Gold Rates Today: વર્ષ 2024 ના બીજા અઠવાડીયામાં પણ સોના અને ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ ચાલુ છે અને ફરી એકવાર સોના-ચાંદીના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે.દેશની રાજધાની દિલ્હીમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ 57,850 રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ રૂ. 63,100 પ્રતિ દસ ગ્રામ ચાલી રહ્યો છે, જ્યારે અમદાવાદમાં 22 કેરેટના સોનાનો ભાવ રૂ. 57,750 અને 24 કેરેટનો ભાવ રૂ. 63,000 પ્રતિ દસ ગ્રામ છે. દેશમાં સોના અને ચાંદીના દર ભારતીય બુલિયન એસોસિએશન દ્વારા જારી કરવામાં આવે છે. જે સમગ્ર દેશમાં લાગુ છે અને IBJA ધાતુના રફ રેટ જારી કરે છે. આમાં GST અને અન્ય શુલ્ક સામેલ નથી.
24 કેરેટ Gold Rates Today
જો દેશના મોટા શહેરોમાં 24 કેરેટ સોનાના દરની વાત કરીએ તો દિલ્હી, જયપુર, ચંદીગઢ, અને લખનૌ તેની કિંમત 63,100 રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે, જ્યારે અમદાવાદમાં તેની કિંમત 63,000 રૂપિયા છે. કોલકાતા અને મુંબઈમાં 24 કેરેટ સોનાની કિંમત રૂ. 62,950 પ્રતિ દસ ગ્રામ પર ચાલી રહી છે. જ્યારે સુરત અને વડોદરા 24 કેરેટ સોનાનો ભાવ 63,000 રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે.
22 કેરેટ સોનાના ભાવ
અમદાવાદમાં 22 કેરેટ સોનામાં 100 રૂપિયાના ઘટાડા સાથે પ્રતિ દસ ગ્રામ રૂ. 57,750 ભાવ ચાલી રહ્યો છે, જ્યારે મુબઈ, કોલકતા, ચંદીગઢ, ગુરુગ્રામમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ રૂ. 57,700 છે, પરંતુ ચેન્નાઈમાં 22 કેરેટ સોનાનો ભાવ રૂ. 58,200 છે. જ્યારે વડોદરા અંને સુરતમાં 22 કેરેટ સોનાનો ભાવ 57,750 રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે.
18 કેરેટ સોનાનો દર
અમદાવાદમાં 18 કેરેટ સોનાનો ભાવ 47,250 રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે અને દિલ્હીમાં 18 કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ રૂપિયા 47,330 છે, જ્યારે મુંબઈ, કોલકતામાં 47,210 રૂપિયા પ્રતિ દસ ગ્રામ સોનું બજારમાં ટ્રેન્ડ કરી રહ્યું છે.
દેશના મુખ્ય શહેરોમાં ચાંદીનો દર
આજે મંગળવારે (ચાંદીના દર) દેશના મુખ્ય બુલિયન બજારોમાં ચાંદીના ભાવમાં ફેરફાર થયો છે. આજે તે જયપુર, કોલકાતા, દિલ્હી, લખનૌ, મુંબઈમાં 76400 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર છે. જ્યારે આજે ચેન્નાઈ, હૈદરાબાદ અને કેરળમાં ચાંદીનો ભાવ 77800 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર યથાવત છે. જ્યારે અમદાવાદ, વડોદરા અને સુરતમાં 200 રૂપિયાના વધારા સાથે ચાંદીનો ભાવ 76,600 પર રહ્યો હતો.
સોના અને ચાંદીના શુદ્ધતા ધોરણો
દેશમાં ISO દ્વારા સોનાની શુદ્ધતા માટે હોલમાર્કિંગ સિસ્ટમ બનાવવામાં આવી છે. અને દેશમાં સોનામાંથી બનેલા સામાન માટે હોલમાર્કિંગ ફરજિયાત છે. નાની શુદ્ધતા કેરેટ (K) માં માપવામાં આવે છે. 1 કેરેટ સોનામાં 1/24 સોનું હોય છે. તેથી, 24 કેરેટ સોનું 99.9% શુદ્ધ છે, જ્યારે 18 કેરેટ સોનું 75% શુદ્ધ છે. ભારતમાં, બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા સોનાની શુદ્ધતાનું પરીક્ષણ અને પ્રમાણિત કરવામાં આવે છે. માત્ર BIS હોલમાર્ક ધરાવતું સોનું પ્રમાણભૂત ગણાય છે.
- 24 કેરેટ સોનું: આ સૌથી શુદ્ધ સોનું છે. તેમાં 99.9% સોનું છે. તે ખૂબ જ નરમ છે અને તેથી તેનો ઉપયોગ ઘરેણાં બનાવવા માટે થતો નથી.
- 22 કેરેટ સોનું: આ સોનાનો સૌથી સામાન્ય પ્રકાર છે. તેમાં 91.66% સોનું છે. તે 24 કેરેટ સોના કરતાં વધુ ટકાઉ છે અને તેથી તેનો ઉપયોગ જ્વેલરી બનાવવા માટે થાય છે.
- 18 કેરેટ સોનું : આ સોનાનો બીજો લોકપ્રિય પ્રકાર છે. તેમાં 75% સોનું છે. તે 22 કેરેટ સોના કરતાં ઓછું મોંઘું છે અને તેથી તેનો ઉપયોગ વધુ સસ્તું જ્વેલરી માટે થાય છે.
આ જુઓ:- સ્માર્ટફોન સહાય યોજના: આઈ ખેડૂત પોર્ટલ પર ફોર્મ ભરવાનું આજથી શરૂ, વહેલા તે પહેલા ધોરણે અરજી કરો