Magfali na Aajana Bajar Bhav : ગુજરાત ખેતી ક્ષેત્રે સ્મૃધ્ધ રાજ્ય છે. ગુજરાતમાં જીરું, વરીયાળી, અજમો, સુવા, મેથી ધાણા જેવા મસાલા પાકો તેમજ મગફળી, રાયડો, સરસવ, તલ, એરંડા જેવા તેલીબિયાં પાકો, ઘઉં ,બાજરી ,જુવાર,મકાઈ જેવાં ધાન્ય પાકો તેમજ કપાસ ,બટાટા ,અને કઠોળ પાકો વગેરેનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન લેવામાં આવે છે .
ગુજરાતનો જુનાગઢ જિલ્લો મગફળી ઉત્પાદનમાં ખૂબ જાણીતો છે. આમ જોઈએ તો સમગ્ર સૌરાષ્ટ્ર મગફળીના ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે .સૌરાષ્ટ્ર પછી મગફળી ઉત્પાદનમાં બનાસકાંઠા જિલ્લો પણ હવે સમૃધ્ધ બન્યો છે .
છેલ્લા કેટલાંક વર્ષોથી ઉતર ગુજરાતના બનાસકાંઠા જીલ્લામાં પણ ખેડૂતો મગફળીનું વાવેતર કરી મબલખ ઉત્પાદન મેળવી રહ્યા છે . મગફળી એક મહત્વનો તેલીબિયાં પાક છે .અને તેમાથી મુખ્યત્વે શિંગતેલ અને શીંગ ખોળ મળે છે . રોકડિયો પાક હોવાથી ખેડૂતો મગફળી ,બટાટા ,જીરું ,વરીયાળી અને કપાસના સારું ઉત્પાદન મેળવે છે .
ખેતી સાથે પશુપાલન એ એક બીજાના પૂરક વ્યવસાયો છે . બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ખેતીની સાથે વધુ પ્રમાણમાં દૂધાળા પશુઓ રાખી પશુપાલન કરે છે . પશુઓને માટે મગફળીની ગવાતર એક ઉત્તમ ઘાસચારો છે . મગફળીનું ગવાતર ખવડાવવાથી પશુના દૂધ અને ફેટમાં વધારો થાય છે . એટેલે મગફળી ખેડૂતોને બે રીતે ફાયદા કારક બની રહે છે . મગફળી નું ગવાતર હાલમાં 20 કિલોના 150 થી 200 રૂપિયાના ભાવમાં વેચાય છે .
ગત ચોમાસુ મગફળી સારા અને પ્રમાણસર વરસાદ થી મગફળીનું ઉત્પાદન ખૂબ સારું રહેવા પામ્યું હતું . અમુક ખેડૂત મિત્રોએ વિઘે 40 થી 50 મણ જેટલું ઉત્પાદન મેળવ્યું છે . આમ ચાલુ સિઝનમાં ગંજ બજારોમાં મગફળીની આવકોથી વાહનોની લાંબી કતારો જોવા મળતી હતી .
મગફળીના ભાવની વાત કરવામાં આવેતો ગત વર્ષની સરખામણી એ ખેડૂતોને ખૂબ સારા ભાવ પણ મળી રહ્યા છે ગત વર્ષની સરખામણીમાં ખેડૂતોને એક મણ દીઠ લગભગ 200 થી 300 રૂપિયા જેટલા વધારે ભાવ મળી રહ્યા છે એટલેકે ભાવમાં અંદાજીત 20 ટકા જેટલો વધારો ગત વર્ષની સરખામણી એ મળવા પામ્યો છે .
આજરોજ નુતન વર્ષના પ્રથમ દિવસે ઉત્તર ગુજરાતનાં ગંજ બજારો માં મગફળીના કેવા ભાવ રહ્યા અને મગફળીની કેવી આવક રહી તે જાણીએ . દિવાળી પછી મગફળીનો નવો માલ બજારમાં ખૂબ બહોળા પ્રમાણમાં જોવા મળતો હતો. પરંતુ તેમાં હાલમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે . પરંતુ નુતન વર્ષે સૌરાષ્ટ્ર સહિત ઉતર ગુજરાત નાં ગંજ બજારોમાં ખેડૂતોને મગફળીના 900 થી 1505 જેટલા બંપર ભાવ મળી રહ્યા છે . એ ખેડૂતો માટે ખુશીના સમાચાર છે . અહી અમે આપને કયા ગંજ બજારમાં કેટલા ભાવ મળ્યા તે જણાવીશું .
બનાસકાંઠાના પાલનપુર APMC માં આજરોજ મગફળીની આવકોની વાત કરીએ તો 496 બોરી મગફળી ની હતી. તેની સામે નીચા ભાવ 1350 થી સારી મગફળીના 1505 ના ઊંચા ભાવ મળ્યા હતા .
એપીએમ સી ડીસા માં પણ મગફળીની સારી આવકો આવે છે પરંતુ આજ રોજ ડીસા માર્કેટ યાર્ડમાં મગફળીની 1253 ગુણી ની આવક થવા પામેલ હતી જ્યારે આજનો મગફળીનો ભાવ 1185 થી 1285 સુધીનો ભાવ ખેડૂતોને મળ્યો હતો .
Magfali na Aajana Bajar Bhav
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનાં માર્કેટયાર્ડ માં આજે નુતનવર્ષે મગફળી ના બજાર ભાવ :
ક્રમ | માર્કેટયાર્ડનું નામ | નીચાભાવ | ઊંચા ભાવ | આવક ગુણી |
૧ | પાલનપુર માર્કેટયાર્ડ | ૧૩૫૦ | ૧૫૦૫ | ૪૯૬ |
૨ | ડીસા માર્કેટયાર્ડ | ૧૧૮૫ | ૧૨૮૫ | ૧૨૫૩ |
૩ | ગોંડલ માર્કેટયાર્ડ | ૯૧૧ | ૧૩૭૫ | |
૪ | રાજકોટ માર્કેટયાર્ડ | ૧૧૦૦ | ૧૪૦૦ | |
૫ | જુનાગઢ માર્કેટયાર્ડ | ૧૦૫૦ | ૧૫૦૦ |
આ જુઓ:-
- રાયડાના પાકથી ખેતરો લહેરાયાં, જાણો રાયડાનો આજનો ભાવ.
- ગોંડલ માર્કેટ યાર્ડમાં નવા જીરાની આવક શરૂ થતાં જીરાના એક મણના આટલા ભાવ મળ્યા – Jeera Bhav Today Gujarat
- Aranda Bhav Today: ભાભર માર્કેટ યાર્ડમાં એરંડાની અઢળક આવક, આજના આટલા ભાવ મળ્યા.
મિત્રો ,આજનો અમારો આ આર્ટીકલ આપણે કેવો લાગ્યો તે અમને કોમેંટમાં જણાવશો અને આવા બીજા આર્ટીકલ વાંચવા અમારી વેબ સાઇટ જોતા રહો ,આર્ટીકલ વાંચવા બદલ આપનો ખૂબખૂબ આભાર !