Online-Payment Trending

KYC Norms of Banks: હવે કેવાયસી નહીં કરો તો પણ બેંક તમારું ખાતું ફ્રીઝ કે બંધ નહીં કરી શકે, જાણો આરબીઆઇ એ શું કહ્યું

KYC Norms of Banks
Written by Gujarat Info Hub

KYC Norms of Banks: જો તમારું બેંકમાં ખાતું હોય તો તમે ક્યારેક ને ક્યારેક કેવાયસી વિશે જરૂર સાંભળ્યું હશે અને એ પણ સાંભળ્યું હશે કે જો તમે કેવાયસી નહીં કરવો તો તમારું ખાતું બંધ અથવા ફ્રીઝ થઈ જશે, આ સાંભળી ને જ આપણે બધા કામ પડતાં મૂકીને પહેલા કેવાયસી કરવા માટે દોડવા લાગીએ છીએ પરંતુ હવે તમારે કેવાયસી માટે આમ બેબાકલું થવાની જરૂર નથી કેમ કે કેવાયસી ના કરવાથી તમારું ખાતું બંધ કે ફ્રીઝ નહીં થાય, ચાલો આ વાત વિશે વિગતવાર ચર્ચા કરીએ.

આરબીઆઇ એ બેંકોને કરી ટકોર | KYC Norms of Banks

આરબીઆઇ એ તમામ બેંકોને ટકોર કરતા કહ્યું છે કે કોઈ પણ બેંક ગ્રાહકનું અધૂરું કેવાયસી કે કેવાયસી ના કરાવ્યું હોય અથવા તો કેવાયસી કરવામાં મોડું કરનાર ગ્રાહકનું ખાતું બંધ કે ફ્રીઝ ના કરી શકે. બેંકો પોતાની ભૂલ પરિણામ બેંકો પર થોપે છે આ ઉપરાંત વધુમાં જણાવ્યું કે બેંકો એ કેવાયસીના નિયમોનું કડક રૂપે પાલન કરવું જોઈએ જો કેવાયસીના નિયમોનું જે બેંકો પાલન નહીં કરે તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

સરકારી યોજનાના રૂપિયા લાભાર્થી સુધી નથી પહોંચતા

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના નાયબ ગવર્નર સ્વામીનાથને પ્રાઇવેટ બેન્કોના એક સંમેલનમાં જણાવ્યું હતું કે બેંકો કેવાયસીના નિયમોનું ચુસ્તપણે પાલન કરે. બેંકો કેવાયસીના અભાવે ગ્રાહકોના એકાઉન્ટ ફ્રીઝ કરી દે શે તેથી ગ્રાહકોને તેના હકના સરકારી યોજનાઓના રૂપિયા તેના ખાતામાં ટ્રાન્સફર થતા નથી અને લાભાર્થી સરકારી યોજનાના લાભથી વંચિત રહી જાય છે.

આ ઉપરાંત જણાવ્યું કે બેંકો કેવાયસી ને લગતી પૂરતી જાણકારી ગ્રાહકો સુધી પહોંચાડતી નથી જેથી કેવાયસીની પ્રક્રિયામાં મોડું થાય છે આ ઉપરાંત આરબીઆઇને ઘણી એવી ફરિયાદો પણ મળી છે કે કેવાયસી ફક્ત ગ્રાહકની જે તે બ્રાન્ચ પર જ કરવામાં આવે છે.

આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે અને ઉપયોગી લાગી હશે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો ને આ લેખ જરૂર શેર કરજો તેમજ આવી જ રીતે કામના સમાચાર સમયસર મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.

About the author

Gujarat Info Hub

Leave a Comment