નોકરી & રોજગાર

AMC Recruitment 2023: અમદાવાદ મહાનગરપાલિકામાં વિવિધ 1027 જગ્યાઓ માટે જાહેરાત, અરજી કરવાની છેલ્લી તારીખ જાણો

AMC Recruitment 2023
Written by Gujarat Info Hub

AMC Recruitment 2023: અમદાવાદ મહાનગરપાલિકામાં મેડિકલ ઓફિસર, ફાર્માસીસ્ટ, ફિમેલ હેલ્થ વર્કર, લેબ ટેકનિશિયન્સ અને મલ્ટી પરપઝ હેલ્થ વર્કર જેવી પોસ્ટને મળીને કુલ ૧૦૨૭ જગ્યાઓ માટે AMC દ્વારા ભરતી ની જાહેરાત કરી છે. જે ઉમેદવાર અમદાવાદ મહાનગરપાલિકા ભરતી ૨૦૨૩ માટે અરજી કરવા માગતા હોય તેઓ તારીખ ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૩ સુધી AMC ની સત્તાવાર વેબસાઈટ Ahmedabadcity.gov.in પર જઈ અરજી કરી શકો છો.

AMC Recruitment 2023 ઓનલાઈન અરજી પ્રક્રીયા તારીખ ૦૪/૦૯/૨૦૨૩ થી લઈને ૧૯/૦૯/૨૦૨૩ સુધી ચાલશે. આ ભરતી પ્રક્રીયામાં લેખીત પરીક્ષા અને ડોક્યુમેન્ટ વેરીફીકેશન ને આધારે બે તબક્કામાં સીલેકશન પ્રોસેસ થશે. તો આવો જાણીએ અમદાવાદ મહાનગરપાલિકા ભરતી માટે જરુરી લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા અને અરજી કરવાની રીત ની સંપુર્ણ માહિતી.

AMC Recruitment 2023

સંસ્થાનું નામઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
કુલ જગ્યાઓ1027
પોસ્ટનુંં નામમેડિકલ ઓફિસર, ફાર્માસીસ્ટ, ફિમેલ હેલ્થ વર્કર, લેબ ટેકનિશિયન્સ અને મલ્ટી પરપઝ હેલ્થ વર્કર
અરજી કરવાની છેલ્લી તારીખ19/09/2023
નોકરીનું સ્થળગુજરાત
સતાવાર વેબસાઈટhttps://ahmedabadcity.gov.in/

મહત્વની તારીખ

AMC ભરતી ૨૦૨૩ માટે જે ઉમેદવારો જરૂરી શૈક્ષણિક લાયકાત ધરાવે છે, તેઓ તારીખ ૦૪ સપ્ટેમ્બર ૨૦૨૩ થી લઈને ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૩ સુધી ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે, જે માતેની સંપૂર્ણ વિગત નીચે આપેલ છે.

પોસ્ટ નું નામ અને કુલ જગ્યાઓ

AMC Recruitment 2023: આ ભરતીમાં વિવધ 5 હેલ્થ ડિપાર્ટમેન્ટ ને લગતી પોસ્ટો માટે કુલ 1027 જગ્યાઓ માટે ભરતી થશે જેની માહિતી નીચે મુજબ છે.

પોસ્ટનું નામ કુલ જગ્યાઓ
મેડિકલ ઓફિસર87
ફાર્માસીસ્ટ78
ફિમેલ હેલ્થ વર્કર83
લેબ ટેકનિશિયન્સ435
મલ્ટી પરપઝ હેલ્થ વર્કર344

AMC Bharti 2023 Document

  • આધારકાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ નો ફોટો ( ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને પરીક્ષા વખતે આજ ફોટો રજુ કરવાનો રહેશે)
  • માર્કશિટ અને ડિગ્રી સર્ટીફિકેટ ( જો એમા ગ્રેડ દર્શાવેલ હોય તો તેના સમકક્ષ ટકા નુ કનવર્ઝન કોષ્ટક માન્ય યુનિવર્સિટીનું રજુ કરવાનું રહેશે.)
  • જો અમદાવાદ મ્યુનિસિપલ માં ફરજ બજાવતા ઉમેદવારે છેલ્લા મહિનાની પગાર સ્લિપ રજુ કરવાની રહેશે.
  • જાતિનુ પ્રમાણપત્ર
  • સહિનો નમુનો
  • જો મહિલા ઉમેદવાર પિતાના બદલે પતિના નામે અરજી કરવા માગે છે તો લગ્ન નોધણી પ્રમાણપત્ર ડોક્યુમેન્ટ વેરીફિકેશન સમયે રજુ કરવાનું રહેશે.

AMC ભરતી માટે અરજી કરવાની રીત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૧૦૨૭ જગ્યાઓ માટે ભરતી પ્રકીયામાં ઓનલાઈન અરજી કરવા માટે અમારા નિચેની માહિતી ને ફોલોવ કરો.

મિત્રો અરજી કરતા પહેલા AMC Recruitment Notification તમારે ડાઉનલોડ કરી જાહેરાતને ધ્યાનપુર્વક વાંચી લો, અને જો તમે કોઈપણ પોસ્ટ માટે અરજી કરવા લાયક છો તો તેના માટે નિચેના સ્ટેપ ફોલોવ કરો.

  • સૌ પ્રથમ AMC ની સત્તાવાર વેબસાઈટ www.ahmedabadcity.gov.in પર જાઓ.
  • ત્યારબાદ “Public Information” મેનું માં “Useful Links” પર ક્લિક કરો.
  • હવે ત્યાં ડાબી સાઈડબાર માંં “ Recruitment & Result ” મેનું હશે તેના પર ક્લિક કરો.
  • હવે એજ પેજમાં નિચે “Recruitment (Online)” ઓપશન હશે.
  • ત્યાં તમને ત્રણે જુદી જુદી પોસ્ટ ની ઓનલાઈન અરજી ની લિંક દેખાશે અને ત્યાથી તમે “View Details” પર ક્લિક કરી જાહેરાત ની પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો છો.
  • હવે તમે જે પોસ્ટ માટે અરજી કરવા માગો છો તેની સામે ના “Apply Online ” બટન પર ક્લિક કરો.
  • હવે તમારી સામે AMC Bharti Application Form ખુલશે જે તમારે અગ્રેજી માં ભરવાનું રહેશે.
  • માંગેલી માહિતી ભરી છેલ્લી તામારો ફોટો, સાઈન અને જો એકસ્પ્રિયન્સ લેટર હોય તો તે અપલોડ કરી ને “SUBMIT” બટન પર ક્લિક કરો.
  • આવી રીતે તમે AMC Bharti અરજી ફોર્મ ભરી શકો છો.

આ પણ જુઓ :- SSC માં બમ્પર પોસ્ટ માટે ભરતી, જાણો છેલ્લી તારીખ ક્યારે છે

અરજી કરવાની લિંક

ભરતીની જાહેરાત જોવા માટે અહી ક્લિક કરો
અરજી કરવા માટેઅહી ક્લિક કરો
સત્તાવાર સાઇટ પર જવા માટેઅહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો

About the author

Gujarat Info Hub

Leave a Comment