PM-Kisan-Yojana સરકારી યોજનાઓ

PM Kisan eKYC 2023: પીએમ કિસાન યોજનાના 14 માં હપ્તાના પૈસા મેળવવા કેવાયસી કરો.

PM Kisan eKYC 2023
Written by Gujarat Info Hub

PM Kisan eKYC Last Date: જો તમે 14 માં હપ્તા ના 2000 રૂપિયા મેળવવા માંગતા હોવ તો PM Kisan eKYC Update કરાવવું જરૂરી છે. ખેડૂત મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ તમે જો તમારા દરેક હપ્તા મેળવ્યા હશે, પણ જો તમે હજુ સુધી ઈ કેવાયસી નથી કરાવેલ તો તમે 14 મો હપ્તો ગુમાવી શકો છો પરંતુ જો તમે અમારી આજની આ માહિતી ધ્યાન પૂર્વક વાચશો તો તમે કોઈપણ હપ્તો નહીં ગુમાવવો પડે અને Pradhan Mantri Kisan Samman Nidhi યોજનાનું ઇકેવાસી ઘરે બેઠા કરી સકશો

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2023

ખેડૂત મિત્રો આ યોજના અંતર્ગત ભારત સરકાર દ્વારા દર વર્ષ એ 6000 રૂપિયા સહાય આપવામાં આવે છે જે કુલ ત્રણ હપ્તા માં 2000 રૂપિયા દર ચોથા મહિને ખેડૂતોના ખાતામાં જમા થાય છે. હવે 14 મો હપ્તો થોડા દિવસો માં જમા થવાનો છે તો જે ખેડૂત મિત્રો એ આધાર લિંક નથી કરાવેલ તે જલ્દીથી અમારા સ્ટેપ ફોલોવ કરી ઓનલાઇન અથવા નજીકના pm kisan ekyc csc સેન્ટર જઈ ને તેમનું ઈ કેવાયસી કરાવી શકે છે.

PM Kisan ઈ કેવાયસી શું છે?

ઈ કેવાયસી એક એવી પ્રોસેસ છે જેમાં તમારું બેન્ક એકાઉન્ટ અને આધાર બંને એકબીજા સાથે લિંક હોવું જરૂરી છે. મિત્રો અત્યાર સુધી ઘણા લોકો ખોટી રીતે આ યોજાનાનો લાભ લેતા હતા પરંતુ જ્યારનું ekyc update થયું છે ત્યારના ખોટી રીતે લાભ મેળવતા લોકો ને હપ્તા મળવાનું બંધ થઈ ગયું છે, પરંતુ જો તમે આ પીએમ કિસાન યોજના માટે લાયક છો તો તમે તમારું ઇકેવા્યાસી કરાવી લેવું જરૂરી છે.જેથી આવતો 14મો હપ્તો તમારા ખાતા માં જમા થઈ શકે.

PM Kisan eKYC OTP Online દ્વારા કેવી રીતે કરવું ?

ખેડૂત મિત્રો જો તમારું આધાર અને તમારો મોબાઈલ નંબર લિંક હશે તો તમે pm kisan ekyc otp દ્વારા સરળતાથી ઇકેવા્યાસી કરી શકશો. જેના સ્ટેપ નીચે મુજબ છે.

  • સૌ પ્રથમ PM Kisan ઓફિસિયલ વેબસાઈટ તમારા મોબાઈલ માં ખોલો.
  • હવે હોમપેજ ખુલશે જેમાં જમણી સાઈડ former corner પર જાઓ
e-KYC
  • હવે ત્યાં તમને ‘eKYC ‘ મેનુ હશે તેના પર ક્લીક કરો.
  • હવે નવું પેજ exlink pm kisan ekyc ખુલશે જેમાં તમારો આધાર નંબર નાખી સર્ચ બટન પર ક્લિક કરો.
pm kisan ekyc image
  • હવે તમારા આધાર નંબર સાથે લિંક મોબાઈલ નંબર નાખવાનો રહેશે અથવા તે યાદ ના હોય તો કુટુંબના કોઈપણ સભ્યનો મોબાઈલ નંબર નાખો અને “Get Mobile OTP” બટન પર ક્લીક કરો.
  • હવે નીચેના બોક્સ માં તમારા મોબાઈલ માં આવેલ ઓટીપી નાખી “SUBMIT OTP ” બટન પર ક્લીક કરો.
  • હવે એક નવો ઓપ્શન આવશે “GET AADHAR OTP” તેના પર ક્લીક કરો
  • હવે તમારો જે મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હશે તેમાં નવો ઓટીપી આવશે.
  • મોબાઈલ માં આવેલ pm kisan ekyc otp આપેલ બોક્સ માં નાખી “Submit” બટન પર ક્લીક કરો.
eKYC has been done successfully
  • હવે તમને ઉપર “eKYC has been done successfully” મેસેજ દેખાશે અને આવી રીતે તમે પીએમ કિસાન નું ઇકેવાસી ઓનલાઈન કરી શકો છો.

