JUMC Recruitment 2024: જુનાગઢ મહાનગર પાલિકામાં ઓફિસ સુપ્રિટેન્ડેંટ,આસીસ્ટંટ લીગલ ઓફિસર-લેબર ઓફિસર, સેનિટેશન સુપ્રિટેંડન્ડેંટ,સબ એકાઉન્ટન્ટ,કેમિસ્ટ,સિનિયર ક્લાર્ક,જુનિયર ક્લાર્ક વગેરે વર્ગ 3 ની 44 જગ્યાઓ પર સીધી ભરતી કરવા સારું પસંદગી યાદી તૈયાર કરવા જાહેરાત બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો નિયત સમય મર્યાદામાં https://junagadhmunicipal.org/ વેબસાઈટ પર ઓન લાઇન અરજી કરી શકે છે.
આ ભરતી માટે અરજી કરવાનો સમયગાળો તારીખ 14/03/2024 બપોરે 2.00 કલાકથી 03/04/2024 રાત્રીના 23.59 સુધી રાખવામાં આવ્યો છે. મિત્રો વર્ગ 3 ની આ જગ્યાઓ માટે તમે લાયકાત ધરાવો છો અને નોકરીની શોધમાં છો, તો તમારા માટે આ સારા સમાચાર છે. અમે અહી આપને વર્ગ 3 ની 44 જગ્યાઓ માટેની લાયકાત,વય મર્યાદા,પરીક્ષા ફી અને જરૂરી વિગતો જણાવી રહ્યા છીએ આપ આ લેખના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેશો.
JUMC Recruitment 2024
સંસ્થા | જૂનાગઠ મહાનગર પાલિકા |
કુલ જગ્યાઓ | 44 |
પોસ્ટ | વિવિધ |
અરજી કરવાની છેલ્લી તારીખ | 03/04/2024 |
સત્તાવાર સાઈટ | https://junagadhmunicipal.org/ |
ભરવા પાત્ર જગ્યાઓની વિગત :
જગ્યાનું નામ | જગ્યાની સંખ્યા |
ઓફિસ સુપ્રિટેન્ડેંટ | 3 |
આસીસ્ટંટ લીગલ ઓફિસર-લેબર ઓફિસર | 2 |
સેનિટેશન સુપ્રિટેંડન્ડેંટ | 2 |
સબ એકાઉન્ટન્ટ | 4 |
કેમિસ્ટ | 2 |
સિનિયર ક્લાર્ક | 9 |
જુનિયર ક્લાર્ક | 22 |
શૈક્ષણિક લાયકાત :
ઉમેદવારો અરજી કરવાની છેલ્લી તારીખના રોજ કોષ્ટક માં દર્શાવેલ લાયકાત જે તે જગ્યા માટે ધરાવતા હોવા જરૂરી છે.
જગ્યાનું નામ | શૈક્ષણિક લાયકાત |
ઓફિસ સુપ્રિટેન્ડેંટ | માન્ય યુનિ.ના કોઈ પણ વિદ્યાશાખાના સ્નાતક અથવા સમકક્ષ, કોમ્પ્યુટરનું જ્ઞાન ઉપરાંત ગુજરાતી,હિન્દી,અને અંગ્રેજી ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. |
આસીસ્ટંટ લીગલ ઓફિસર-લેબર ઓફિસર | માન્ય યુનિ.ના કોઈ પણ વિદ્યાશાખાના સ્નાતક તથા એલ.એલ.બી. અથવા સમકક્ષ, કોમ્પ્યુટરનું જ્ઞાન ઉપરાંત ગુજરાતી,હિન્દી,અને અંગ્રેજી ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. |
સેનિટેશન સુપ્રિટેંડન્ડેંટ | માન્ય યુનિ.ના પર્યાવરણ અને એંજિનિયરના સ્નાતક,ના સ્નાતક અથવા સમકક્ષ, કોમ્પ્યુટરનું જ્ઞાન ઉપરાંત ગુજરાતી,હિન્દી,અને અંગ્રેજી ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. |
સબ એકાઉન્ટન્ટ | માન્ય યુનિ.ના કોમર્સના સ્નાતક અથવા સમકક્ષ, કોમ્પ્યુટરનું જ્ઞાન ઉપરાંત ગુજરાતી,હિન્દી,અને અંગ્રેજી ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. |
કેમિસ્ટ | માન્ય યુનિ.ના બી.એસ.સી.કેમિસ્ટ્રી ના સ્નાતક અથવા સમકક્ષ, કોમ્પ્યુટરનું જ્ઞાન ઉપરાંત ગુજરાતી,હિન્દી,અને અંગ્રેજી ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. |
સિનિયર ક્લાર્ક | માન્ય યુનિ.ના કોઈ પણ વિદ્યાશાખાના સ્નાતક અથવા સમકક્ષ, કોમ્પ્યુટરનું જ્ઞાન ઉપરાંત ગુજરાતી,હિન્દી,અને અંગ્રેજી ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. |
જુનિયર ક્લાર્ક | માન્ય યુનિ.ના કોઈ પણ વિદ્યાશાખાના સ્નાતક અથવા સમકક્ષ, કોમ્પ્યુટરનું જ્ઞાન ઉપરાંત ગુજરાતી,હિન્દી,અને અંગ્રેજી ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. |
આ જુઓ:- AMC Recruitment 2024: અમદાવાદ મહાનગર પાલિકામાં 731 જગ્યાઓ માટે બ્મપર ભરતી
પગાર ધોરણ :
ઉપરોક્ત ભરતી માટે શરૂઆતનાં 5 વર્ષ માટે માસિક ફિકસ પગાર ત્યારબાદ સરકારશ્રીના નિયમો મુજબ સાતમા પગાર પંચ મુજબ કોષ્ટક્માં દર્શાવેલ પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે.
