ગુજરાતી ન્યૂઝ Trending જાણવા જેવું

બંદર ઉપર લગાવતા સિગ્નલ નો અર્થ: જાણો કયા નંબરનું સિગ્નલ ક્યારે લગાવવામાં આવે છે 

બંદર ઉપર લગાવતા સિગ્નલ નો અર્થ
Written by Gujarat Info Hub

બંદર ઉપર લગાવતા સિગ્નલ નો અર્થ: હવામાન વિભાગ ની આગાહી મુજબ ગુજરાત પર આવનારા દિવસોમાં બિપોરજોય નામના વાવાઝોડાનો ખતરો વનરાઈ રહ્યો છે. જેની મુખ્ય અસર ગુજરાતના પશ્ચિમ ભાગ દરિયાકાંઠાના વિસ્તારોમાં પર થઈ શકે છે વાવાઝોડાની સ્થિતિ જોતા કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા કિનારાના વિસ્તારોમાં યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

વાવાઝોડાની સ્થિતિ ચકાસતા બંદર ઉપર લગાવવામાં આવતા સિગ્નલ નો અર્થ શું તમે જાણો છો જો નથી જાણતા તો અહીં અમે વિવિધ સિગ્નલ નો અર્થ શું થાય તેની માહિતી તમારી સાથે શેર કરીશું જેમાં ખાસ કરીને 1 થી 12 નંબરના સિગ્નલ લગાવવામાં  હોય છે આ સિગ્નલો ની માહિતી દ્વારા તમે દરિયામાં આવતા વાવાઝોડા અંગે ની આગાહી માહિતી મેળવી શકો છો જેમ કે પવનની ઝડપ ના આધારે અલગ અલગ સિગ્નલ લગાવવામાં આવશે અને દરિયામાં રહેલી બોટ, મચ્છુઆરો ને આ સિગ્નલ ની મદદથી ખબર પડે કે દરિયો કેટલો ગાડોતુર બનશે.

બંદર ઉપર લગાવતા સિગ્નલ નો અર્થ જાણો

  • સિગ્નલ નંબર-01 :- જ્યારે પવનની ગતિ એક થી પાંચ કિલોમીટરની હોય ત્યારે એક નંબરનું સિગ્નલ લગાવાય છે. આ સિગ્નલ બહુ ગંભીર ગણાતું નથી
  • સિગ્નલ નંબર-02 :– પવનની ગતિ 6થી 12 કિલોમીટરની ઝડપે ફુકાતો હોય ત્યારે, બંદર ઉપર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવે છે.
  • સિગ્નલ નંબર-03 :- જ્યારે પવનની ઝડપ 13 થી 20 કિલોમીટરની ઝડપે ફુકાતો હોય. ત્યારે આ પ્રકારનુ સિગ્નલ ત્યારે લગાવાય છે,
  • સિગ્નલ નંબર-04 :- ચાર નંબરનુ સિગ્નલ, દરિયાકાંઠે 21 થી 29 કિલોમીટરની ઝડપે પવન ફુકાતો હોય ત્યારે લગાવવામાં છે.
  • સિગ્નલ નંબર-05 :- જ્યારે ફુંકાતા પવનની ગતી 30 થી 39 કિલોમીટરની હોય છે, ત્યારે બંદર ઉપર પાંચ નંબરનું સિગ્નલ લગાવાય છે.
  • સિગ્નલ નંબર-06 :- જ્યારે દરિયામાં પવનની ઝડપ 40થી 49 કિલોમીટરની હોય ત્યારે બંદર ઉપર 6 નંબરનું સિગ્નલ લગાવાય છે. આ સિગ્નલ ભયસુચક ગણાય છે.
  • સિગ્નલ નંબર-07 :- જ્યારે વહેતા પવનની ઝડપી 50 થી 61 કિલોમીટરની હોય ત્યારે બંદર ઉપર સાત નંબરનું સિગ્નલ લગાવવામાં આવે છે.
  • સિગ્નલ નંબર-08 :- દરિયામાં કે દરિયાકાંઠે ફુકાઈ રહેલા પવનની ઝડપ જ્યારે 62થી 74 કિલોમીટરની વચ્ચે હોય ત્યારે બંદર ઉપર આઠ નંબરનું ભયસુચક સિગ્નલ લગાવાય છે.
  • સિગ્નલ નંબર-09 :- જ્યારે પવનની ઝડપ 75 થી 88 કિલોમીટર સુધીની હોય ત્યારે બંદર ઉપર ભયસૂચક 09 નંબરનું સિગ્નલ લગાવાય છે.
  • સિગ્નલ નંબર-10 :- જ્યારે દરિયામાં ફુકાતા પવનની ગતી, 89 થી વધુ પરંતુ 102 કિલોમીટર સુધીની હોય ત્યારે બંદર ઉપર 10 નંબરનું સિગ્નલ લગાવાય છે.
  • સિગ્નલ નંબર -11 :- સમુદ્રમાં ફુકાતા તોફાની પવનની ઝડપ 103 થી 118 કિલોમીટર સુધીની હોય છે. જ્યારે આટલી ઝડપે પવન ફુકાઈ રહ્યો હોય ત્યારે બંદર ઉપર 11 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવાય છે.
  • સિગ્નલ નંબર-12 :- જ્યારે તોફાની પવનની ઝડપ 119 થી 220 કિલોમીટર ની હોય ત્યારે બંદર ઉપર 12 નંબરનું સિગ્નલ લગાડવામાં આવે છે.

ભારતમાં છેલ્લા 50 વર્ષથી 11 નંબર સુધીના સિગ્નલ લાગવાય છે, પરતું ક્યારે 12 નંબરનું પણ લગાવાય છે, ભારતમાં સૌ પ્રથમ ભયસૂચક સિગ્નલ 17 નંબર સુધી રાખવાનું નક્કી કર્યું હતું પરંતુ ભારતમાં મોટા ભાગે 11 નંબર સુધીના સિગ્નલ વપરાતા હોઈ, ભયસૂચક સિગ્નલ 12 નંબર સુધીના રખાય છે.

આ જુઓ :- બિપોરજોય વાવાઝોડાને લઈ ગુજરાત પર વધ્યો ખતરો, આ જીલ્લામાં રેડ અલર્ટ

બંદર ઉપર લગાવતા સિગ્નલ નો અર્થ શું થાય તેની માહિતી હવે તમને મળી ગઈ હશે, તો ગુજરાત પર આવનાર બિપોર્જોય વાવાઝોડાના ખતરાને ધ્યાનામાં લઈને તમારા મિત્રોને આ માહિતી સેર કરો જેથી તેમણે પણ અગાઉથી સાવચેત અને સુરક્ષિત રહે.

અગત્યની લિન્ક

બિપોરજોય વાવાઝોડા નું લાઈવ સ્ટેટ્સઅહીં ક્લિક કરો
હોમપેજ અહીં ક્લિક કરો
વોટસએપ ગ્રૂપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો

About the author

Gujarat Info Hub

Leave a Comment