Tree Farming Techniques: ખેડૂત મિત્રો પોતાની આવક વધારવા માટે ખેતીમાં હમેશાં નવા પ્રયોગો કરતા રહે છે. ઘણા ખેડૂતો પરંપરા ગત ખેતીને બદલે નવું વાવેતર કરીને પોતાની આવકમાં ઘરખમ વધારો પણ કરે છે. દરેક સિઝનમાં કરવામાં આવતા વાવેતરમાં ખેતરને ખેડીને તૈયાર કરવું,બિયારણ અને ખાતર વગેરેના ખર્ચમાં ભાવો વધતા રહે છે. પરિણામે ખેડૂતો એવી ખેતી પસંદ કરી રહ્યા છે કે જેમાં એક વખત વાવેતર કરી વારંવાર કરવાના ખર્ચને રોકી શકાય અને એક સામટી સારી આવક મેળવી શકાય. તો મિત્રો આજે અમે તમને ખેતીનું ખર્ચ ઘટાડીને મબલખ કમાણી આપતા વૃક્ષોની ખેતી વિશે અહી જણાવીશું.
Tree Farming Techniques
હવે ગુજરાતના ઘણા ખેડૂતો દરેક સિઝન માં વાવેતર કરવા કરતાં,દાડમ,જામફળ,કેળાં,બોર,ચીકુ વગેરે બાગાયતી પાકોની ખેતી તરફ વધારે ઝોક આપી રહ્યા છે. હવે ખેડૂતોએ એનાથી આગળ જઈને મહોગીની,વાંસ,લીમડો અને અરડૂસાનું વાવેતર પણ કરી રહ્યા છે. પરંતુ આજે અમે તમને સફેદ ચંદનનું વાવેતર કરી એક સાથે મબલખ કમાણી આપતા આ વૃક્ષની ખેતીની વાત કરી રહ્યા છીએ. એમાટે તમારે સરકારના 2017 ના કેટલાક નિયમોને પણ અનુસરવું પડશે. તે અનુસાર ખેડૂત ચંદનનું વાવેતર કરી શકશે પરંતુ વેચાણ સરકારને કરવું પડશે. ચંદનનું લાકડું ખૂબ કીમતી છે. અને તેની માગ પણ ખૂબ છે.તો ચાલો જાણીએ સફેદ ચંદનની ખેતી વિશે.
સફેદ ચંદનની ખેતી માટે જમીન તૈયાર કરવી :
સફેદ ચંદન ની ખેતીને અત્યંત ફળદ્રુપ અથવા ઓછી ફળદ્રુપ અને હલકી વગડાઉ જમીન પણ માફક આવે છે. સફેદ ચંદન ને પાણીની ઓછી જરુરીયાત રહેતી હોય જ્યાં વરસાદનું પાણી ભરાઈ રહેતું હોય તેવી નીચાણવાળી જમીન હોવી જોઈએ નહી. જો પાણી ભરાઈ રહેતું હશેતો ચંદનના છોડને કોહવારો લાગશે અને છોડ સુકાઈ જશે. ચંદનની ખેતીને 7.5 પી.એચ વાળી જમીન ખૂબ માફક આવે છે. પાળા પધ્ધતિ થી 8 થી 10 ફૂટના અંતરે સફેદ ચંદનનું વાવેતર કરી શકશો.
છોડની પસંદગી અને વાવેતર :
સફેદ ચંદનના રોપા ગુજરાતની ઘણી નર્સરીઓમાં મળી રહે છે. આ રોપાનો ભાવ 80 રૂપિયાથી લઈ 150 રૂપિયા સુધીના હોય છે.નર્સરીઓમાં રોપાની કિમત તેની ઊચાઈ પ્રમાણે લેવામાં આવે છે. વાવેતર માટે 1 વર્ષ થી 2 વર્ષ સુધીના તંદુરસ્ત દેખાતા રોપા પસંદ કરવા જોઈએ. એક વિધામાં અંદાજીત 250 છોડ હોયતો ચાલી શકે. સફેદ ચંદનનો છોડ પરજીવી છે. એટલે તે તેના નજીક ના છોડ માંથી પોષણ મેળવતો હોઈ તેનાથી 5 ફૂટના અંતરે યજમાન છોડનું વાવેતર કરવું પડશે. તેને સૌથી વધુ શરૂ નો છોડ માફક આવે છે તેથી યજમાન તરીકે શરૂના છોડની રોપણી કરવી જોઈએ. શરૂના છોડની કિમત 40 થી 50 રૂપિયામાં સહેલાઇથી નર્સરીમાંથી મળી શકશે.જમીન તૈયાર કરી તેને 8 થી 10 ફૂટના અંતરે ખાડા કરી વાવેતર કરી શકાય,અન્ય નિદામણ ના થાય તેની કાળજી રાખવી જોઈએ તેમજ મધ્યમસર અને શરૂઆતમાં બેત્રણ દિવસે પાણી પ્રમાણસર માત્રામાં આપવું.
ઉત્પાદન :
ચંદનના રક્ષણ ની ખાસ જરૂર નથી પડતી પરંતુ બીજા પશુઓ પ્લોટમાં ઘૂસી ઝાડને ભાગી ના નાખે કે નુકસાન ના પહોચાડે એટલે વાડ કરવી હિતાવહ છે. ચંદનનો છોડ 15 થી 20 વર્ષમાં તૈયાર થઈ જાય છે. એક મોટું ઝાડ ખેડૂતને 4 થી 5 લાખ રૂપિયા કમાઈ આપે છે.કેમકે ચંદનનું લાકડું કિલોના ભાવે વેચાતું હોય ખેડૂતને સારો નફો મળે છે.
ચંદનના ઉપયોગ :
- અત્તર બનાવવા માટે
- સાબુ વગેરે સૌંદર્ય પ્રસાધનોની બનાવતમાં
- અગરબત્તી બનાવવામાં
- આયુર્વેદિક કેટલીક ઔષધિઓ બનાવવામાં
ઘણા ખેડૂતોએ ચંદનની ખેતી અપનાવી, પોતાની આવકમાં વધારો કર્યો છે. તમે પણ આ ખેતી કરીને ખેતીના ખર્ચને ઘટાડીને તમારી આવક વધારી શકો છો. તમે વધુ માહિતી માટે ફોરેસ્ટ વિભાગની વેબ સાઇટ પર થી અથવા ફોન કે રૂબરૂ મળીને ચંદનની ખેતી વિશે વધુ જાણી શકશો.
આ જુઓ:- સ્માર્ટફોન સહાય યોજના: આઈ ખેડૂત પોર્ટલ પર ફોર્મ ભરવાનું આજથી શરૂ, વહેલા તે પહેલા ધોરણે અરજી કરો
મિત્રો ચંદનની ખેતી વિશેનો અમારો આ આર્ટીકલ આપને જરૂર પસંદ પડ્યો હશે. તમે આવા બીજા આર્ટીકલ વાંચવા અમારી વેબ સાઈટ જોતા રહેશો ,આર્ટીકલ વાંચવા બદલ આપનો આભાર !