જગ્યાનું નામ | પગાર ધોરણ |
ઓફિસ સુપ્રિટેન્ડેંટ | પાંચ વર્ષ માટે ફીક્સ માસિક રૂ 31340 ત્યારબાદ સાતમા પગાર પાંચ મુજબ 35400-112400 પે મેટ્રિક્સ લેવલ 6 |
આસીસ્ટંટ લીગલ ઓફિસર-લેબર ઓફિસર | પાંચ વર્ષ માટે ફીક્સ માસિક રૂ 31340 ત્યારબાદ સાતમા પગાર પાંચ મુજબ 29200-92300 પે મેટ્રિક્સ લેવલ 5 |
સેનિટેશન સુપ્રિટેંડન્ડેંટ | પાંચ વર્ષ માટે ફીક્સ માસિક રૂ 31340 ત્યારબાદ સાતમા પગાર પાંચ મુજબ 35400-112400 પે મેટ્રિક્સ લેવલ 6 |
સબ એકાઉન્ટન્ટ | પાંચ વર્ષ માટે ફીક્સ માસિક રૂ 19950 ત્યારબાદ સાતમા પગાર પાંચ મુજબ 25500-81100 પે મેટ્રિક્સ લેવલ 4 |
કેમિસ્ટ | પાંચ વર્ષ માટે ફીક્સ માસિક રૂ 19950 ત્યારબાદ સાતમા પગાર પાંચ મુજબ 25500-81100 પે મેટ્રિક્સ લેવલ 4 |
સિનિયર ક્લાર્ક | પાંચ વર્ષ માટે ફીક્સ માસિક રૂ 31340 ત્યારબાદ સાતમા પગાર પાંચ મુજબ 25500-81100 પે મેટ્રિક્સ લેવલ 4 |
જુનિયર ક્લાર્ક | પાંચ વર્ષ માટે ફીક્સ માસિક રૂ 31340 ત્યારબાદ સાતમા પગાર પાંચ મુજબ 25500-81100 પે મેટ્રિક્સ લેવલ 4 |
વય મર્યાદા :
અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ઉમેદવારની વય 35 વર્ષથી વધુ હોવી જોઈએ નહી. મહિલા ઉમેદવારો અને અનામત કેટેગીરીના ઉમેદવારોને નિયમોનુસાર ઉપલી વય મર્યાદામાં છૂટ છાટ આપવામાં આવશે.
પરીક્ષા ફી :
ઉમેદવારો એક કરતાં વધુ જગ્યાઓ ઉપર અરજી કરી શકશે. મહિલા ઉમેદવારો માટે પરીક્ષા ફી રૂપિયા 300 અને પુરુષ ઉમેદવારો માટે અરજી ફી રૂપિયા 600 પરીક્ષા ફી પેટે ભરવાના રહેશે. જો જાહેરાતમાં અનામત વર્ગના ઉમેદવારો માટે જગ્યા ના હોય તો પણ અનામત વર્ગના ઉમેદવારો નિયત ફી ભરીને ઉમેદવારી નોધાવી શકશે.
અગત્યની લિંક્સ :
જાહેરાત જોવા અને અરજી કરવા માટે | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |
આ જુઓ:- પોસ્ટ ઓફિસની આ યોજના તમને 10 હજારના રોકાણ પર આપી રહી છે 7 લાખ રૂપિયા
સામાન્ય સૂચનો :
પરીક્ષા માટે જુનાગઢ મહા નગરપાલિકાનો નિર્ણય આખરી ગણવામાં આવશે.જાહેરાતમાં દર્શાવેલ જગ્યાઓ માટે અનામત જગ્યાઓ, તેમજ પરીક્ષા અંગેની પાત્રતા સહિતની સામાન્ય શરતો જોવા માટે તેમજ વધુ માહિતી મેળવવા માટે સત્તાવાર નોટિફિકેશન જોવા વિનંતી છે. છતાં માહિતીની જરૂર હોયતો મહાનગર પાલિકાની હેલ્પ લાઇન અથવા રૂબરૂ સંપર્ક કરવા વિનંતી છે.