26 મી જાન્યુઆરી 2024 : 75 મો પ્રજાસત્તાક દિન અથવા ગણતંત્ર દિવસ નો રાષ્ટ્રીય તહેવાર ભારતમાં હર્ષ અને ગૌરવભેર ઉજવવા માં આવે છે. આ વખતે પ્રજાસત્તાક દિનની ઉજવણી ઐતિહાસિક બની રહેશે. રીપબ્લિક ડે ની પરેડમાં સેનાની વિવિધ ટુકડી જોડાતી હોય છે. આ વખતે મહિલા સૈન્યની ટીમો પરેડમાં જોડાઈને ભારતની નારી શક્તિનો પરિચય વિશ્વને થશે.
આપણો દેશ અંગ્રેજો ની અનેક વર્ષોની ગુલામી પછી 15 ઓગસ્ટ 1947 ના દિવસે આઝાદ થયો. આઝાદીની ચળવળ ના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ મહાત્મા ગાંધી ,સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્રબોઝ, અને આપણા વીર શહીદો ભગતસિંહ ,સુખદેવ અને ચંદ્ર શેખર અને અનેક નામી અનામી વીરોનાં બલીદાનોથી આપણો દેશ સ્વતંત્ર થયો.અને આઝાદીના લગભગ અઢી વર્ષ પછી 26 જાન્યુઆરી 1950 ના રોજ ભારતના બંધારણ નો અમલ થયો . અને આપણું રાષ્ટ્ર પ્રજાસત્તાક બન્યું.
ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો .રાજેન્દ્ર પ્રસાદે આપણો રાષ્ટ્રધ્વજ ફરકારી 26 જાન્યુયારીના પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય તહેવાર તરીકે ઘોષણા કરી . દર વર્ષે પ્રજાસત્તાક દિવસ દિલ્હીના કર્તવ્ય પથ પર ભારે ધામધૂમ ,અને ગૌરવપૂર્ણ રીતે ઉજવવામાં આવે છે . પ્રજાસત્તાક દિનની ઉજવણી માં દર વર્ષે વિવિધ દેશ ના પ્રતિનિધિને આમંત્રીત કરવામાં આવે છે . 26 મી જાન્યુઆરી 2023 ના 74 મા પ્રજાસત્તાક દિવસના અતિથિ વિશેષ તરીકે ઈજીપ્તના રાષ્ટ્રપતિ મહામહિમ અબ્દુલ ફતાહ અલ સીસી ઉપસ્થિત રહ્યા હતા.
74 મા પ્રજાસત્તાક દિનની ઉજવણી 2024 – 10 Lines on Republic Day
પ્રજાસત્તાક દિનની ઉજવણી આપણા દેશની રાજધાની દિલ્હી માં ભારે ઉત્સાહ અને ધામધુમથી ઉજવવામાં આવે છે . આપણા મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવે છે . અને આપણા દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર ભારત માતાના વીર સપૂતોને શ્રધ્ધાંજલી પાઠવવામાં આવે છે . સેનાના જાંબાઝ વીરોને તેમની વિશિષ્ઠ સેવા બદલ મેડલ થી સન્માનિત કરવામાં આવે છે . સેનાની ત્રણેય પાંખોના ચુનંદા જવાનો અને એન.સી,સી. કેડેટ્સ ની પરેડ યોજવામાં આવે છે . સૈન્યના વિશિષ્ઠ સસ્ત્રોની ઝાંખી , તેમજ વિવિધ રાજયોની સાંસ્કૃતિક ધરોહર અને રહેણી કહેણી ને ઉજાગર કરતા ટેબ્લો નું પ્રદર્શન ધ્યાનાકર્ષક હોય છે . આમ અનેક સાંસ્કૃતિક ઝાંખી ઓ સાથે સેનાના જવાનો નાં ધોડેસવારી સહિતના અનેક કરતબો પણ ધ્યાનાકર્ષક બની રહે છે . આમ 26 જાન્યુઆરી 2024 પ્રજાસત્તાક દિન આ રાષ્ટ્રીય તહેવાર હર્ષ ઉલ્લાસ અને ગૌરવપૂર્ણ રીતે ઉજવવામાં આવે છે .જેનું સમગ્ર ભારતમાં ટેલીવિઝન દવારા લાઈવ પ્રસારણ પણ કરવામાં આવે છે .
