વ્યક્તિ વિશેષ દિન વિશેષ

એકાત્મક માનવવાદ અને અંત્યોદયના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાય ની આજે પુણ્ય તિથી – દિન વિશેષ

પંડિત દીનદયાળ ઉપાધ્યાય
Written by Gujarat Info Hub

કુશળ સંગઠક, પ્રભાવશાળી રાજનેતા, વિચારક, લેખક, અને ભારતીય જનસંઘના પ્રેરણા સ્ત્રોત એકાત્મક માનવવાદ અને અંત્યોદયના પ્રણેતા પરમ શ્રધ્ધેય  પંડિત દીનદયાળ ઉપાધ્યાય ની આજે પુણ્યતિથિ છે. તેમની પુણ્યતિથિ નિમિત્તે તેમને વિનમ્ર શ્રદ્ધાંજલિ.

બાળપણ અને ઉછેર

પંડિત દીનદયાલ ઉપાધ્યાય નો જન્મ મથુરા થી નજીકના ના ચંદ્રભાણ  નામના ગામમાં 25 સપ્ટેમ્બર 1916 ના રોજ  એક સામાન્ય બ્રાહ્મણ પરિવાર માં તેમનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ ભગવતી પ્રસાદ અને માતાનું નામ રામ પ્યારી હતું. ભગવતીપ્રસાદ એક ઉચ્ચ કોટીના જ્યોતિષ હતા. પંડિત દીનદયાળ ઉપાધ્યાય  જ્યારે આઠ વર્ષના હતા ત્યારે જ તેમના માતા-પિતાનું અવસાન થયું હતું.  આમ નાની ઉંમરથી માતા-પિતાની છત્રછાયા તેમના ઉપરથી ચાલી ગઈ હતી. તેમના માતા પિતાના અવસાનથી તેમના  ઉછેર અને અભ્યાસ ની જવાબદારી તેમના મામાએ ઉપાડી.

અભ્યાસ

 પંડિત દીનદયાળ ઉપાધ્યાય અભ્યાસ માટે રાજસ્થાનની કલ્યાણની હાઈસ્કૂલમાં દાખલ થઈ . મેટ્રિક પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરી. એટલું જ નહી પરતું સમગ્ર બોર્ડમાં પ્રથમ આવ્યા . અભ્યાસમાં પંડિત દિન દયાળ ઉપાધ્યાયજી ની વિચક્ષણ પ્રતિભા જોઈને સીકરના મહારાજાએ તેમને સુવર્ણ ચંદ્રક આપી સન્માન કર્યું હતું .તેમજ શિષ્યવૃતિ પણ એનાયત કરી હતી .   હતી તેમજ બિરલા કોલેજમાંથી ઇન્ટરમીડિયેટ ની પરીક્ષા પણ પાસ કરી હતી. 1939 માં પંડીતજી સનાતન ધર્મ કોલેજ કાનપુરમાં   દાખલ થયા . બીએ ની સ્નાતક ની પરીક્ષા પાસ કરી અને તેઓ આગળના  એમ.એ ના અભ્યાસ માટે આગ્રાની સેન્ટ જ્હોન કોલેજમાં  દાખલ થયા પરંતુ આ સમયગાળામાં તેમની મામાની દીકરી ખૂબ બીમાર પડી અને એના કારણે તેઓ એમ.એ. ની  પરીક્ષા આપી શક્યા નહીં.  પરંતુ તેમના મામા ઇચ્છતા હતા કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રાદેશિક  સિવિલ સેવાની પરીક્ષા આપે. અને મામાની ઈચ્છાને માન આપી તેમણે સિવિલ સેવાની પરીક્ષા ખૂબ જ સફળતાપૂર્વક પાસ કરી. પરંતુ તેઓ સરકારી નોકરી કરવા ઇચ્છતા ના હતા.  તેમને સરકારની નોકરીમાં કોઈ રસ હતો નહીં.  ત્યારબાદ તેમણે બી.ટી . ની પરીક્ષા પણ પાસ કરી તેમ છતાં તેઓ સરકારી નોકરીમાં  જોડાયા નહીં.  તેમની ઈચ્છા તો હતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાઈ અને દેશ સેવા કરવાની.

