Vat Savitri vrat 2023: જેઠ મહિનાની અમાસ તથા જેઠ મહિનાની પૂનમના દિવસે વટ સાવિત્રીનું વ્રત સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે. આ વટ સાવિત્રી વ્રત પૂજનથી સ્ત્રીઓની મનોકામનાની પૂર્તિ થાય છે .આ વ્રતમાં અલગ અલગ વૃક્ષની પૂજા કરવાનું જણાવવામાં આવેલ છે. આજના દિવસે વટનું પૂજન કરવાનું વિશેષ મહત્વ છે. ધાર્મિક માન્યતા મુજબ વૃક્ષમાં બ્રહ્મદેવતા વિષ્ણુ અને દેવાધી દેવ શિવ સાથે સમગ્ર વટના વૃક્ષને માતા સરસ્વતીનું નિવસ સ્થાન માનવામાં આવે છે. જેને કારણે સ્ત્રીઓ દ્વારા જેઠ મહિનાના પૂનમના દિવસે વટની પૂજા કરવાનું વિશેષ મહત્વ આપણા ધાર્મિક ગ્રંથોમાં પણ ઉલ્લેખ કરેલ છે
હિન્દુ ધાર્મિક ગ્રંથો અને માન્યતા મુજબ જેઠ મહિનાની પૂર્ણિમા ના દિવસે વટ સાવિત્રી વ્રતની પૂર્ણાહુતિ થતી હોય છે અને સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા વટ સાવિત્રીના તેરસથી શરૂઆત થતી હોય છે અને પૂનમના દિવસે ચંદ્ર દર્શન બાદ વટ સાવિત્રી પૂર્ણ થતું હોય છે.
Vat Savitri vrat 2023
કેટલાક વિસ્તારોમાં માન્યતા એવી પણ છે કે વ્રત સાવિત્રી વ્રત વૈશાખ વદ અમાસ છે પણ કરવામાં આવે છે પરંતુ ગુજરાતના મોટા ભાગોમાં જયેષ્ટ સુદ પૂર્ણિમાના દિવસે વટ સાવિત્રી ની પૂજા કરાતી હોય આજરોજ વટ સાવિત્રી વ્રતની પૂજા વિધિ કરી ચંદ્રદર્શન બાદ વ્રતનું પૂર્ણ થતું જણાય છે
વટ સાવિત્રી પૂર્ણિમા વ્રત નો મહિમા
આજના દિવસે વટ સાવિત્રી વ્રતનું મહત્વ એટલે છે કે પૌરાણિક કથાઓમાં જ્યારે સાવિત્રીનું પતિ સત્યવાન મૃત્યુ પામ્યો હતો. ત્યારે તેને વટના વૃક્ષ નીચે બેસીને ભગવાન મહાદેવની કઠોર તપસ્યા અને તપ કર્યો હતા ત્યારબાદ મહાદેવ પ્રસન્ન થઈ સાવિત્રીને વરદાન માગવાનું કહ્યું હતું તે પૈકી સાવિત્રી દ્વારા તેના પતિનું નવજીવન મળે તેવું વરદાન માગ્યું હતું અને મહાદેવ દ્વારા વરદાન આપતા સાવિત્રીના પતિ સત્યવાન સજીવન થયો હતો ત્યારથી આજ સુધી ધાર્મિક ગ્રંથો અને માન્યતાઓ મુજબ જેઠ મહિનાની પૂનમના દિવસે વટ સાવિત્રી વ્રત કરવાની પરંપરા શરૂ થઈ હતી
વટ સાવિત્રી વ્રત નો મહત્વ
વટ સાવિત્રી વ્રત થી આસ્થા સાથે અત્યંત ફળીયાદી મનાય છે. આ વ્રત દ્વારા દેવી સાવિત્રી એ પતિવ્રતા અને બુદ્ધિ ચાતુરીયા થી તેમના મૃત્યુ સત્યવાનને પુન્ય જીવન કરાવ્યું હતું જેથી આ વ્રતને યમરાજની કૃપાનું પ્રાપ્ત કરાવનારું ગણાય છે
- આ વ્રતની પૂજાથી સ્ત્રીઓ અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે
- પૂજન થી ઘરમાં સુખ સમૃદ્ધિ અને પતિનું દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થાય છે
- દાંપત્ય જીવનના વિધ્નો દૂર થઈ જાય છે
વટ સાવિત્રી વ્રત કરવાની વિધિ
જે સ્ત્રીઓ નવા લગ્ન થયેલ છે અને પહેલીવાર પોતાનું વટ સાવિત્રી વ્રત કરે છે તેઓ વટ સાવિત્રી સંપૂર્ણ વિધિવત વિધિ અહીથી મેળવી શકશે.
- વટ સાવિત્રી વ્રત ગુજરાતી પંચાંગ મુજબ જેઠ સુદ પૂનમના દિવસે રાખવામાં આવે છે
- સ્ત્રીઓએ સવારમાં ઊઠીને સ્નાનિનાથ કાર્યક્રમ અને આ દિવસે લાલ રંગની સાડી પહેરવી જોઈએ અને નવવધુની જેમ જ 16 શ્રૃંગાર કરવા જોઈએ.
- વટ સાવિત્રી વ્રતમાં સ્ત્રીઓ દ્વારા વડની પૂજા કરવામાં આવે છે જેમાં સૌપ્રથમ વડના મૂળમાં જળ અર્પણ કરો ત્યારબાદ ધૂપ દીપ અર્પણ કરો, ત્યારબાદ વડના મૂળમાં કંકુ, સિંદૂર, પાન, સોપારી, અક્ષર, ફળ, ફૂલ વગેરે અર્પણ કરો
- આ વ્રતમાં વડના વૃક્ષની 108 પ્રદક્ષિણા કરવાનો મહિમા ધાર્મિક ગ્રંથોમાં જણાવેલ છે પણ જો આપ 108 વખત પ્રદક્ષિણા કરી શકો તેમ ન હોય તો ઓછામાં ઓછી સાત વખત તો પ્રદક્ષિણા જરૂરથી કરવી જોઈએ અને સાથે સાથે સુતરની દોરી વટવૃક્ષના ચારે બાજુ વીટવી જોઈએ.
- વટ સાવિત્રી વ્રત ની કથા નું શ્રવણ વડના વૃક્ષ નીચે જ કરવું જોઈએ
- સાવિત્રી અને વડની પૂજા બાદ ગોળ બનાવીને ચણા અને ગોળનો પ્રસાદ વહેંચવામાં આવે છે.
- વટ સાવિત્રી પૂર્ણ હુતિ અને પૂજા કર્યા બાદ બ્રાહ્મણોને અનાજ, કપડા અને ધનનું દાન કરી આશીર્વાદ લેવા જરૂરી છે
આ જુઓ :- શ્રી હનુમાન ચાલીસા
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જન રૂચિને ધ્યાનમાં રાખીને આ આર્ટિકલને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે