Till Rate Today તલના ભાવ : તલનું ઉત્પાદન ભારતમાં રાજસ્થાન,ગુજરાત,મધ્યપ્રદેશ,અને મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યો થાય છે. ગુજરાતના ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના જિલ્લાઓમાં તલની ખેતી કરવામાં આવે છે. તલએ ટૂંકા ગાળાનો પાક હોઈ ખરીફ અને રવિ એમ બંને સિઝનમાં ઉગાડવામાં આવે છે. ભારતમાં પ્રાચીન કાળથી તલની ખેતી કરવામાં આવે છે. ભારત સિવાય અન્ય દેશોમાં પણ વત્તા ઓછા પ્રમાણમાં તલની ખેતી થાય છે. તલનો પાક ઓછી ફળદ્રુપ જમીનમાં પણ લઈ શકાય છે. હાલમાં ગુજરાતનાં ગંજ બજારોમાં શિયાળા દરમ્યાન તલની સ્થાનિક માગ વધતાં ખેડૂતો ને પોષણક્ષમ ભાવો મળી રહ્યા છે.
શિયાળામાં તાલનો આહારમાં વિવિધ રીતે ઉપયોગ થાય છે. અને એટલેજ શિયાળામાં તલની સ્થાનીક માગ રહેતાં જુદાં જુદાં ગંજ બજારોમાં કેટલા ભાવ રહ્યા તે અમે તમને અહી જણાવીશું સાથે તલના ફાયદા અને તલનું આયુર્વેદની દષ્ટિએ શું મહત્વ છે. તે પણ જણાવીશું.
Till Rate Today
ઊંઝા ગંજ બજારમાં તલના ભાવ : ઊંઝા ગંજ બજાર સમગ્ર એશિયામાં જીરાના વેચાણ માટે મહત્વ ધરાવે છે. ઊંઝા ગંજ બજારમાં જીરા સિવાય ઈસબગુલ, વરીયાળી,સુંવા,અજમો,ધાણા જેવા મસાલા પાકો તેમજ તલ જેવા તેલીબિયાં પાકોનું ખરીદ વેચાણ કરવામાં આવે છે. આજરોજ ઊંઝા ગંજ બજારમાં તલના ભાવ એક મણ ના 2900રૂપિયા રહેવા પામેલ છે . ઊંઝા ગંજ બજારમાં તલની આવક 337 ગુણી રહેવા પામેલ હતી. જ્યારે રાજકોટ તલના ભાવ 3000 રૂપિયા રહેવા પામ્યા હતા.
ગુજરાતના તમામ માર્કેટયાર્ડના આજના તલના બજાર ભાવ
ગંજ બજારનું નામ | તલના ભાવ |
ઊંઝા | 2780 |
વિસનગર | 2660 |
ડીસા | 2571 |
શિહોરી | 2500 |
ગોંડલ | 3231 |
રાજકોટ | 3000 |
તલના ફાયદા :
તલનું તેલ બધા તેલોમાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે. પ્રાચીન કાળથી ભારતમાં તલના તેલનો ઉપયોગ થતો આવ્યો છે. આયુર્વેદમાં તલના ગુણોનો ભરપુર મહિમા કહેવામાં આવ્યો છે. તલમાં વધુ માત્રામાં પ્રોટીન રહેલું છે. તલની તાસીર ગરમ છે. એટલેજ શિયાળામાં દરમ્યાન આવતા તહેવારોમાં તલની વિવિધ વાનગીઓ ખાવાનું પ્રચલિત બન્યું છે. જેમકે ઉતરાયણમાં તલના લાડુ,તલની ચીકી,તલનું કચરિયું,તલ સાંકળી વગેરે ગુજરાત અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વરાણા મુકામે ખોડિયાર માતાના સ્થાનકે મહાસુદ આઠમે માતાજીને તલની સાનીની માનતા પુરી કરવા લાખો લોકો તલની સાનીનું નૈવિધ કરે છે. સમગ્ર મહા માસ દરમ્યાન લાખો ભાવિકો માતાના દર્શને આવે છે.
તલ શરીરના વજનને નિયંત્રણ માં રાખે છે. આપણા આયુર્વેદમાં તલના તેલની માલીસ કરવાનું કહેવામાં આવ્યું છે.નિષ્ણાતોનું માનીએતો તલના તેલની માલીસ કરવાથી જાડો માણસ પાતળો થાય છે.જ્યારે પાતળા માણસનું શરીર ભરાવદાર બને છે. શિયાળામાં તલ રુક્ષ થતી ત્વચાને રક્ષણ આપવાનું કામ કરે છે. હાડકાં મજબૂત થાય છે. શરીરની રોગ પ્રતિકાર શક્તિમાં વધારો થાય છે. ગરમ તાસીર હોવાને લીધે શરીરને ગરમી અને શક્તિ આપે છે. મહિલાઓ અને નાનાં બાળકોએ તાસીર અને અનુભવી વૈદાચાર્ય ની સલાહ મુજબ તલનું સેવન કરવું જોઈએ.
આહારમાં સફેદ અને કાળા એમ બે પ્રકારના તલની વાત કરવામાં આવી છે. તલની વિવિધ વાનગીઓ બનાવીને તલ ખાવાથી ફાયદો થાય છે. ઉનાળાની ઋતુમાં તલનો ઉપયોગ ના કરવો અથવા ઓછો કરવો જોઈએ. શિયાળામાં તંદુરત પુખ્ત વ્યક્તિ 50 થી 60 ગ્રામ દરરોજ તલનો ખોરાકમાં ઉપયોગ કરી શકે. આમ તલ આયુર્વેદની દ્રષ્ટિએ મહત્વનો તેલીબિયા પાક છે.
આ જુઓ:- એરંડા ના આજના બજાર ભાવ 2024 | Aranda Bhav Today Gujarat