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ માં

પંડિત દીનદયાળ ઉપાધ્યાય રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ માં જોડાયા. અને સંઘના એક ઉચ્ચ કોટીના કાર્યકર તરીકેની ભૂમિકા એમણે નિભાવી. પંડિત દિન દયાળ ઉપાધ્યાય જ્યારે બીએ નો અભ્યાસ કરી રહ્યા ત્યારે તેઓ બાલુજી  નામના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક મિત્રનો પરિચય થયો . અને તેમના પર રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ના વિચારોનો જબરો પ્રભાવ પડયો . તેઓ ત્યારબાદ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્થાપક ડો હેડગેવારને મળ્યા . અને આજીવન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં રહી દેશ સેવા કરવાનો વિચાર કર્યો . તેમણે  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાઓ ચલાવવાની શરૂ કરી.  અને આજીવન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સક્રિય કાર્યકર રહ્યા.

રાષ્ટ્રીય જન સંઘમાં જનરલ સેક્રેટરી

1951 રાષ્ટ્રવાદિ પાર્ટીની જરૂર ઊભી થતાં શ્યામા પ્રસાદ મુખર્જી એ રાષ્ટ્રીય જન સંઘ નામના પક્ષની સ્થાપના કરી. આ પક્ષનો હેતુ રાષ્ટ્રવાદને મજબૂત બનાવવાનો હતો અને રાષ્ટ્રવાદી વિકલ્પ પૂરો પાડવાનો હતો. પંડિત દીનદયાળ ઉપાધ્યાય પક્ષના  પ્રચારક અને ભારતીય જનસંઘના બીજા મુખ્ય નેતા તરીકે તેમણે ખૂબ કામ કર્યું. 1952માં ભારતીય જનસંઘ ના રાષ્ટ્રીય મહામંત્રી બન્યા અને 1967 સુધી એ પદ ઉપર તેમની સેવાઓ આપી. ત્યારબાદ તેઓ જનસંઘના પ્રમુખ પણ બન્યા હતા. શ્યામા પ્રસાદ મુખર્જીના અવસાન પછી રાષ્ટ્રીય જનસંઘની તમામ જવાબદારી તેમના ઉપર આવી હતી .  દિનદયાળ ઉપાધ્યાયજી જાતિવાદના સખત વિરોધી હતા. ચૂંટણીમાં જાતિવાદને પ્રોત્સાહન આપવાની વિરુદ્ધમાં હતા. તેઓ ક્યારે ચૂંટણી લડવા માગતા  ન હતા. સરસંચાલક માધવ સદાશિવ પણ ઇચ્છતા હતા કે દિન દયાળ ઉપાધ્યાય ક્યારેય ચૂંટણી ના લડે પરંતુ એક સમય એવો આવ્યો કે તેમને ચૂંટણીમાં ઝંપલાવવું પડયું. 1962 ના ચીનના આક્રમણ પછી ભારતમાં ચાર જગ્યા ઉપર પેટા ચૂંટણી યોજાઈ જેમાં ઉત્તર પ્રદેશના અમરોહાથી આચાર્ય કૃપલાણી, ફરુખાબાદ થી ડો રામ મનોહર લોહિયા જૌનપુર થી પંડિત દિનદયાળ ઉપાધ્યાય અને ગુજરાતની રાજકોટ બેઠક પરથી મીનુ મસાણી વિપક્ષના ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઊભા રહ્યા હતા. પરંતુ ચૂંટણીમાં દિન દયાળ ઉપાધ્યાય ચૂંટણી  હારી ગયા.  તેઓ તકવાદ અને જાતિવાદના વિરોધી હતા. તેમજ પ્રખર સિદ્ધાંત વાદી વ્યક્તિ હતા તેઓએ રાજનીતિમાં પણ તેમના આદર્શોને જાળવી રાખ્યા હતા. એટલે