પ્રજાસત્તાકદિન આપણો રાષ્ટ્રીય તહેવાર છે જે 26 મી જાન્યુયારીના દિવસે ભારે ધામધૂમ અને હર્ષોલ્લાસ થી સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે . તે દિવસે શાળાઓ ,મહાશાળાઓ અને સરકારીઓ કચેરીઓમાં રજા રાખવામાં આવે છે . તમામ સરકારી કચેરીઓ અને શાળાઓમાં ધ્વજ વંદન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવે છે . શાળાઓમાં ધ્વજવંદન અને બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો,અને સ્પર્ધાઓ નું આયોજન કરવામાં આવે છે . વિધાર્થીઓ માટેની વકતૃત્વ સ્પર્ધાઓ પણ રાખવામાં આવે છે . બાળકોને મીઠાઇ વહેચવામાં આવે છે . આ રાષ્ટ્રીય તહેવારે સૌ નાગરીકો ઉજવણીમાં હોંશભેર ભાગ લે છે.
26 મી જાન્યુઆરી 2024 નિબંધ – India Republic Day Nibandh in Gujarati
પ્રાથમિક શાળાનાં બાળકો માટે પ્રજાસત્તાક દિન અહેવાલ લેખન :
માનનીય આચાર્ય સાહેબ ,પધારેલ મહાનુંભાવો ,ગુરુગણ અને વ્હાલા વિધાર્થી ભાઈ બહેનો. આપ સૌને પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ! વર્ષોની ગુલામી પછી આપણો દેશ આઝાદ થયો . આપણા દેશની આઝાદી માટે આપણા અનેક વીર સપૂતોએ બલીદાન આપી આપણ ને મહામૂલી આઝાદી અપાવી .ગાંધીબાપુ ,સરદાર વલ્લભભાઈ પટેલ,સુભાષચંદ્ર બોઝ ,ડો.બાબાસાહેબ ભીમરાવ આંબેડકર,શહીદ ભગતસિંહ ,ચંદ્રશેખર આઝાદ વગેરે આપણા આઝાદીના લડવૈયા ઓનું સ્વપ્ન સાકાર થયું . 26 જાન્યુઆરી 1950 ના દિવસથી આપણા બંધારણનો અમલ થયો. અને આપણું રાષ્ટ્ર પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું . આ દિવસે આપણા મહામહિમ રાષ્ટ્રપતિ ત્રિરંગો ફરકાવે છે . અને આપણા વીર શહીદોને શ્રધ્ધાંજલી અર્પણ કરે છે . સૌ ભારતીયો માટે આજનો દિવસ આનંદ અને ગૌરવનો દિવસ છે . આજના દિવસે ભારતની રાજધાનીમાં રાજભવન પાસે કર્તવ્ય પથ પર સેનાના જવાનો દ્વારા ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવે છે.તમામ રાજયોની મહત્વની ઝાંખીઓનું પ્રદર્શન પણ રજૂ કરવામાં આવે છે . આપણી સેનાના જવાનોને તેમની વીરતા અને શૌર્ય માટેના પુરુસ્કારો એનાયત કરવામાં આવે છે . આ દિવસે સરકારી કચેરીઓ શાળા અને મહાશાળાઓમાં રજા રાખવામાં આવે છે . શાળાઓમાં અને સરકારી કચેરીઓમાં ધ્વજ વંદનના કાર્યક્રમો યોજાય છે .શાળાનાં બાળકોને મીઠાઈ વહેચવામાં આવે છે . આમ સમગ્ર ભારત માં પ્રજાસત્તાકદિન ઉજવણી ની ભારે હર્ષોલ્લાસ અને ધામધૂમ થી કરવામાં આવે છે . મને મારા દેશ પર ખૂબ ગર્વ છે .જય હિન્દ .
આ પણ વાંચો :-
ભારતના બંધારણ ઘડતર વિષેની કેટલીક રસપ્રદ જાણકારી
- પ્રજાસત્તાક દિવસ પહેલાં ભારતમાં ગવર્નમેંટ ઓફ ઈન્ડિયા એક્ટ 1935 અમલમાં હતો .
- 29 ઓગસ્ટ 1947ના રોજ ડૉ .આંબેડકરની અધ્યક્ષતામાં કાયમી બંધારણનો મુસદ્દો તૈયાર કરવા મુસદ્દા સમિતિની રચના કરવામાં આવી .
- 4 નવેમ્બર 1947 ના રોજ બંધારણનો મુસદ્દો બંધારણ સમિતિ સમક્ષ રજૂ કર્યો .
- બંધારણ નો સ્વીકાર કરતાં પહેલાં 166 દિવસનું જાહેર સત્ર મળ્યું .
- બંધારણ ઘડતરનું કામ 2 વર્ષ 11 માસ 18 દિવસ ચાલ્યું .
- 24 જાન્યુઆરી 1950 ના દિવસે બંધારનની અંગ્રેજી અને હિન્દીની ને હસ્તલિખિત નકલો પર બંધારણ સભાએ હસ્તાક્ષર કર્યા .
- બંધારણ સભામાં 308 સભ્યો હતા.