પરીક્ષા ફોર્મ તારીખ ૨૯/૦૩/૨૦૨૩ ના રોજ સુધી તમે ઓજસ પર જઈ ઓનલાઈન ભરી શકશો.

આ પણ વાંચો :-  TET-I & TET-II Syllabus, Notification, Exam Patter in Gujarati

મિત્રો, તમને અહિથી Gujarat TET Exam Date 2023 ની માહિતી મળી ગઈ હશે, પરંતુ જો તમે ટેટ ૧ અને ટેટ ૨ નો સીલેબસ, પરીક્ષાનુ માળખું, અરજી કેવી રીતે કરવી વગેરેની સંપુર્ણ માહીતી મેળવવા માંગતા હોવ તો ઉપરની લિંક પર કરી ને સંંપુર્ણ માહીતી મેળવી શકો છો.

ગુજરાત શિક્ષક યોગ્યતા કસોટી ના પ્રશ્નોતરી

 

પ્રશ્ન ૧ :-  ટેટ ૧ ની પરીક્ષા તારીખ ક્યારે યોજાશે ?
જવાબ :- ટેટ ૧ ની પરીક્ષા તારીખ ૧૬ એપ્રિલ ૨૦૨૩ ના રોજ યોજવામાં આવશે.

પ્રશ્ન ૨ :- ટેટ ૨ ની પરીક્ષા ક્યારે યોજાશે ?
જવાબ :- ટેટ ૨ ની પરીક્ષા તારીખ ૨૩ એપ્રીલ ૨૦૨૩ ના રોજ યોજવામાં આવશે.

પ્રશ્ન ૩ :- TET-II ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ કઈ છે ?
જવાબ :- ટેટ ટુ માટે તમે તારીખ ૨૦ માર્ચ ૨૦૨૩ થી લઈને ૨૯ માર્ચ ૨૦૨૩ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શક્શો.

પ્રશ્ન ૪ :- TET Exam કોના દ્વારા યોજવામાં આવે છે ?
જવાબ :- ટેટ પરીક્ષા ની ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા યોજવામાં આવે છે.

પ્રશ્ન ૫ :- રાજ્ય શિક્ષણ બોર્ડ ની સતાવાર વેબસાઈટ કઈ છે ?
જવાબ :- રાજ્ય શિક્ષણ બોર્ડ ની સતાવાર વેબસાઈટ https://sebexam.org/ છે.

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment