ગુજરાતી ન્યૂઝ જાણવા જેવું

અંબાલાલ ની વરસાદી આગાહી: એક સાથે બે-બે વાવાઝોડા સક્રિય થશે, આવતા 5 દિવસ છે ભારે

અંબાલાલ ની વરસાદી આગાહી
Written by Gujarat Info Hub

અંબાલાલ ની વરસાદી આગાહી: આપણે અગાઉ ના આર્ટિલક માં અંબાલાલ પટેલ ની આગાહી માં જાણ્યું કે વેસટર્ન ડિસ્ટર્બન્શના કારણે તારીખ 28 અને 29 મેં ના રોજ ગુજરાત માં વરસાદ પડી શકે, અને તે આપણે જોયું કે ipl ફાઇનલ મુકાબલો 28 મેં ના રોજ હતો જે વરસાદ ના લીધે બીજા દિવસે લઇ જવો પડ્યો. હવે અંબાલાલ ની વરસાદી આગાહી માં ચોમાસાની શરુઆત થતા પહેલા બે વાવઝોડા સક્રિય થશે. ગુજરાત પર આ વાવાઝોડા ની કેવી અસર રહેશે તેની માહિતી આ બ્લોગમાંથી મેળવીશું.

અંબાલાલ ની વરસાદી આગાહી

અંબાલાલ ની વરસાદી આગાહી માં જણાવ્યું કે હાલ રોહિણી નક્ષત્ર બેસી ગયું છે જે 8 જૂન સુધી ચાલશે. આ નક્ષત્ર ના પહેલા ભાગમાં જો વરસાદ થાય તો 72 દિવસના વાયરા ફૂંકાય અને જો બીજા ભાગમાં વરસાદ થાય તો વાયરાના દિવસ ઓછા ગણાવા, જેથી રોહિણી નક્ષત્ર ઉતરતા સમયે ફરીથી એકવાર સારો એવો વરસાદ જોવા મળી શકે છે.

અંબાલાલની વાવાઝોડાની આગાહી

અંબાલાલ ની વરસાદી આગાહી માં તેમને જણાવ્યું કે અરબી સમુદ્રમાં તારીખ 11 થી 15 જૂન વચ્ચે વાવાઝોડું સક્રિય થશે અને તેના સાથે સાથે 7 જૂન પછી ના દિવસે બંગળાની ખાડીમાં પણ બીજું વાવાઝોડું સક્રિય થશે. પરંતુ બંન્ને વાવાઝોડા એકસાથે ચાલી શકે નહીં જેથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બંધ થવાની શક્યતા છે.

હવાના દબાણ ના કારણે બે વાવાઝોડા સક્રિય થશે અને આવું પહેલા ક્યારે બન્યું નથી. જેથી ગુજરાતમાં તારીખ 11 થી 15 જૂન વચ્ચે વરસાદી વાતાવરણ રહેશે, જયારે ગુજરાતમાં 8 જૂન થી 10 જૂન વચ્ચે ભારે વરસાદી વાત્તાવારણ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.

જો આ વાવાઝોડાની દિશા ઓમાન તરફ રહેશે તો પશ્વિમ સૌરાષ્ટ અને કચ્છમાં સારો એવો વરસાદ થવાની સભાવના વ્યક્ત કરી છે. પરંતુ જો વાવાઝોડું સૌરાષ્ટ્ર્ર તરફ આગળ વધશે તો સૌરાષ્ટ્ર્ર અને દક્ષિણ ગુજરાતનાં ભાગોમાં વાવણીલાયક વરસાદ પડી શકે તેવી સંભાવના વ્યક્ત કરી છે.

વધુમાં અંબાલાલની વાવાઝોડાની અગાહી માં જણાવ્યું કે અરબ સાગરનું આ વાવઝોડું પશ્વીમ ભારતનાં રાજ્યોના દરિયા કિનારે ત્રાટકી શકે જેથી કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે.

હવામાન વિભાગ ની આગાહી

હવામાન વિભાગ ની આગાહીમાં જણાવ્યુ છે કે જુન મહિનાના બીજા અઠવાડિયામાં ગુજરાતના દક્ષિણ ભાગમાંં, સૌરાષ્ટ્રના દરિયા કાઠાં ના વિસ્તારોમાં અને કચ્છમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે, જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના લોકોને હજુ પણ ગરમી સહન કરવી પડશે જેમાં ખાસ કરીને અમાદાવાદ માં તારીખ ૧ થી ૪ જુન સુધી હવામાન વિભાગ દ્વારા યલો અલર્ટ જાહેર કરાયેલ છે.

અગાઉના આપણે જાણ્યું કે આ વર્ષે સોમાસાની શરૂઆત 22 જૂન પછી બેસી શકે પરંતુ દક્ષિણ ગુજરાતામાં ચોમાસાની શરૂઆત 15 થી 17 જૂન વચ્ચે થઈ શકે છે.

તો ખેડૂત મિત્રો, અંબાલાલની વરસાદી આગાહી ની દરેક આપડેટ માટે અમારી વેબસાઈટ ને જોતા રહો, અને તમામ પ્રકારની ન્યુઝ માટે નીચે આપેલ લિંક દ્વારા અમારા વોટ્સઅપ ગ્રુપ માં જોડાઈ શકો છો.

અગત્યનીં લિંક

અંબાલાલની વરસાદી આગાહી માટે અહીં ક્લિક કરો
આમારા વોટસએપ ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ અહીં ક્લિક કરો

અંબાલાલ ની વરસાદી આગાહીમાં ગુજરાતમાં ચક્રવાત ક્યારે આવી શકે ?

અંબાલાલ દ્વારા જણાવેલ છે કે ગુજરાતમાં ચક્રવાત તારીખ ૧૧ જુન થી ૧૫ જુન વચ્ચે આવી શકે છે.

ગુજરાતમાં ચોમાસું ક્યારથી શરુ થશે ?

ગુજરાતમાં સંપુર્ણ પણે ચોમાસું ૨૨ જુન પછી શરુ થઈ શકે.

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment