Tech News Trending

WhatsApp New Feature: માર્ક ઝકરબર્ગે વોટ્સએપ યુઝર્સને આપી મોટી ભેટ! હવે એક સ્માર્ટફોન પર બે એકાઉન્ટ ચાલશે

WhatsApp New Feature
Written by Gujarat Info Hub

WhatsApp New Feature: વિશ્વની સૌથી મોટી મેસેજિંગ એપ્લિકેશન હાલમાં વોટ્સએપ છે, જેનો અબજો લોકો ઉપયોગ કરે છે. વોટ્સએપ હંમેશા તેની ઉત્તમ સેવા અને શ્રેષ્ઠ સુવિધાઓ માટે જાણીતું છે. પરંતુ વોટ્સએપનો ઉપયોગ કરવાની શૈલી હવે બદલાવા જઈ રહી છે.

હવે યુઝર્સ WhatsApp પર એક ફોન પર બે WhatsApp એકાઉન્ટ સરળતાથી ઉપયોગ કરી શકશે. આ વાતની જાહેરાત વોટ્સએપના સીઈઓ માર્ક ઝકરબર્ગે કરી છે. અત્યારે યુઝર્સ માત્ર એક જ એકાઉન્ટમાં લોગીન કરી શકે છે, પરંતુ હવે વોટ્સએપમાં એક નવું ફીચર એડ કરવામાં આવી રહ્યું છે જેની મદદથી યુઝર્સ એક ફોનમાં એક જ વોટ્સએપમાં એકસાથે અનેક એકાઉન્ટ્સ ચલાવી શકશે.

WhatsApp New Feature

જે લોકોના ફોનમાં બે નંબર છે અથવા બે વોટ્સએપનો ઉપયોગ કરે છે તેમના માટે આ ફીચર ખૂબ જ ખાસ હશે. હવે તેમને એક જ ફોન પર એક એપ્લિકેશન દ્વારા બંને WhatsApp એકાઉન્ટનો ઉપયોગ કરવાનો લાભ મળશે. કેટલાક લોકો પોતાની ઓફિસ અને પર્સનલ વોટ્સએપને અલગ રાખે છે, વોટ્સએપના નવા અપડેટ બાદ તેમને ઘણો ફાયદો થવાનો છે.

એક એપમાં બે અલગ-અલગ એકાઉન્ટ ચાલશે

વોટ્સએપ યુઝર્સને વોટ્સએપ પર એકાઉન્ટ સ્વિચ કરવાનો વિકલ્પ મળશે. વપરાશકર્તાઓ બે અલગ-અલગ નંબર સાથે એકાઉન્ટ બનાવી શકશે અને એક એકાઉન્ટથી બીજા એકાઉન્ટમાં સરળતાથી સ્વિચ કરી શકશે. આ ફીચરની સૌથી ખાસ વાત એ છે કે એક એકાઉન્ટથી બીજા એકાઉન્ટમાં સ્વિચ કરવા માટે પહેલા એકાઉન્ટમાંથી લોગ આઉટ કરવાની જરૂર નહીં પડે.

આ પણ વાંચો:-

WhatsApp મલ્ટિપલ એકાઉન્ટ ફીચર કેવી રીતે કામ કરશે

આ માટે યુઝર પાસે વોટ્સએપના બે એકાઉન્ટ હોવા જોઈએ જેના દ્વારા તે લોગઈન કરી શકે. આ માટે સૌથી પહેલા તમારે Google Play Store પર જઈને તમારું WhatsApp અપડેટ કરવાનું રહેશે. તે પછી તમારે વોટ્સએપમાં તમારા નામની આગળ ત્રણ ડોટ્સ પર ક્લિક કરવાનું રહેશે. આ પછી તમારે એડ એકાઉન્ટ વિકલ્પનો ઉપયોગ કરવો પડશે. આ પછી, તમારે તમારા વોટ્સએપ નંબરને પહેલાની જેમ વેરિફાઈ કરવાનો રહેશે અને તમારું એકાઉન્ટ એક્ટિવેટ થઈ જશે. તમે તમારા એકાઉન્ટને એકબીજા વચ્ચે બદલી શકો છો.

અગત્યની લિંક

હોમપેજઅહી ક્લિક કરો
ગુગલ ન્યુઝ પર અમને ફોલો કરોઅહી ક્લિક કરો
અમારી WhatsApp ચેનલમાં જોડાવાઅહી ક્લિક કરો
Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment