આજના માર્કેટયાર્ડ ભાવ Trending

રાયડાના પાકથી ખેતરો લહેરાયાં, જાણો રાયડાનો આજનો ભાવ.  

રાયડાનો આજનો ભાવ
Written by Gujarat Info Hub

રાયડાનો આજનો ભાવ (Rayadano Bhav 2024) :  રાયડો ભારતનો અગત્યનો તેલિબીયા પાક છે . રાયડાનું તેલ ખાદ્ય તેલ તરીકે ખૂબ મોટા પ્રમાણમાં વપરાય છે .પરંતુ ઉત્તર ગુજરાતનાં ગંજ બજારોમાં પાછલા વર્ષથી રાયડાના ભાવમાં કોઈ વધારો જોવા મળતો નથી .એટલે એમ કહી શકાય કે રાયડાના ભાવમાં આંશિક ઘટાડો  જોવા મળે છે . રાયડા નો ભાવ લગભગ સ્થિર કહી શકાય .

સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે અને ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો થાય તે આશયથી MSP એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇઝ નક્કી કરવામાં આવે છે . ચાલુ વર્ષ અન્ય પાકોની જેમ રાયડાના ટેકાના ભાવ પણ સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે . રાયડાના ટેકાના ભાવ સરકાર દ્વારા ક્વિંટલના 5650 નક્કી કરવામાં આવ્યા છે . પરંતુ ગંજ બજારોમાં રાયડા ની હરાજીનો ભાવ ગત વર્ષથી લગભગ સ્થિર છે . તેમાં 50 રૂપિયા થી વધારે કોઈ મોટી વધ ઘટ જોવા મળેલ નથી .

રવી સિઝનમાં રાયડાનું વાવેતર મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. પરંતુ છેલ્લા વર્ષોમાં જીરાના સારા ભાવ મળતાં જીરું અને એરંડાની સરખામણી એ રાયડાનું વાવેતર ઓછું થયું હોવાનો અંદાજ છે . ગત ચોમાસા માં વરસાદ સારો થતાં જમીનમાં ભેજ જળવાઈ રહેતાં રાયડાના વાવેતર માટે વધારે અનુકૂળતા રહી છે . અને હાલમાં ખેતરો માં રાયડાના પાકને કોઈ નુકસાન જોવા મળતું નથી .એટલે ઉત્પાદન પણ જળવાઈ રહેશે . તેમ છતાં જૂના રાયડાના ભાવમાં કોઈ ફેરફાર જણાતો નથી .

રાયડાનું વાવેતર કરતા વિસ્તારો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાલનપુર પાટણ સહિતના ઉત્તર ગુજરાતના જિલ્લાઓ અને રાજસ્થાનના રાયડાનું નું વાવેતર કરતા જિલ્લાઓમાં ખૂબ સારા પ્રમાણ માં રાયડાનું ઉત્પાદન થવાની આશા રાખવામાં આવી રહી છે . ત્યારે ખેડૂતો હજુ પણ બજાર ભાવ વધવાની આશામાં રાયડો સંઘરી ને બેઠા છે . ગત વર્ષના રાયડાના ભાવ 1000 આસપાસ હતા . જ્યારે વર્તમાન સમયમાં પણ રાયડાના ભાવ 1000 સુધીના જ સરેરાશ ગણી શકાય, ભાવ વધશે કે ઘટશે તેવી કોઈ આગાહી ધ્યાનમાં આવતી નથી .

ઉત્તર ગુજરાતનાં તમામ માર્કેટ યાર્ડોમાં માલની આવકોનું પ્રમાણ ઓછું થયું છે . જે નવો રાયડો આવવાથી ભાવ વધ ઘટ થશે કે કેમ તે જોવું રહ્યું . તેમ છતાં હજી ઘણા ખેડૂતો પોતાનો માલ સારા ભાવ લેવાની આશામાં સંગ્રહ કરી રહ્યા છે . રાયડા બજાર ભાવ વધશે કે કેમ તે અંગે કોઈ ચોક્કસ ધારણા કરવી પણ યોગ્ય લાગતી નથી . કારણકે ઘણા સમયથી રાયડાના ભાવ માં કોઈ મોટો સુધારો જણાતો નથી. અથવા કોઈ મોટી વધ ઘટ જોવા મળી નથી.

હાલમાં માં “રાયડાના બજાર ભાવ” ગુજરાતની જુદી જુદી માર્કેટ યાર્ડોમાં માં નીચે મુજબ જોવા મળે છે . રાયડાના ભાવ વિશે અમને વિવિધ સ્રોત તરફથી મળેલી  માહીતી અહી રજૂ કરવામાં આવી છે .તેથી ખેડૂતો તેમજ રાયડાની ખરીદી અને વેચાણ કરતા વેપારી ભાઈઓ એ પોતાની વિવેક બુધ્ધિ અને ધંધાદારી નિષ્ણાતો ના અભિપ્રાય મુજબ ખરીદ કે વેચાણ કરવું . અમે કોઈને રાયડો  ખરીદવા કે વેચાણ કરવાની સલાહ આપતા નથી .

રાયડાનો આજનો ભાવ (Rayada Bhav Today)  :

અ.નં.માર્કેટયાર્ડનું નામનીચો ભાવઊંચોભાવઆવક
1વિસનગર  માર્કેટયાર્ડ905991150
2પાટણ  માર્કેટ યાર્ડ929991280
3થરા  માર્કેટયાર્ડ940970 
4ધાનેરા  માર્કેટયાર્ડ921992472
5ગુંદરી  માર્કેટયાર્ડ952977 
6ડીસા માર્કેટયાર્ડ965987436
7પાંથાવાડા  માર્કેટયાર્ડ970975 
8ડીસા માર્કેટયાર્ડ9501001 
9થરા માર્કેટયાર્ડ9501030 
10ઊંઝા  માર્કેટયાર્ડ1031103115

આ જુઓ:- ગોંડલ માર્કેટ યાર્ડમાં નવા જીરાની આવક શરૂ થતાં જીરાના એક મણના આટલા ભાવ મળ્યા – Jeera Bhav Today Gujarat

ખેડૂત મિત્રો અને વેપારી ભાઈઓ અમારો આપને ઉપયોગી થાય તેવો આર્ટીકલ રાયડાનો ભાવ આજનો,આજના બજાર ભાવ (Rayada  Bajar Bhav Today  )રાયડા નો આજનો ભાવ 2024   આર્ટીકલ  આપને કેવો લાગ્યો તે અમને અચૂક જણાવશો . અને રોજે રોજ રાયડાના  ભાવ Rayada Na Bhav જોવા માટે અમારો આર્ટીકલ વાંચતા રહેશો . તેમજ આપનાં સૂચનો પણ કોમેંટમાં અચૂક જણાવશો ,અમારો આ આર્ટીકલ વાંચવા માટે આપનો ખૂબ ખૂબ આભાર !

About the author

Gujarat Info Hub

Leave a Comment