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈજીએ તેમને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય સંસદ સભ્ય ન હતા પરંતુ સંસદ સભ્યોના નિર્માતા હતા. પંડિત દીનદયાળ ઉપાધ્યાયના મૃત્યુ પછી તેમના લેખોની એક પોલિટિકલ ડાયરીનું પ્રકાશન કરવામાં આવ્યું. જેની પ્રસ્તાવના ઉત્તર પ્રદેશના કોંગ્રેસના વરિષ્ઠ નેતા સંપૂર્ણાનંદે લખી હતી તેમણે લખ્યું હતું કે સ્વર્ગીય દિનદયાળ ઉપાધ્યાય ના વિચારોને પ્રકાશમાં લાવવાનું કામ હું ના કરું તો મારા કર્તવ્યથી દૂર થઈ જાઉં. મતલબ કે કોંગ્રેસના નેતાઓ પણ પંડિત દિનદયાલ ના વિચારોથી ખૂબ પ્રભાવિત હતા. અને તેમનો આદર કરતા હતા. દિનદયાળ ઉપાધ્યાયજી નું જીવન નિર્મળ અને સેવા માટે તેમનું સમર્પણ ખૂબ ઊંચી કોટીનું હતું. દિનદયાળજી નું જીવન રાજનીતિના કાર્યકરો માટે હંમેશા પ્રેરણા રૂપ બની રહેશે.

એકાત્મ માનવવાદ  અને અંત્યોદયના પ્રણેતા

એકાત્મ માનવવાદ  એ વ્યક્તિના શારીરિક માનસિક અને આધ્યાત્મિક એમ ત્રણેય પ્રકારનો  વિકાસ કરનાર છેપંડિત દીનદયાળ ઉપાધ્યાય ભારતીય સાંસ્કૃતિક અને પારંપરિક મૂલ્યોનું રક્ષણ અને જાળવણી કરવાના હિમાયતી હતા. પશ્ચિમી વિચારસરણી નીચે ભારતીય વૈચારિક શક્તિ મંદ પડી રહી હતી . તેથી તેઓ હંમેશા કહેતા કે ભારતને તાજી વૈચારિક હવાની સખત જરૂર છે.

ભારતના રાષ્ટ્રવાદના પ્રચાર માટે તેમણે અનેક સામયિકો શરૂ કર્યા હતા જેમાં તેમણે લખનૌ થી રાષ્ટ્ર ધર્મ નામનું પ્રકાશન બહાર પાડયું હતું. જેના દ્વારા તેઓ રાષ્ટ્રવાદનો પ્રચાર કરતા રહ્યા ત્યારબાદ પંચજન્ય નામનું સામયિક બહાર પાડયું એ પછી બીજા પણ સામાયિકો શરૂ કર્યા હતા. આ સામયિકોનું છાપકામ અને રવાનગી સહિતનું બધું જ કામ એકલા હાથે કરતા હતા. તેમ છતાં તેનો એક પણ અંક પ્રકાશન થયા વગરનો રહ્યો ન હતો.

આ પણ વાંચો :- દિન વિશેષ ફેબ્રુઆરી

Pandit DeenDyal Upadhyay: આવા ભારતમાતાના પનોતા પુત્ર એકાત્મ માનવવાદ અને અંત્યોદય ના પ્રણેતા પરમ શ્રધ્ધેય  પંડિત દીનદયાળ ઉપાધ્યાય  11 ફેબ્રુઆરી 1968 ના દિવસે અવસાન પામ્યા હતા. આજે તેમની પુણ્યતિથીએ gujaratinfohub તેમને વિનમ્ર શ્રદ્ધાંજલિ પાઠવે છે.

About the author

Gujarat Info Hub

Leave a Comment