આધાર કાર્ડ ફ્રેન્ચાઇઝી: આધાર કાર્ડ આજના સમયમાં સૌથી મહત્વપૂર્ણ અને અગત્યનું દસ્તાવેજ કહી શકાય, જ્યારે બાળક શાળામાં પ્રવેશ છે ત્યારથી લઈને પેન્શન મેળવવા સુધી દરેક વય અને વર્ગના નાગરિકો માટે આધારકાર્ડ હોવું ફરજિયાત છે. સરકાર દ્વારા જારી કરાયેલ આ દસ્તાવેજ કોઈપણ સરકારી કે બિનસરકારી કામો માટે જરુરી રહે છે. આધારકાર્ડ એ દરેક વ્યક્તીને યુનિફિકેશન આઈડી પ્રધાન કરે છે જેના દ્વારા તે વ્યકતિની ઓળખાણ થાય છે. અત્યારે આપણે જોઇએ છીએ કે દરેક વસ્તુ કે ડોક્યુમેંટ સાથે આધારકાર્ડ લિક હોવું અનિવાર્ય છે. અથવા આધારકાર્ડ માં સુધારા વધારા કરવા માટે દરેક વ્યક્તીને આધારકાર્ડ સેન્ટર જવુ પડે છે. તો તમે જોયુ હશે કે આધાર કાર્ડ સેન્ટરમાં પણ લાંબી લાઈન હોય છે. તો શું તમે જ આધારકાર્ડની ફ્રેંચાઈઝી લઈને આધારકાર્ડ નૂં કામ કરી શકો છો.
આજના નવા યુગમાં સરકાર પણ નાગરીકોને આધારકાર્ડ સંબધીત સુવિધા જલ્દીથી મળી રહે તે માટે આધાર કાર્ડની ફ્રેંચાઇઝી આપે છે. જેના માટે જો તમારી પાસે લાયકાત હોય તો તમે અહિ આપેલ માહિતી ધ્યાનથી વાંચી અને આધારકાર્ડ સેન્ટર ખોલી શકો છો. તો આવો જાણીએ આધાર કાર્ડ ફ્રેન્ચાઈઝી કેવી રીતે મેળવવી અને તેના માટે શુ લાયકાત જરૂરી છે.
આધાર કાર્ડ સેન્ટર કેવી રીતે ખોલવું?
મિત્રો, આધાર કાર્ડ ફ્રેન્ચાઇઝી મેળવવા માટે તમારે સૌ પ્રથમ સરકાર પાસેથી તેનું લાઇસન્સ મેળવવુ જરૂરી છે જેના માટે તમારે UIDAI ની પરીક્ષા પાસ કરવી પડશે. ત્યારબાદ તમને UIDAI પ્રમાણપત્ર આપવામાં આવશે જેના પછી તમે આધારકાર્ડ સેન્ટર માટે અરજી કરી શકો છો. તો ચાલો જાણીએ લાઈંસન્સ મેળવવાની પ્રક્રિયા વિશે…
આધાર કાર્ડ ફ્રેન્ચાઇઝી માટે લાઇસન્સ મેળવવા માટેની પ્રક્રિયા
- જે મિત્રો આધાર કાર્ડ ફ્રેન્ચાઇઝી માટે લાઇસન્સ મેળવવા માંગતા હોય તેઓ સૌ પ્રથમ NSEIT પોર્ટલ પર જાઓ.
- ત્યારબાદ પોર્ટલ પર તમારુ અકાઉન્ટ બનાવો. અને લોગીન થઓ.
- ત્યારબાદ તમારે તમારા આધાર કાર્ડની સોફ્ટ કોપી અપલોડ કરવાની રહેશે.
- ત્યારબાદ સ્ક્રીન પર એક કોડ દેખાશે, તેને સબમિટ કરો.
- હવે નવું ફોર્મ ખુલશે જેમા6 જરુરી માંગ્યા મુજબની માહિતી ભરો અને તમારો ફોટો અને સાઈન અપલોડ કરો.
- અકવાર ફરી સબમીટ કરેલી માહિતી ચકાશીને તમારુ ફોર્મ સબમીટ કરો.
તમારુ લાઇસન્સ ફોર્મ સ્વીકાર્યા પછી તમે આ પોર્ટલની મદદ્થી તમારે UIDAI ની પરીક્ષા માટે તમને પરીક્ષા કેંદ્ર, પરીક્ષા સમય અને તારીખ વિશેની માહિતી મળશે.જો તમે આ UIDAI ની પરીક્ષા પાસ કરશો તો આધારકાર્ડ સેન્ટર ખોલવાનું લાઈસન્સ તમારા ઘરે આવશે. જેની મદદથી તમે આધાર કાર્ડ સેન્ટર શરુ કરી શકશો.
આધારકાર્ડ સેન્ટર ખોલવા માટે સરકાર તમારી પાસે એકપણ રુપિયો લેતુ નથી પરંતુ તમારે જરુરી સામાન જેમ કે કોમ્યુટર, પ્રિંટર, સ્કેનર, વેબકેમ વેગેરે જેવી વસ્તુઓ માટે લગભગ ૧ લાખ સુધીનો ખર્ચ પાડવાનો રહેશે. જો આધાર કાર્ડ ફ્રેન્ચાઇઝી ખોલ્યા બાદ કમાણીની વાત કરીએ તો તમે મહિને લગભગ ૩૦ થી ૪૦ હજાર સુધીની કમાણી કરી શકો છો.
આ જુઓ:- RMC Recruitment 2024: રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી આજે જ અરજી કરો
તો મિત્રો તમને અમારો આધાર કાર્ડ ફ્રેન્ચાઇઝી મેળવવાની માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરી જરુરથી જણાવજો અને વધુ માહિતી માટે અમારી સાઈટની મુલાકાત લેતા રહો, આભાર.
aadhar card frenchise koi pan kholi sake ?
koi Trust ke sanstha j kholo sake ??
koi individual person ne kholvu hoi to kholi sake ?????