ખેતી પદ્ધતિ

Watermelon Farming : ખેડૂતભાઈઓ પરંપરાગત ખેતી છોડો, આ ફળની હાઇબ્રીડ ખેતી કરશોતો થશે બંપર કમાણી

Watermelon Farming
Written by Gujarat Info Hub

Watermelon Farming : ખેડૂતભાઈઓ પરંપરાગત ખેતી છોડો ,આ ફળની હાઇબ્રીડ ખેતી કરશોતો થશે બંપર કમાણી. ખેડૂત ભાઈઓએ હવે આ ફળની ખેતી તેમના ખેતરમાં કરવી જોઈએ, ઘણો નફો થશે.

ખેડૂત મિત્રો હવે ગરમીની સિઝન ચાલુ થઈ ગઈ છે. ત્યારે હવે કિસાન ભાઈઓ પરંપરાગત ખેતી છોડીને લોકોની માંગ પ્રમાણે ખેતી કરવા માંગે છે. પરંપરા ગત ખેતીને બદલ આધુનિક ખેતી કરીને બંપર કમાણી કરીશ કશો જો તમે પણ સારા પૈસા કમાવવા માંગતા હોવ તો તમે તરબુચની ખેતી કરો. જેનાથી તમે ઓછા ખર્ચે મોતી ગણાતા તરબૂચનું વાવેતર કરો અને વધુ ઉપજ ઉભી કરી શકો છો. ગરમિની સિઝનમાં લોકોને તરબૂચનું ફળ ખાવું બહુ ગમે છે. કારણ કે તે શરીરને હાઇડ્રેટ કરે છે અને તેનો સ્વાદ પણ મીઠો હોય છે. તો આજે આપણે તરબુચની ખેતી પધ્ધ્તી વિશે જાણીશું અને તેનાથી કેટલી કમાણી કરી શકાય તેના વિશે સંપુર્ણ માહિતી મેળવિશું.

Watermelon Farming

વાસ્તવમાં, એપ્રિલ મહિનામાં આવતા તરબૂચની ખેતી જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં કરવામાં આવે છે. આવી સ્થિતિમાં આ પાક 100 દિવસમાં પાકી જાય છે. આ સિવાય ખેડૂતો જૂન-જુલાઈમાં તેની ખેતી કરે છે. આવી સ્થિતિમાં, તેની બે વાર વાવણી કરવાથી એક વર્ષમાં લગભગ ત્રણ લાખ રૂપિયાની કમાણી થાય છે. તરબૂચમાં સૌથી વધારે પાણી હોવાથી વજન પણ ઘણું થાય છે. એટલે ખેડૂતને વધુ ઉત્પાદન અને સારા ભાવ એમ બંને રીતે ઘણો ફાયદો થાય છે.

ખેડુતભાઈઓ તરબુચની ખેતી વર્ષમાં 2 વખત કરી શકે છે, જેના માટે સૌ પહેલા મોટા ભાગના ખેડુતો જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં આની ખેતી કરે છે જેના લિધે આ પાક એપ્રિલ મહિનામાં તૈયાર થઈ જાય છે. આ સિવાય જો ખેડુતો જુન અને જુલાઈ મહિનામાં પણ આની ખેતી કરે છે.

જમીન માવજત અને સુધારેલી જાતો :

તરબુચની ખેતી માટે કાળી જમીન યોગ્ય ગણાય છે. અને જમીનનુ પીએચ મુલ્ય ૫.૫ થી લઈને ૭ સુધી શ્રેષ્ઠ ગણાય છે. તરબૂચના પાકને ગરમ અને શુષ્ક હવામાન અને પુષ્કળ સૂર્યપ્રકાશની જરૂર પડે છે. વેલાની વૃદ્ધિ માટે 24°C થી 27°C તાપમાન આદર્શ છે. જો તમારી પાસે હલકી અને ગોરાડું જમીન હોયતો પણ તરબૂચની ખેતી માટે બેસ્ટ છે. તમે જરૂર પ્રમાણે છાણીયું ખાતર નાખીને ફળદ્રુપ બનાવી વાવેતર કરશો તો તરબૂચની ગુણવત્તા અને ઉત્પાદનમાં ખૂબ વધારો થશે.

તરબૂચની ઘણી સુધારેલી જાતો છે, જે ઓછા સમયમાં ફળ તૈયાર કરે છે અને સારું ઉત્પાદન પણ મેળવે છે. આ જાતોમાં સુગર બેબી, અરકા જ્યોતિ, પુસા બેદાણા મુખ્ય જાતો છે. ઉત્તર ગુજરાતનાં ઘણા જિલ્લા ઓ સહિત સમગ્ર ગુજરાત અને બનાસકાંઠાના જિલ્લાના ઘણા ખેડૂતોએ તરબૂચની ખેતી અપનાવી આર્થિક ફાયદો મેળવ્યો છે.

તરબૂચનું ઉત્પાદન :

પાણીની નિકાલવાળી મધ્યમ કાળી જમીન આ પાક માટે યોગ્ય છે.5.5 થી 7 ની જમીન તરબૂચ માટે યોગ્ય છે. કાળી જમીનવેલાની વૃદ્ધિ માટે 24°C થી 27°C તાપમાન આદર્શ છે. આવી જમીનમાં પૂરક ખાતર અને પાક સંરક્ષણના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરવામાં આવેતો વિધે 300 મણ અને તેથી ઉત્પાદન પણ મળી શકે છે. અને કિલોના 10 રૂપિયા હોલસેલ ભાવ ગણવામાં આવેતો ખેડૂતભાઈઓને વિઘે 60000 રૂપિયાની બંપર કમાણી થઈ શકે.

આ પણ વાંચો : Ration Card Applying Process : રેશન કાર્ડ બનાવવાનું હવે બન્યું સરળ આ રીતે કરો અરજી

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment