Gujarat Police Recruitment I ગુજરાત ગુજરાત પોલીસ ભરતી નવા નિયમ જાહેર. ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા LRD લોકરક્ષક દળની આવનાર ભરતી માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા મોટા પાયે લોકરક્ષક ભરતી થવાની હોઈ અને લોક રક્ષકની ભરતી માટે યોજાતી શારીરિક અને લેખિત કસોટીઓ યોજવામાં આવે છે.
ગુજરાત પોલીસ ભરતી નવા નિયમ
સરકાર દ્વારા લોકરક્ષક ની પોલીસ ભરતી માટેના નવા નિયમો બહાર પાડવામાં આવ્યા છે. આ નવા નિયમો અનુસાર શારીરીક અને લેખિત બંને કસોટીઓમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે.
લોકરક્ષક શારીરિક કસોટી :
ગુજરાત પોલીસની આવનાર ભરતી પરીક્ષા માટે શારીરીક કસોટી એટલેકે ફીઝિકલ ટેસ્ટ ફરજીયાત પાસ કરવો જરૂરી છે. અગાઉના દોડના નિયમોમાં ઉમેદવારે દોડ માટે તેમનું વજન અને દોડ માટે લીધેલા સમય મુજબ માર્ક આપવામાં આવતા હતા. નવા નિયમ મુજબ દોડની કસોટીમાં ગુણ ભાર રદ કરવામાં આવેલ છે. હવે ઉમેદવારોએ માત્ર નક્કી કરેલ નિયત સમય મર્યાદામાં દોડ પૂરી કરવાની રહેશે.
ગુજરાત પોલીસની ભરતીમાં જે ઉમેદવારો નિયત સમય મર્યાદામાં દોડ સફળતા પૂર્વક પૂરી કરશે તેવા તમામ ઉમેદવારોને લેખિત કસોટીમાં ઉપસ્થિત રહેવા મળશે. હવે ગુણ ભાર રદ કરવાથી કોઈ ઉમેદવારને વધારાના ગુણ મળશે નહી.
લોક રક્ષક લેખિત કસોટી :
ગુજરાત પોલીસની લોકરક્ષક ભરતી માટે અગાઉ 100 ગુણનું એક પ્રશ્ન પત્ર હતું જે ઓબ્જેક્ટિવ ટાઈપનું એટલેકે MCQ પ્રકારનું ચાર વિકલ્પો વાળું હતું. પોલીસ ભારતીના નવા નિયમો અનુસાર હવે લેખિત પરીક્ષાનું પ્રશ્નપત્ર 200 ગુણનું રાખવામાં આવ્યું છે અને તે માટેનો સમય 3 કલાકનો નક્કી કરવામાં આવ્યો છે.
લોક રક્ષક ભરતી સિલેબસ (Lrd Bharati Syllabus)
ગુજરાત પોલીસની લોક રક્ષક ભરતીમાં સીલેબસમાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવ્યો છે. એ રીતે જોઈએતો લોક રક્ષકની MCQ ટાઈપની ઓબ્જેક્ટીવ પરીક્ષાને બે ભાગમાં વહેંચવામાં આવી છે. બંને ભાગમાં પાસ થવા માટે 40 ટકા ગુણ ફરજીયાત મેળવવા પડશે. એટલે કે પરીક્ષામાં સફળતા માટે ઉમેદવારોએ અભ્યાસક્રમ મુજબ અને દરેક વિષયમાં સારી તૈયારી કરવી પડશે.
ગુજરાત લોકરક્ષક ભારતીના નવા સીલેબસમાં ઇંડિયન પીનલ કોડ, સીઆરપીસી ની કલમો, પુરાવાના કાયદા,સોશીયોલોજી અને સાયકોલોજી જેવા વિષયોને બાદ કરી ભાગ :1 માં રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન,ક્વોંટિટિવ એટયુટુડ,કોંપ્રિહેંસન ગુજરાતી જેવા વિષયોને સામેલ કરવામાં આવ્યા છે, વિભાગ એકમાં 80 ગુણ છે. પાસ થવા ઉમેદવારે 32 ગુણ પ્રાપ્ત કરવા પડશે. જે વિભાગવાર નીચે મુજબ છે.
જ્યારે વિભાગ : 2 માં ભારતનું બંધારણ,કરંટ અફેર્સ, વિજ્ઞાન અને ટેક્નોલૉજી અને જનરલ નોલેજ,ઇતિહાસ,ઐતિહાસિક હેરીટેજ, ભારત અને ગુજરાતની ભૂગોળના કુલ 120 ગુણના પ્રશ્નોનો સમાવેશ થશે.
ભાગ : A
1 | Reasoning and Data Interpretation | 30 |
2 | Quantitative Aptitude | 30 |
3 | Comprehension in Gujarati Language | 20 |
Total | 80 Marks |
ભાગ : B
1 | The Constitution of India | 30 |
2 | Current Affairs Science and Technology,General Knowledge | 40 |
3 | History Cultural Heritage and Geography of Gujarat and Bharat | 50 |
Total Marks B | 120 | |
Tatal A +B | 200 |
અગાઉના નિયમો મુજબ રક્ષાશક્તિના ગુણ ઉમેરવામાં આવતા હતા એમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનો સમાવેશ કરી ઉમેદવારને વધારાના ગુણ આપવામાં આવશ જે કોર્ષના સમયગાળા આધારિત ગુણ મળશે
રક્ષાશક્તિયુનિવર્સિટીઅથવા ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં કરેલ કોર્સનો સમયગાળો | આપવાના વધારાના ગુણ |
01 વર્ષ | 3 ગુણ |
02 વર્ષ | 5 ગુણ |
03 વર્ષ | 8 ગુણ |
04 વર્ષ કે વધુ | 10ગુણ |
આમ ગુજરાત પોલીસની એલઆરડી પરીક્ષામાં લેખિત પરીક્ષા અને રક્ષાશક્તિયુનિવર્સિટીઅથવા ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં કરેલ કોર્સનો સમયગાળાના વધારાના ગુણ બંનેનો સરવાળો કરી મેરીટ તૈયાર કરવામાં આવશે.
મિત્રો,અમારો આ આર્ટીકલ આપણે કેવો લાગ્યો તે અમોને કોમેંટમાં જરૂર જણાવશો અને આવા બીજા આર્ટીકલ વાંચવા અમારી વેબ સાઇટ જોતા રહેશો,આપનો ખૂબખૂબ આભાર !