BMC Recruitment 2024 : ભાવનગર મહાનગર પાલીકમાં ભરતી, ચાર્ટડ એકાઉન્ટન્ટની પોસ્ટ માટેની ભરતી કરવા મહા નગર પાલીકા દ્વારા નોટિફિફેશન બહાર પાડવામાં આવ્યું છે. જો તમે સી.એ.ની લાયકાત અને અનુભવ ધરાવતા હોવ તો અરજી કરી શકો છો. આ જગ્યા 6 માસના સમયગાળા માટે અથવા આ કામગીરી પુરી થાય ત્યાં સુધી જે વહેલું હોય તેટલા સમય માટે કરાર આધારિત ભરતી કરવા પ્રતિક્ષા યાદી બનાવવા ઇચ્છિત ઉમેદવારો માટે વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવે છે. અહી અમે તમને ભરતી અંગેની તમામ વિગતો જણાવવાના હોઈ લેખના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેશો :
BMC Recruitment 2024
ભરતી કરનાર સંસ્થા | ભાવનગર મહા નગર પાલીકા |
પોસ્ટનું નામ | સી.એ. |
લાયકાત | સી.એ અથવા સી.એ ઇન્ટર અથવા IPCC |
વોક ઈન ઇન્ટરવ્યુ તારીખ અને સ્થળ | 12/03/2024 ના સમય : 11 .00 થી 2.00 કલાકે કમિશ્નર કચેરી સભાખંડ, મહા નગર પાલીકા,ભાવનગર |
પગાર | 35000 થી 40000 પ્રતિ માસ ફિક્સ |
નોકરીનો સમયગાળો | 6 માસ અથવા કામ ચાલે ત્યાં સુધી કરાર આધારિત |
સત્તાવાર નોટિફેકેશન જોવાની લિન્ક | અહી ક્લીક કરો |
જગ્યાનું નામ :
સી.એ. ઇન્ટર સી.એ
લાયકાત :
સી.એ. બીન અનુભવી અથવા ઇન્ટર સી.એ. પાસ અથવા IPCC પાસ
અનુભવ :
આ પોસ્ટ ભરવા માટે BMC દ્વારા બે વર્ષનો અનુભવ માગવામાં આવ્યો છે. તેમજ ઇન્ટર શીપના સમયગાળાને અનુભવમાં ગણવામાં આવશે નહી તે બાબત ઉમેદવારોએ ધ્યાનમાં લેવા વિનંતી છે.
વિશેષ લાયકાત :
અંગ્રેજી ભાષામાં પત્ર વ્યવહાર કરી શકનાર ઉમેદવારોને અગ્રતાક્રમ આપવામાં આવશે તેથી ઉમેદવારો અંગ્રેજી ભાષામાં સારું પ્રભુત્વ ધરાવતા હોય એ અપેક્ષિત છે.
જરૂરી ડૉક્યુમેન્ટ :
લાયકાતનાં તમામ અસલ પ્રમાણપત્રો અને તેની સ્વપ્રમાણિત નકલો, આઈ ડી પ્રૂફ તરીકે આધારકાર્ડ, પાનકાર્ડ જેવાં ડૉક્યુમેન્ટ ,પાસપોર્ટ સાઈઝનો ફોટો અને અરજી
પગારની વિગતો :
સી.એ ની આ જગ્યા માટે પ્રતિ માસ રૂપિયા 40000 આપવામાં આવશે તેમજ ઇન્ટર સી.એ અથવા IPCC માટે માસિક રૂપિયા 35000 ફિક્સ પગાર આપવામાં આવશે.
વોક ઇન ઇન્ટરવ્યુ :
તારીખ :12/03/2024 ના રોજ સમય સવારે 11.00 થી 2.00 કલાક સુધી કમિશ્નર કચેરી સભાખંડ ભાવનગર મહા નાગર પાલીકા, ભાવનગર ખાતે વોક ઇન ઇન્ટરવ્યુ માટે ઉમેદવારો ઉપસ્થિત થવાનું રહેશે.
આ જુઓ:- Gujarat PSI Syllabus 2024: હવે પીએસઆઈ બનવા નવા સિલેબસ મુજબ આજથીજ તૈયારી શરૂ કરી દો
વય મર્યાદા :
સી.એ.ની આ જગ્યા માટે ઉમેદવારની તારીખ 16/03/2024 ના રોજ વાય 21 વર્ષથી ઓછી નહીં અને 45 વર્ષથી વધુ હોવી જોઈએ નહી.
નોકરીની શરતો :
- ઉમેદવારને અત્રેથી જે બોલીઓ અને શરતો જણાવવામાં આવે તેનું પાલન કરવાનું રહેશે.
- ઉમેદવાર સંસ્થામાં (સરકારી કે બીન સરકારી ) સંસ્થામાં નોકરી કરતા હોય તેમણે ના વાંધા પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
- ભરતી અંગેનો આખરી નિર્ણય કમિશ્નરશ્રીનો રહેશે જેને પડકારી શકાશે નહી.
આ જુઓ:- નમો સરસ્વતી યોજના 2024: વિજ્ઞાન પ્રવાહના ધોરણ 11-12ની વિદ્યાર્થીનીઓને ₹25000ની શિષ્યવૃત્તિ
મિત્રો ગુજરાત સરકારનિ તમામા ભરતીની સૌ પ્રથમ અપડેય મેળવવા માંંગતા હોવ તો અમારી આ સાઈટની મુલાકાત લેતા રહો આભાર.
Nice information