ગુજરાત સરકાર ખેતી પદ્ધતિ

AnyRoR Gujarat 7 12 8અ ના ઉતારા હવે ઘરે બેઠા મેળવો, જુના રેકર્ડ અને ૭/૧૨ ની નકલ તમારા મોબાઈલ થકી

ઘરે બેઠા મેળવો 7 12 8અ ના ઉતારા
Written by Gujarat Info Hub

7/12 ની નકલ online 2023: હવે કોઈપણ જમીન ના જુના રેકર્ડ કે નવા 7 12 8અ ના ઉતારા તમે ઘરે બેઠા તમારા મોબાઈલ માં ઓનલાઇન જોઈ શકો છો. આજના આ ડીજીટલ યુગ માં બધી વસ્તુ ઓનલાઇન જોઈ શકાય છે તો ગુજરાત સરકાર પણ ડિજિટલ સેવામાં પાછળ નથી. ગુજરાત સરકારના દરેક ખાતામાં હવે ઓનલાઇન સેવા ને ભાર આપી અને લોકો પણ પોતાનો ટાઈમ બગાડ્યા વગર બધું ઓનલાઇન જોઈ શકે અને ઓનલાઇન ડાઉનલોડ કરી શકે તે માટે સરકાર દ્વારા AnyRoR Anywhere અને iORA portal પોર્ટલ શરૂ કરવામાં આવ્યા છે જેમાં ઓફલાઈન સિસ્ટમ જેવી જ સરળ પ્રકિયા છે.

આજે આપણે ગુજરાત સરકારના Revenue Department દ્વારા જે જુના જમીન મેહસૂલ રેકર્ડ ઓનલાઇન અપલોડ કરવામાં આવ્યા છે જેમાં Land Record એટલે કે મેહસૂલી નમૂના 7/12, 8અ, નમૂના નં 6 વગેરે તમે ઓનલાઇન જોઈ શકો છો અને જુના જમીન રેકોર્ડ ને PDF ના રૂપ માં ડાઉનલોડ કરી શકો.

 

7/12 ના ઉતારા અને 8-અ શું છે?

 

જે ખેડૂત મિત્રો પોતાના માલિકીના જમીન ધરાવે છે તે દરેક જમીન 7 12 8અ ના ઉતારા માં નોંધાયેલ હોય છે.તો આજે આપણે 7/12 8અ ગુજરાત online ની વિગત વાર ચર્ચા કરીશું.

નમૂના 7 એટલે કે સર્વે નંબર જે પોતાની માલિકીનો હોય છે જેમાં ખેડૂતનું નામ, જમીનાનો પ્રકાર, જમીનનું ક્ષેત્રફળ અને જમીનાનો આકાર દર્શાવેલ હોય છે અને જમીનના આ ઉતારા દ્વારા ખેડૂત પોતાના પાક પર કોઈપણ બેન્ક માંથી લોન મેળવી શકે છે

નમૂના નંબર 12 એ આમ જોવા જઈએ તો 7 અને 12 બને ભેગા જ છે બસ ફરક એટલો છે કે ગામના નમૂના નંબર 12 માં કૂવો, બોર કે ઝાડ જે સર્વ નંબર માં અત્યારેની સ્થિતિ જોતા જોવા મળે છે તો તેની નોંધણી નમૂના નંબર 12 માં થાય વધુમાં સિંચાઈ ના દરેક સ્ત્રોત આ નમૂના માં નોંધાયેલ હોય છે. જો તમારે લાઈટ કનેક્શન ની જરૂર પડે ત્યારે આ ઉતારની ખાસ જરૂર પડે છે

8 અ ને કહીએ તો એક પ્રકારનું ખાતું છે જેમાં દરેક સર્વે નંબર ની માહિતી મળે છે. ઉદાહરણ તરીકે એ એક અનુક્રમણિકા છે જેમાં દરેક પાઠ ( સર્વે નંંબર) ની માહિતી મળી જાય છે.

મિત્રો હવે તમે 7/12 8અ ગુજરાત online ના ઉતારા શું છે એતો ખબર પડી ગઈ હશે. હવે આપણે AnyRoR Anywhere અને iORA portal પોર્ટલ શુ છે અને 7/12 ની નકલ online print કેવી રીતે મેળવશું તેની માહિતી જોઈશું.

Anyror Anyware પોર્ટલ શું છે?

 

7 12 8અ ના ઉતારા: આ એક ગવેર્નમેન્ટ પોર્ટલ છે જેમાં તમે ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના ના જમીનના રેકર્ડ ઓનલાઇન જોઈ શકો છો. જેમાં સરકાર દ્વારા જુના રેકર્ડ કે જે વર્ષ 1951થી 2004 ના જુના 7/12 ના ડેટા હસ્ત લેખિત હતા તે પણ સ્કેન કરી સરકાર દ્વારા ઉપલોડ કરવામાં આવ્યા છે. તો મિત્રો જો તમે તમારા જુના રેકર્ડ અથવા નવા મેહસૂલી રેકર્ડ જોવા માંગતા હોવ તો આ પોર્ટલ ની મુલાકાત જરૂર લેજો.

મિત્રો, તમને ખબર તો પડી ગઈ હશે કે AnyRoR anyware શું છે, તો હવે આપણે અહીં જોઈશું કે AnyRoR ઉપરથી જુના અને નવા 7 12 8અ ના ઉતારા ઓનલાઇન કેવી રીતે ડાઉનલોડ કરશું તેના માટે તમેં નીચેના સ્ટેપ જુઓ.

1951થી જુની 7 12 ની PDF ઓનલાઇન જુઓ

 

  • સૌ પ્રથમ AnyRoR Anyware Portal પર જાઓ.
  • ત્યારબાદ જો તમારી જમીન ગ્રામ્ય વિસ્તાર માં આવે છે તો “View Land Record – Rural (જમીનના રેકર્ડ જોવા માટે – ગ્રામ્ય) “ ઓપ્શન હોમપેજ હશે એના પર ક્લિક કરો
  • હવે નવું પેજ ખુલશે જેમાં જો તમારે જુના 7/12 જોવા છે તો “જૂના સ્કેન કરેલ ગા. ન. 7/12 ની વિગતો ” પસંદ કરો.
  • હવે તમારો જિલ્લો તાલુકો અને ગામ પસંદ કરી તમારો જૂનો સર્વે નંબર પસંદ કરો
  • ત્યારબાદ નીચે આપેલ capcha code નાખો અને “Get record Detail” બટન પર ક્લિક કરો.
  • હવે તમને તમારા સર્વે નંબર ના વર્ષ 1951થી 2004 ના જુના 7/12 ના ડેટા ના થોક જોવા મળશે.
  • ત્યાં તમે કોઈ પણ વર્ષ ના થોક જોવા માટે “view pdf” પર ક્લિક કરો
  • હવે તમને તમારા 1951થી જુની 7 12 તમારી સ્ક્રીન પર દેખાશે.

જુઓ :- ઓનલાઈન વારસાઈ નોંધની અરજી કેવી રીતે કરવી

 

મિત્રો આવી રીતે તમે મિત્રો શહેરી વિસ્તાર પસંદ કરી તમે ગુજરાતની કોઈપણ શહેર ના જમીન સર્વે નંબર જોવા માટે કે 7/12 ની નકલ Online Print મેળવવા માટે તમે AnyRoR ની વિઝિટ કરી શકો.

મિત્રો અહીં તમે 7 12 8અ ના ઉતારા સાથે તમે બીજી પણ ઘણી બધી માહિતી મેળવી શકો જેવી કે ગામના નમૂના નંબર ૬ , ૧૩૫ ડી ની નોટિસ ની માહિતી અને જો તમારો સર્વે નંબર યાદ નથી તો તમે ખેડૂત ખાતેદાર ના નામ પરથી ખાતું જાણી શકો છો.

ઓનલાઇન ડિજિટલ સાઇન્ડ ગામના નમૂના – 7/12 ની નકલ Online Print

 

મિત્રો, તમે જમીન સર્વે નંબર જોવા માટે શું કરવું પડે તેની માહિતી ઉપરથી મળી ગઈ હશે. હવે આપણે જોઈશું કે ગામના 7/12 8અ ની નકલ online સાઇન્ડ વાળી મેળવવા શું કરવું જોઈએ.

મિત્રો, તમને અત્યાર સુધી જે માહિતી જોઈ તેના દ્વારા તમે 7/12 ના ઉતારા અને બીજી બધી માહિતી ખાલી જોઈ શકો છો કેમ કે ગુજરાત સરકાર કોઈપણ ખાતેદાર ની નકલ તમને ડિજિટલ સાઈન વગર આપી શકે નહિ અને તમે પણ જ્યારે મામલતદાર કચેરી ખાતે 7/12 ની નકલ મેળવવા જાઓ છો ત્યારે પણ તે લોકો નકલ ઉપર રાઉન્ડ સિકો મારી ને જ તમને નકલ આપે છે અને એના કેટલોક ચાર્જ તમારે આપવો પડે છે .

જો તમે ડિજિટલ સાઇન્ડ ગામના નમુના મેળવવા માંગતા હોવ તો તમે નીચેની લીક પર ક્લિક કરી અમારું બીજું આર્ટિકલ જોઈ ડાઉનલોડ કરી શકો છો.

જુઓ :- ડિજિટલ સાઇન્ડ ગામના 7/12 ની નકલ મેળવવા અહી ક્લિક કરો

 

મિત્રો, AnyRoR Gujarat પોર્ટલ પરથી તમે જમીન સર્વે નંબર ના ઉતારા, તમારુ હકપત્રક, કોઇપણ દસ્તાવેજ, ૧૩૫ ડિ ની નોટિસ, ડિજિટ્લ સિલ્ડ પ્રોપર્ટી કાર્ડ ની નકલ અને બીજી ઘણી બધી માહિતી મેળવી શકો છો.

અહી આપેલ માહિતી તમારા ખેડુત મિત્રો સુધી પોહચાડો જેનાથી તે પણ પોતાની જમીનની માહિતી હવે ઘરે બેઠા જોઈ શકે. જો તમને 7 12 8અ ના ઉતારા કે બીજી કોઇપણ માહીતી જોવામાં કે ઓનલાઈન અરજી કરવામાં ગુચવણ હોય તો તમે નિચે આપેલ કોમેન્ટ બોકસ માં કોમેન્ટ કરી શકો અથવા અમારા વોટ્સઅપ ગ્રુપ માં જોડાઈ શકો છો.

Spread the love

About the author

Gujarat Info Hub

1 Comment

Leave a Comment