આજના સમયમાં બધા લોકો રોકાણ પર ખાસ ધ્યાન આપી રહ્યા છે ત્યારે મોદી સરકારની ખાસ પહેલથી પોસ્ટ ઓફિસની સ્કિમોમાં નાગરીકો રોકાણ કરવાની ઈચ્છા વધુ ધરાવતા હોય છે. પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવું એ લોકો માતે સુરક્ષિત રોકાણ કહી શકાય અને આજે અમે એક એવી જ પોસ્ટ ઓફિસની યોજના વિશે વાત કરવા જઈ રહ્યા છિએ જેમાં તમે થોડા પૈસા રોકાણ કરીને સારૂ એવુ વળતર મેળવી શકો છો.અને સરકાર દ્વારા આ યોજનામાં વાર્ષિક, અર્ધવાર્ષિક અને ત્રિમાસિક ધોરણે વ્યાજ દરો ઓફર કરવામાં આવે છે.
હાલમાં પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝિટ યોજનાઓ બહુ જ ફેમસ બની ગઈ છે અને લોકોની તેમાં રોકાણ કરવા માટે લાઈનો લાગી છે. તો આવી જ એક યોજના વિશે ચાલો જાણીએ સંપુર્ણ માહિતી.
પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ યોજના
પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝિટ યોજનાને આપણે આરડી સ્કિમ પણ કહીએ છીએ. આ યોજનાનો અત્યારનો વ્યાજ દર ૬.૭% છે અને તેની પાકતી મુદત પાંચ વર્ષની છે. આ આરડી સ્કીમમાં કોઈપણ નાગરીક ૧૦૦ રૂપિયાના રોકાણથી ખાતું ખોલાવી શકે છે. આ યોજનામાં સીંગલ કે સંયુકત ખાતુ ખોલાવી શકાય છે. જેમાં ૧૦ વર્ષના બાળકનું ખાતું પણ તેના માતા પિતાના નામથી ખોલી શકો છો.
મેચ્યોરિટી તથા ઉપાડ
આ યોજનામાં કોઇપણ નાગરીકે ૫ વર્ષ માટે રોકાણ કરવુ પડશે. જો તમે આ આરડી સ્કીમમાં ખાતુ ખોલ્યું છે અને તેના પહેલા વર્ષે ૪ હપ્તા ના ભરો તો તમારુ ખાતુ બંધ થઈ શકે છે. પરંતુ તમે છેલ્લા હપ્તો એટલે કે ચોથા હપ્તાની ૨ મહિનાનઈ અંદર ફરિથી હપ્તો ભરી ખાતુ ચાલુ રાખી શકો છો. જો તમે સળંગ એક વર્ષ માટે તમારા તમામા હપ્તા ભરેલ હશે તો તમને લોનની સુવિધા પણ મળશે. જેમાં તમારી કુલ થાપણની ૫૦ રકમ લોન તરીકે મેલવી શકો છો. વધુમાં આ યોજનમાં તમારા રોકાણની મેચ્યોરીટી પછી પણ એક્સટેન્શનની સુવિધા આપે છે.
૧૦ હજારના રોકાણ પર મેળવો ૭ લાખ રૂપિયા
જો તમે આ સ્કીમમાં મહિને ૧૦ હજારના રોકાણથી શરૂઆત કરો છો અને તેને ૫ વર્ષ સુધી ચાલુ રાખો છો તો તમારુ કુલ રોકાણ ૫ વર્ષે ૬ લાખ રૂપિયા થશે. જેના પર આરડી સ્કિમનું ૬.૭% લેખે વ્યાજ ગણવામાં આવે તો વ્યાજની કુલ રકમ ૧,૧૩,૬૫૯ રૂપિયા થાય. જેથી મેચ્યોરીટી પર તમને કુલ ૭,૧૩,૬૫૯ રૂપિયા મળશે. તો શું આ એક સુરક્ષિત રોકાણ કહી શકાય કે નહી. તમે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો.
આ પણ વાંચો:- AMC Recruitment 2024: અમદાવાદ મહાનગર પાલિકામાં 731 જગ્યાઓ માટે બ્મપર ભરતી