PM Kisan eKYC Status ઓનલાઈન ચેક કેવી રીતે કરવું

મિત્રો પ્રધાન મંત્રી સન્માન નિધિ યોજના નું ઇકેવાયસી થયું કે નહીં તેનું સ્ટેટસ ચેક કરવા નીચેના સ્ટેપ ફોલોવ કરો.

  • સૌ પ્રથમ pm kisan પોર્ટલ પર જાઓ
  • ત્યારબાદ તમે former corner પર જઈ “ekyc” ઓપ્શન પસંદ કરો.
  • હવે તમારું આધાર નંબર નાખવાનું આવશે જે નાખી અને સર્ચ બટન પર ક્લીક કરો
  • હવે તમને ઉપર “e-KYC already done” નામનો મેસેજ દેખાશે.

જો તમારું પીએમ કિસાન ઈ કેવાયસી આપડેટ થયેલ હશે તો સર્ચ બટન પર ક્લીક કરતા સાથે ઉપર મેસેજ આવશે કે “Ekyc already done” અને જો મેસેજ ના દેખાય અને નીચે મોબાઈલ નંબર નાખવાનો ઓપ્શન આવે તો સમજવાનું તમારું ઈ કેવા્યસી બાકી છે જે તમે અમારા ઉપરના સ્ટેપ ફોલોવ કરી ને તમારું ekyc online update કરી શકો છો.

PM Kisan E-KYC last date

મિત્રો પીએમ કિસાન યોજના નુ ઇકેવાસી સ્ટેટસ જલ્દીથી ચેક કરો, કેમ કે pmkisan ekyc last date 31, મે 2023 છે, તે પછી 14 મો હપ્તો ખેડૂતો ના ખાતા માં જમા થવાનો છે તો જે લોકોએ ઇકેવાસી હજુ સુધી નથી કરાવેલ તે જલ્દીથી ઉપરના સ્ટેપ ફોલોવ કરી pm kisan ekyc update કરી લેવું જરૂરી છે. જો તમે પીએમ સન્માન નિધિ યોજના નો લોભ લઇ રહ્યા છો અને kyc પણ કરાવેલ છે તો પણ તમે તેનું સ્ટેટસ એકવાર જરૂરથી ચેક કરજો કેમ કે તેની ઓનલાઇન પ્રોસેસ ફક્ત 2 મિનિટ ની છે, તો ફક્ત 2 મિનિટ આપી તમે 2000 રૂપિયા મેળવી શકો છો. અને pm kisan ekyc otp link માં કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ આવે તો અમને નીચેના કોમેન્ટ બોક્સ થી જણાવી શકો છો.

આ પણ વાંચો :- આયુષ્માન ભારત યોજના કાર્ડ નો લાભ હવે 10 લાખ સુધી મળશે

મિત્રો, તમે અમારા આ આર્ટિકલ દ્વારા Pradhan Mantri e-KYC online update કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી મેળવી છે. તમારા મિત્રો સુધી આ મિહિતી શેર કરો અને જો તેમને ઇકેવાસી ના કરાવેલ હોય તો જલ્દીથી કરાવી લે કેમ કે પીએમ કિસાન નો 14 મો હપ્તો થોડા દિવસોમાં તમારા ખાતા જમા થવાનો છે. આવી સરકારી યોજાનાઓ ની માહિતી માટે આમારી વેબસાઈટ ને જોતા રહો ધન્યવાદ.

FAQ’s

પીએમ કિસાન યોજના શું છે ?

આ યોજના ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવાની કલ્યાણ યોજના છે જેમાં દરેક ખેડુતને વર્ષ માં ત્રણ સમાન હપ્તા થકી રુપીયા ૬૦૦૦ ની સહાય તેમનાં બેંક ખાતામાં જમાં થાય છે.

પી એમ કિસાન હપ્તો ક્યારે આવશે ?

અત્યાર સુધી કુલ 13 હપ્તા ચુકવવાંમાં આવેલ છે અને હવે પછીનો 14 મો હપ્તો મે મહિનાના પહેલા અઠવાડીયામાં આવી શકે છે.

પીએમ કિસાન ઈ કેવાયસી શું છે ?

ઈ કેવાયસી એવી પ્રોસેસ છે જે તમારા બેંક ખાતા ને અને તમારા અધારને જોડે છે જેનાથી સાચા ખેડુત લાભાર્થીઓની ઓળખ થાય અને ખોટા લાભાર્થીઓ લિસ્ટમાંથી કમી થાય.

About the author

Gujarat Info Hub

Leave a Comment