ગુજરાત સરકાર ગુજરાતી ન્યૂઝ જાણવા જેવું

આવકનો દાખલો કઢાવવા માટે ફોર્મ અને જરુરી ડોક્યુમેન્ટ । Aavak no Dakhlo Gujarat Online Apply, Form PDF

આવકનો દાખલો કઢાવવા માટે
Written by Gujarat Info Hub

Aavak no Dakhlo Gujarat: આજે આપણે આવકનો દાખલો કઢાવવા માટે અરજી કરવાની રીત, જરૂરી પુરાવા, આવકનો દાખલો નું ફોર્મ pdf 2023 વગેરેની સંપુર્ણ માહિતી આ આર્ટિકલના માધ્યમથી મેળવિશું.

આવકનો દાખલો દરેક વ્યકતિ માટે અગત્યનું દસ્તાવેજ છે. જ્યારે કોઇપણ સરકારી યોજનાઓ, સરકારી ભરતી, શાળા કે કોલેજમાં એડમિશન અથવા કોઇપણ પ્રકારની સહાય મેળવવા માટે આવકનું પ્રમાણપત્ર જરુરી રહે છે. આવકના પ્રમાણપત્રની મદદથી કોઇપણ વ્યક્તિ કે કુટુબની વાસ્તવિક આવક નક્કી થાય છે. સરકારના નિયમ મુજબ આવકનો દાખલો દરેક નાણાકિય વર્ષ માટેની તમારી વાસ્તવિક આવક ચકાશવા માટે નો સૌથી અગ્ત્યનુ દસ્તાવેજ છે. જેને અંગ્રેજીમાં Income Certificate કહેવામાં આવે છે.

ગુજરાત સરકાર દ્વારા Avak no Dakhlo મેળવવા માટે ઓનલાઈન અરજી ફોર્મ અને સેવાઓ શરૂ કરવામાં આવી છે, જેની મદદથી તમે આવકનું ફોર્મ ઘરે બેઠા તમારા મોબાઈલ ફોન ની મદદથી ભરી શકો છો. તો ચાલો જાણિએ આવકનો દાખલો કઢાવવા માટે શું કરવું અને ક્યાં કયાં ડોક્યુમેંટ જોડવા.

Income Certificate Gujarat

અગાઉ આપણે જાતી નો દાખલો કઢાવવા માટે શું કરવું તેની માહિતી મેળવી, હવે આજે આપણે આવકનો દાખલો ગ્રામ પંચાયત અથવા તાલુકા પંચાયતે કેવી રીતે કઢાવવો તેની માહિતી મેળવીશું. 

આવકનો દાખલો કઢાવવા માટે વ્યક્તિ ને પોતાની કુલ આવક દર્શાવવાની રહે છે, જેમાં ખેતીની આવક, ધંધો કરતા હોય તો તેની આવક અને જો નોકરી કરતા હોય તો ફોર્મ નંબર 16-A ભરવાનુ રહે છે. આવકના પ્રમાણપત્ર ની જરુર કઈ કઈ જગ્યાએ પડી શકે તેની માહિતી નીચે મુજબ છે.

  • સરકારી યોજનાઓ નો લાભ મેળવવા માટે આવકનું પ્રમાણપત્ર અગત્યનું દસ્તાવેજ છે.
  • સરકાર દ્વારા મળતી કોઇપણ પ્રકારની શિષ્યવુર્તીનો લાભ મેળવવા માટે આવકના દાખલાની જરુર રહે છે.
  • શાળા અથવા કોલેજમાં એડમીશન મેળવવા માટે આ દાખલાની જરુર પડે છે.
  • કોઈપણ પ્રકારની લોન લેવા માટે આવકના દાખલાની જરુર પડે છે.

આવકનો દાખલો કઢાવવા માટે ડોક્યુમેન્ટ

આવકનું પ્રમાણપત્ર મેળવવા માટે નિચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર પડે છે. જો તમે ઓનલાઈન અરજી કરો છો તો તમારે આ પુરવાની ઓરીજનલ નકલ સ્કેન કરી અપલોડ કરવાની રહેશે અને જો ઓફલાઈન અરજી કરવાના છો તો તમે તમામ દસ્તાવેજ ની પ્રમાણીત નકલ કરી આવકના ફોર્મ સાથે જોડી જમા કરાવી શકો છો.

  • રહેઠાણનો પુરાવા ( રેશન કાર્ડ, પાસપોર્ટ, લાઈટ બીલ, ડ્રાઈવિગ લાઈસન્સ માથી કોઇપણ એક)
  • ઓળખનો પુરાવો (આધાર કાર્ડ, ચુટણી કાર્ડ, પાસપોર્ટ ની નકલ માંથી કોઇપણ એક)
  • જો વ્યકતિ નોકરી કરતો હોય તો (ફોર્મ ૧૬-એ)
  • જો વ્યક્તિ ધંધો કરતો હોય તો ધંધા ની બેલેન્સ શીટ
  • જો ખેતી કરતા હોવ તો ૭/૧૨ અને ૮-અ ની નકલ
  • તલાટી નો જવાબ-પંચક્યાસ
  • રેશન કાર્ડ
  • લાઈટ બીલ
  • એકરારનામું
  • જો પશુપાલન નો વ્યવસાય કરતા હોવ તો દુધ મંડળી નો દાખલો

આવકનો દાખલો કઢાવવા માટે ડોક્યુમેન્ટ રજુ કરતા પહેલા તલાટી પાસે આવકના ફોર્મ માં જવાબ અને પંચકયાસ માં સહી સિક્કા કરાવી અને અન્ય વિગત ભરાવવી જરુરી 

આ પણ જુઓ :- ડિજિટલ સાઈનવાળી 7/12 અને 8-અ ની નકલ તમારા મોબાઇલ માં મેળવો

આવકનો દાખલો મેળવવા માટે ઓફલાઈન અરજી પ્રક્રીયા

અહિં અમે તલાટી આવકનો દાખલો ફોર્મ pdf 2023 ની લિંક નીચે આપેલ છે, જેના મદદથી આવકનું ફોર્મ ડાઉનલોડ કરી. આવકનો ફોર્મ ગ્રામ પંચાયત પર જઈ તલાટી પાસે ભરવાનું રહેશે અને ત્યારબાદ જરુરી ડોક્યુમેન્ટ જોડી તાલુકા પંચાયત ખાતે જઈ તમારુ ફોર્મ જમાં કરાવાનુ રહેશે. 

 તલાટી પાસેથી આવકનું ફોર્મમાં જવાબ-પંચકયાસ ભરાવતા સમયે ત્રણ પંચો રૂબરૂ હાજર જોઈશે અને ત્યારબાદ હવે સોગંદનામું ભરવાનું થતુ ન હોઈ તમારે તેના બદલે એકરાર નામું જાતે ભરી ફોર્મમાં નિચે તમારી સાઈન કરવાની રહેશે.

આવકના દાખલાનું ફોર્મ ભરી તમે તાલુકા પંચાયત ખાતે જમાં કરાવો છો, ત્યારબાદ તમારો ત્યાં ફોટો પાડવામાં આવશે અને તેની ફી ૨૦ રુપિયા જેટલી રહેશે, ત્યારબાદ તમને તમારો આવકના દાખલા માં સક્ષમ અધિકારીની સાઈન કરી તમારુ આવકનું પ્રમાણપત્ર રુબરૂ મેળવી શકશો.

આ જુઓ :- AnyRoR Gujarat 7 12 8અ ના ઉતારા

Aavak no. Dakhlo Form PDF Download

 ઉપરોકત અમે આવકનુ પ્રમાણપત્ર માટે અરજી કેવી રીતે કરવી તેની ઓફલાઈન રીતે સમજાવી, જેના માટે Aavak no dakhlo form download કરવા માટે તમે નિચે આપેલ લિંક ની મદદથી ડાઉનલોડ કરી શકશો.

  • આવકનુ ફોર્મ PDF શહેરી વિસ્તાર માટે Download Here
  • આવકનું ફોર્મ PDF ગ્રામ્ય વિસ્તાર માટેDownload Here

આવકનો દાખલો online મેળવવા માટેની પ્રક્રીયા

આવકનું પ્રમાણપત્ર માટે ઓનલાઈન અરજી તમે ડિજીટલ ગુજરાત પોર્ટલની મદદથી કરી શકશો. જેના સ્ટેપ નીચે મુજબ છે.

  • સૌ પ્રથમ ડિજીટલ ગુજરાત પોર્ટલની મુલાકાત લો. 
  • ત્યારબાદ હોમપેજ પર તમને જમણી સાઈડ “Login” ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો.
  • જો તમે અગાઉ આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવેલ ના હો તો “New Registration” બટન પર ક્લિક કરો.
  • હવે તમારા મોબાઈલ નંબર અને પાસવર્ડ વગેરેની વિગત નાખી, તમારા મોબાઈલ્માં “OTP” આવશે જેને નાખી તમારી રજીસ્ટ્રેશન પ્રક્રિયા ને પુર્ણ કરો.
  • હવે તમને મળેલ યુઝરનેમ અને પાસવર્ડ ની મદદથી આ પ્રોટલમાં લોગીન થાઓ.
  • ત્યારબાદ “Request a New Service” બટન પર ક્લિક કરો.
  • હવે તમને ગુજરાત સરકારની ઓનલાઈન સેવાઓ જોવા મળશે જેમાં Filter Service ઓપ્શન પર જઈ “Income Certificate” પસંદ કરો.
  • હવે તમારી સામે શહેરી અને ગ્રામ્ય વિસ્તાર (Panchayat Rural) માટે અલગ અલગ ઓપ્શન દેખાશે જેમાં તમે જે વિસ્તાર માટે આવકનો દાખલો મેળવવા માંગો છો તે પસંદ કરો.
  • ત્યારબાદ “Continue to Service” બટન પર ક્લિક કરતા તમારો અરજી નંબર જનરેટ થશે જેને સેવ કરી રખો અને આગળ વધો.
  • હવે માંગ્યા મુજબની અરજદારની માહિતી ભરો ત્યારબાદ નોકરી અથવા ધંધાની આવકની વિગત ભરવાની રહેશે, ત્યારબાદ “Next” બટન પર ક્લિક કરી આગળ વધો.
  • હવે તમારે રહેઠાણના પુરવા, ઓળખના પુરાવા જેવા જરુરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • છેલ્લે તમારા અરજી ફોર્મ ને સબમીટ કરાવી તેની પ્રિન્ટ નિકાળી રાખો 
  • ત્યારબાદ ઓનલાઈન ફી ચુકવણીના ઓપ્શન પર જઈ તમે નેટ- બેંકિગ અને ઈ-વોલેટ ની મદદથી આવકના પ્રમાણપત્ર માટેની અરજી ફી ભરી શકો છો.

તમારા અવકના દાખલાની ઓનલાઈન અરજી સબમીટ કર્યા બાદ અરજીનું સ્ટેટસ તમને SMS દ્વારા મળશે અને તમે અરજી નંબરની મદદથી પણ સ્ટેટસ ઓનલાઈન પોર્ટલ પરથી જોઈ શકશો.

આ જુઓ :- જાતિનો દાખલો કઢાવવા માટે ફોર્મ અને જરૂરી પુરાવા

મિત્રો, અહિં અમે આવકનો દાખલો ઓનલાઈન અને ઓફલાઈન કેવી રીતે મેળવવો તેની સંપુર્ણ માહિતી તમારી સાથે સેર કરી છે, જો આ માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રો સાથે સેર કરી શકો છો અને આવી લેટેસ્ટ માહિતી માટે અમારા વોટસઅપ ગ્રુપ માં જોડાઈ શકો છો, આભાર.

FAQ’s

આવકનો દાખલો કેટલા વર્ષ સુધી માન્ય રહે છે?

આવકનું પ્રમાણપત્ર ૩ વર્ષ સુધી માન્ય રહે છે, ત્યારબાદ ફરિથી નિકાળવા અરજી કરવાની રહે છે.

આવકના પ્રમાણપત્ર મેળવવા માટે ક્યાં દસ્તાવેજ ની જરુર પડે છે?

આવકનુ દાખલાના અરજી ફોર્મ સાથે તમારો રહેઠાણનો પુરાવો, ઓળખનો પુરાવો અને આવકના પુરાવાની વિગત દર્શાવતા ડોક્યુમેન્ટ ની જરુર રહે છે.

આવકના દાખલા માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી?

ગુજરાત સરકારના ડિજીટલ ગુજરાત પોર્ટલ ” https://www.digitalgujarat.gov.in/ ” પર તમે આવકના દાખલો મેળવવાની અરજી કરી શકો છો.

About the author

Gujarat Info Hub

Leave a Comment