Gondal Market Yard Rate Garlic ꠰ ગોંડલ માર્કેટયાર્ડ માં લસણ ના ભાવ : ગોંડલ માર્કેટ યાર્ડમાં આજના એટલેકે 31 જાન્યુઆરી ના રોજના સૂકા લસણના એક મણના ભાવ 7111 રૂપિયા બોલાયા હતા.
ગુજરાતના સૌરાષ્ટ્ર,કચ્છ,ઉત્તર ગુજરાત અને મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત ના વિસ્તારોમાં મોટા પાયે લસણ ની ખેતી કરવામાં આવે છે. ગુજરાતમાં ગોંડલ સહિત જામનગર જિલ્લાના હાપા માર્કેટયાર્ડમાં લસણની મોટા પાયે આવકો જોવા મળે છે. તો મધ્ય ગુજરાતના લુણાવાડા માર્કેટમાં લાલ લસણની આવકો થાયછે. ભારતમાં સૌથી વધુ લસણની ખેતી મધ્યપ્રદેશમાં કરવામાં આવે છે. એકલું મધ્યપ્રદેશ લસણની 65 ટકા જેટલી ઘરેલુ માગને પૂરી કરે છે. જ્યારે ગુજરાત પણ લસણના ઉત્પાદનમાં મહત્વનો ભાગ ભજવે છે.ગુજરાત લસણના ઉત્પાદનમાં ભારતમાં ચોથો નંબર ધરાવે છે.
લસણ અને ડુંગળી ના ભાવો માં ખૂબ મોટા પાયે ભાવની વધ ઘટ રહેતી હોય છે. ક્યારેક ભાવ તળીયે તો ક્યારેક આસમાને જતાં હોય છે. લસણ એ રસોડાનો રાજા છે. લસણની સ્પાઈસી ચટણી ખાવાની લીજ્જત શિયાળામાં સૌને ગમે છે. લસણ શાકભાજી વિવિધ નાસ્તા અને છટણીમાં વપરાય છે. તો એના આયુર્વિદિક ગુણોને લીધે પણ કેટલાક લસણ ખાવાનું વધુ પસંદ કરે છે. લસણ વગર ગમે તેવું શાક ફીકકું ફસ લાગે એટલેજ લસણ નો ભાવ ઓછો હોય કે વધારે એની માગમાં ઘટાડો થતો નથી.
ભાવ વધારાનાં કારણો :
પાડોશી રાજ્યોમાં અપૂરતો વરસાદ અને હવામાન ની વિષમ પરિસસ્થિતિને કારણે જોઈએ તેટલો લસણનું ઉત્પાદન ના થતાં અને માર્કેટયાર્ડમાં જૂના સ્ટોક ના હોવાને કારણે લસણની માગને કારણે લસણના ભાવ આસમાને પહોંચી ગયા છે.
ડિસેમ્બર માસમાં લસણના ભાવ 3500 થી 3700 સુધીના હતા. તે સીધાજ જાન્યુઆરી માસમાં 7000 સુધીની ટોચની સપાટી વટાવી જવા પામ્યા હતા. જાણકારો નું માનીએતો લસણના ભાવ ઊંચી સપાટીએ હોય હવે વધુ ભાવ વધવાની શક્યતાઓ દેખાતી નથી હાલમાં ગુજરાતનાં શાક બજારમાં સૂકા લસણના છૂટક ભાવ 1 કિલોના 375 થી 400 રૂપિયા સુધીના જોવા મળી રહ્યા છે.
અમદાવાદના માર્કેટમાં જૂન જુલાઇ માસમાં પ્રતિ કિલો રૂપિયા 100 ના ભાવથી વેચાતું લસણ આજે કિલોના રૂપિયા 400 આસપાસ વેચાઈ રહ્યું છે. સારી ક્વોલીટી અને લુણાવાડાનું લાલ લસણ પણ શિયાળામાં લોકોને ખૂબ પસંદ પડી રહ્યું છે.
ગુજરાતનાં ગંજ બજારોમાં નવા લસણની આવકો વધે અને ભાવમાં કોઈ ઘટાડો થશે કે વધારો તે અંગે કોઈ અટકળો થઈ શકતી નથી.
લસણના ફાયદા (Benefits of Garlic) :
લસણમાં એલીસીન અને ફાઈબર નું પ્રમાણ વધુ હોવાથી શરીર માટે અનેક પ્રકારે ફાયદા કારક છે. હ્રદય રોગમાં લસણ ખૂબ ફાયદા કારક છે. લોહીમાં રહેલા બેડ કોલેસ્ટ્રોલ ને ઓછું કરે છે,વજનનું નિયંત્રણ કરે છે. ફંગલ ઇન્ફેક્ષનમાં લસણ ફાયદા કારક છે. મધ સાથે લસણનું સેવન શરીરને અનેક રીતે ફાયદો કરે છે. લસણનું સેવન ઋતુ પ્રમાણે યોગ્ય માત્રામાં અને પોતાના શરીરની તાસીર પ્રમાણે કરવામાં આવેતો અચૂક ફાયદો કરાવે છે.
આ જુઓ:- એરંડા ના આજના બજાર ભાવ 2024 – Aranda Bhav Today Gujarat