Syllabus નોકરી & રોજગાર

Gujarat PSI Syllabus 2024: હવે પીએસઆઈ બનવા નવા સિલેબસ મુજબ આજથીજ તૈયારી શરૂ કરી દો

Gujarat PSI Syllabus 2024
Written by Gujarat Info Hub

Gujarat PSI Syllabus 2024 : પી.એસ.આઈ. ભરતી માટે નવો અભ્યાસક્રમ અને નવી પરીક્ષા પધ્ધતિ જાહેર. ઉમેદવારો આજથીજ મહેનત શરૂ કરી દો. ગુજરાત સરકારે પોલીસ ભરતી માટે નવી પરીક્ષા પધ્ધતિ અને નવો અભ્યાસક્રમ જાહેર કર્યો છે. ભરતી કરવા માટે સરકારે લીલી ઝંડી આપી દેતાં હવે આવનારા નજીકના સમયમાં ભરતી પ્રક્રિયા શરૂ થશે. ઇચ્છુક ઉમેદવારોએ જાહેર થયેલા PSI New Exam Pattern & New Syllabus પીએસઆઈ સીલેબસ મુજબ આજથીજ પરીક્ષાની તૈયારીમાં લાગી જવું જોઈએ. ગુજરાત પોલીસમાં ભરતી થવા ઇચ્છુક ઉમેદવારો માટે આ સારા સમાચાર છે.

ગુજરાત પોલીસ વિભાગમાં મોટા પાયે ભરતી કરવામાં આવશે તે બાબત ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા અગાઉ પણ જણાવવામાં આવ્યું હતું. તાજેતરમાં પોલીસ સબ ઈસ્પેક્ટર વર્ગ : 3 ની પરીક્ષાને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે. તે મુજબ પોલીસ સબ ઈન્સ્પેકટરનો સુધારેલો નવો અભ્યાસ ક્રમ અને  સુધારેલી પરીક્ષા પધ્ધતિની નવી રૂપરેખા જાહેર કરવામાં આવી છે.  તેથી પોલીસ વિભાગમાં નોકરીની ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ સીલેબાસ મુજબ આજથીજ તૈયારીમાં લાગી જવું જોઈએ.

Gujarat PSI New Exam Pattern 2024

શારીરિક કસોટી : ( Physical Test  )

પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ ઈસ્પેક્ટર PSI પરીક્ષા માટે પરીક્ષામાં ધરમૂળ થી ફેરફાર કરવામાં આવ્યા છે. તેમાં શારીરિક કસોટી માટેની દોડ માટે દરેક ઉમેદવારોએ નિયત સમયમાં પૂર્ણ કરવાની રહેશે. સફળતા પૂર્વક દોડ પાસ કરનાર ઉમેદવારને લેખિત પરીક્ષામાં બેસવા દેવામાં આવશે હવે અગાઉની જેમ દોડ માટેના ગુણ રદ કરવામાં આવે છે. તેમજ ઉમેદવારના વજનને પણ કાઢી નાખવામાં આવ્યું છે.  

લેખિત કસોટી : (Written Exam)

હવે પોલીસ સબ ઈન્સ્પેકટર PSI ભરતીમાં માત્ર એક જ વખત 300 ગુણની પરીક્ષા લેવામાં આવશે કુલ બે પ્રશ્ન પત્ર હશે પેપર 1 200 ગુણ અને 2 ભાગમાં લેવામાં આવશે.  જ્યારે પેપર 2 100 ગુણ અને 2 ભાગનું રહેશે. પ્રથમ ભાગ 70 ગુણ અને ભાગ બે 30 ગુણ રહેશે પાસ થવા માટે ઉમેદવારોએ 40 ટકા ગુણ મેળવવાના રહેશે. પેપર 1 ના બંને ભાગમાં 40 ગુણ મેળવનારનું જ પેપર 2 ચકાસવામાં આવશે.

અગાઉના પરીક્ષાના સીલેબસમાંથી મનોવિજ્ઞાન,સોશ્યોલોજી, સી.આર.પી.સી,આઇ.પી.સી. એક્ટ એક્ટ એવીડન્સ એક્ટ, મોટર વ્હીકલ એક્ટ,ગુજરાત પોલીસ એક્ટ,પ્રિવેન્સન ઓફ એટ્રોસીટી એક્ટ, ગુજરાત પ્રોહિબિશન એક્ટ અને પ્રિવેન્સન ઓફ કરપ્શન એક્ટ વગેરે  વિષયોને અભ્યાસક્રમ માંથી દૂર કરીને નવો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે.

પી.એસ.આઈ. નવો અભ્યાસક્રમ ( PSI New Syllabus 2024 ) :

પેપર 1ગુણ
Part : A 
Reasoning and Data Interpretation50
Quantitative Aptitude50
Total Marks100
Part : B
Constitution of Bharat and Public Administration25
History, Geography, Cultural Heritage25
Current Affairs &General Knowledge25
Environment, Science &Tech &Economics25
Total100
પેપર : 2 Part A : Gujarati Language Skill  
Essay (350 Word)30
Precis Writing10
Comprehension10
Report writing10
Letter Writing10
Total70
Part B : English Language Skill  
Precis Writing10
Comprehension10
Translation(from Gujarati TOEnglish )10
Total100

વધારાના ગુણ ( Extra Mark ) :

અગાઉ વધારાના ગુણ માટે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પરિણામ આધારે આપવામાં આવતા હતા. જે રદ કરીને કેન્દ્રિય રક્ષાશક્તિ યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં કરેલ અભ્યાસના સમય ગાળા મુજબ વધારાના ગુણ આપવામાં આવશે જે નીચે મુજબ રહેશે.  

NFSU અથવા RRU માં કરેલ કોર્ષનો સમયગાળો
01 વર્ષ05 ગુણ
02 વર્ષ09 ગુણ
03 વર્ષ12 ગુણ
04 વર્ષ કે તેથી વધુ15 ગુણ

મેરીટ યાદી ( PSI Merit List )

ઉમેદવારોએ લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણ અને વધારાના મેળવેલ ગુણનો સરવાળો કરી મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે.

મિત્રો ગુજરાત પોલિસ ભરતી અને PSI ભરતીની જાહેરાત ટુક સમયમાં થઈ શકે છે, જેથી જે વિધાર્થી મિત્રો આ બન્ને પરીક્ષાની તૈયારી કરતા હોય તેઓ માટે આ નવી પરીક્ષા પધ્ધતી અને સિલેબસ જાનવો જરૂરી છે. PSI Syllabus PDF ડાઉનલોડ કરવા માટે તમે નિચે આપેલ લિંકની મદદા મેળવી શકો છો.

આ જુઓ:- KGBV Bharti 2024: KGBVમાં વોર્ડન કમ હેડ ટીચર ની જગ્યા પર પ્રાથમિક શિક્ષક સંવર્ગમાંથી પ્રતિનિયુક્તિથી ભરતી

Gujarat PSI Syllabus 2024 PDF Download Link

PSI Syllabus PDF Download અહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો
અમને ગુગલ ન્યુઝ પર ફોલો કરોઅહીં ક્લિક કરો

About the author

Gujarat Info Hub

Leave a Comment