Aranda Bajar Bhav 2024: ગુજરાત માર્કેટયાર્ડોમાં એરંડાનાં પીઠામાં એરંડાની આવકો ધૂમ ભાવ તળીયે ખેડૂતોમાં નિરાશા. ગુજરાતનાં વિવિધ માર્કેટ યાર્ડોમાંમાં સરેરાશ એરંડાના ભાવો 1100 થી 1150 રહેવા પામ્યા હતા જ્યારે માલની આવકની વાત કરવામાં આવેતો એરંડાની આવક ગંજ બજારમાં 76000 ગુણી કરતાં વધારે રહેવા પામી હતી.
ગુજરાતમાં એરંડાના ગત વર્ષના ભાવની સરખામણીએ ભાવમાં 50 રૂપિયાનો મણે ઘટાડો રહેતાં ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી. અગાઉના વર્ષોમાં એરંડાના ભાવો 1200 ઉપર રહેતાં સારા ભાવ મળવાની આશાએ વેપારીઓ અને ખેડૂતો દ્વારા એરંડાનો મોટા ભાગે સ્ટોક કરવામાં આવે છે. ગત વર્ષે મળેલા 1200 રૂપિયાના ભાવ મેળવવા ઘણા ખેડૂતો પોતાનો માલ વેચવાનું ટાળી રહ્યા છે. વેપારી મિત્રો અને અને કેટલાક જાણકારોનું કહેવું છે કે એરંડા વાયદામાં કોઈ સુધારો થવાનું હમણાં જણાતું નથી. તેથી કેટલાકનું કહેવું છે કે ભાવ હજી ઘટી શકે છે.
ગત વર્ષે જીરાના ભાવે પુષ્કળ ઉછાળો મારતાં ખેડૂતોએ જીરાનું બંપર વાવેતર કરેલ છે. અને એરંડાનું પ્રમાણમાં ઓછું વાવેતર કરેલ છે. વળી એરંડામાં સુકારો અને બીજા અજાણ્યા રોગોએ માથું ઊંચકતા ઉત્પાદન પણ ઘટવાની ભીતિ સેવાઇ રહી છે. એટલે ઉત્પાદન અને ઓછા ભાવ બંને રીતે ખેડૂતને ઓછી આવક મળવાથી ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે.
આજના એટલે કે 10/02/2024 વાર : શનિવાર ના ગુજરાતનાં વિવિધ માર્કેટયાર્ડોમાં એરંડાના ભાવ આ મુજબ જોવા મળ્યા છે.
અ.ન | માર્કેટયાર્ડનુંનામ | આવક ગુણી | નીચો ભાવ | ઊંચો ભાવ |
1 | ભાભર માર્કેટયાર્ડના ભાવ | 6000 | 1110 | 1143 |
2 | પાંથાવાડા | 270 | 1125 | 1140 |
3 | પાલનપુર માર્કેટયાર્ડ | 1150 | 1100 | 1141 |
4 | ડીસા માર્કેટયાર્ડ | – | – | – |
5 | થરા માર્કેટયાર્ડ | 1320 | 1125 | 1155 |
6 | કડી માર્કેટયાર્ડ | 5000 | 1112 | 1144 |
7 | દિયોદર માર્કેટયાર્ડ | 1200 | 1120 | 1138 |
8 | રાધનપુર માર્કેટયાર્ડ | 1500 | 1125 | 1145 |
9 | ભીલડી માર્કેટયાર્ડ | 300 | 1122 | 1137 |
10 | લાખણી માર્કેટયાર્ડ | 600 | 1130 | 1138 |
11 | થરાદ માર્કેટયાર્ડ | 2500 | 1120 | 1146 |
12 | પાટણ માર્કેટયાર્ડ | 5330 | 1100 | 1153 |
13 | હારીજ માર્કેટયાર્ડ | 2100 | 1120 | 1150 |
14 | સિધ્ધપુર માર્કેટયાર્ડ | 1750 | 1110 | 1145 |
15 | વિસનગર માર્કેટયાર્ડ | 2000 | 1100 | 1110 |
16 | કુકરવાડા માર્કેટયાર્ડ | 250 | 1105 | 1138 |
17 | મહેસાણા માર્કેટયાર્ડ | 900 | 1125 | 1138 |
18 | કડી માર્કેટયાર્ડ | 5000 | 1112 | 1144 |
19 | કાલોલ માર્કેટયાર્ડ | 870 | 1130 | 1143 |
20 | માણસા માર્કેટયાર્ડ | 1200 | 1130 | 1145 |
21 | વિજાપુર માર્કેટયાર્ડ | 550 | 1115 | 1150 |
22 | ગોઝારીયા માર્કેટયાર્ડ | 180 | 1105 | 1119 |
23 | હીમતનગર માર્કેટયાર્ડ | 150 | 1130 | 1135 |
24 | મોડાસા માર્કેટયાર્ડ | 40 | 1125 | 1130 |
25 | દહેગામ માર્કેટયાર્ડ | 250 | 1130 | 1135 |
મિત્રો, વિવિધ સ્રોત તરફથી અમોને મળતી માહિતી આપના સુધી પહોંચાડીએ છીએ. અમે ખેડૂત અને વેપારી મિત્રોને માલ ખરીદ કે વેચાણ કરવા કોઈ સલાહ આપતા નથી. ગુજરાતનાં વિવિધ માર્કેટયાર્ડના ભાવો રોજે રોજ વાંચવા માટે અમારી વેબ સાઇટ જોતા રહેશો અને આજનો અમારો આ આર્ટીકલ વાંચવા બદલ આપનો ખૂબખૂબ આભાર
આ જુઓ:- Minimum Support Price: ખેડૂતભાઈઓ માટે ખુશ ખબર, ટેકાના ભાવ જાહેર, આ તારીખથી નોધણી પ્રક્રિયા શરૂ